________________
આનંદ-સુધાસિંધુ.
(૨૪૨)
સુષાબિંદુ ૧૯ અટકાવવાની છે, તેજ પ્રમાણે મિથ્યાત્વાદિ ઉન્માદથી પીડાતે માણસ એમ કહે કે હું જે કહું છું તેજ ધર્મ છે અને તે સિવાયનું બીજું જે કાંઈ છે તે અધર્મ છે, તે શ્રીજિનેશ્વરભગવાનના સાચા સિપાઈઓની ફરજ છે કે તેમણે પણ એવા ઉમાદીઓને તેમના પ્રચંડ ઉન્માદથી પાછાજ વાળવા જોઈએ.
તમે તમારા બાળકને સૌથી વહાલામાં વહાલી વસ્તુ ગણે છે, પરંતુ એજ બાળકને તમે શીતળા ટકાવો છો. તમે એ બાળક માં થાય ત્યારે તેને દવા પા છે. આ બધા સંયોગોમાં શું તમે પોતે દાક્તર અથવા પરીક્ષક છો ? નહિજ !! તમે શરીરવિજ્ઞાનશાસ્ત્રમાં શાસ્ત્રીય રીતે કાંઈ જાણતાજ નથી, પરંતુ તમારે દાક્તર ઉપર ભરોસે છે અને એ ભરોસાને આધારે જ તમે તમારા હજારોની મિલકતસમાં બાળકને કોઈપણ જાતની અનુભવ વિનાની દવા પણ પાઈ દો છો. તમે જેટલા સોનું લેવા જાઓ છે તેટલા શું બધાજ ચેકસી છે કે? તમે જેટલા હીરા ખરીદવા જાઓ છો અથવા જેટલા મતી લેવા જાઓ છે તેટલા શું બધાજ ઝવેરી છે કે ? નહિજ !! તમે પોતે ઝવેરી નથી, ચોકસી નથી, પારેખ નથી, રત્ન પારખી નથી, પરંતુ તે છતાં ઝવેરીની પ્રતિષ્ઠા ઉપરજ તેના રેસા ઉપરજ તમે આધાર રાખીને હજારો રૂપિઆને વ્યાપાર કરે છે ! જે ઝવેરીના કથન ઉપર વિશ્વાસ રાખીને હજારો રૂપીયાને તમે વ્યાપાર કરે છે તે પછી ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન પર વિશ્વાસ રાખીને તમને ધર્મવર્તન કરવાને માટે કેમ વાંધો નડે છે? આજના યુવાનેને મિથ્યાવાદ. આજના તરૂણે આજે એમ કહેવા નીકળ્યા છે કે અમે
કાંઈ અંધશ્રદ્ધાવાળા નથી કે જિનેશ્વર મહારાજાએ જે કાંઈ કહ્યું છે તે બધું જ ખરું માની લઈએ, અમે તો અમારી બુદ્ધિમાં જે કાંઈ આવશે તે જ માનીશું! આવા તરૂણેને હું પૂછું છું કે મહાનુભાવ! તમે કયાં અંધશ્રદ્ધા નથી રાખી તે તે કહે. તમે લો અને ઘરે ઘા ભણ્યા તે વખતે તમારા શિક્ષાગુરુનું જ કથન શા ઉપરથી માન્ય રાખ્યું? તમે મામા, માસી, ફઈ વગેરે તમારા સગાંવહાલાંઓને મામા, માસી, ફાઈ ઈત્યાદિ શબ્દોથી ઓળખ્યા એ કયા અનુભવથી જાણ્યું? લગ્ન વખતે તમારી પત્ની બ્રહ્મચારિણીજ છે એમ તમે શા ઉપરથી માની લીધું ? અર્થાત્ આ સઘળા સંગમાં માણસ બાળપણાથી અંધશ્રદ્ધાથી જ તે છે એ સ્પષ્ટ થાય છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે બીજા સઘળા કાર્યોમાં તમારે અંધશ્રદ્ધા રાખવી છે, પુરોગામીઓનું કહેવું સાચું માની લેવું છે અને તે પ્રમાણે વર્તવું છે પરંતુ માત્ર ધર્મની વાત આવે છે અને ત્રિલોકનાથ ભગવાન્ શ્રીજિનેશ્વર મહારાજના વચન ઉપર વિશ્વાસ રાખવાની વાત આવે છે ત્યાં તમે કહો છો કે આ તે અંધશ્રદ્ધા થઈ ! અમે કાંઈ અંધશ્રદ્ધાળુ નથી કે જે કાંઈ કહે તે સઘળું જ સાચું માની લઈએ! ભાગ્યવાનો ! આ તે તમારો કયાંને ન્યાય છે? સમાજને વાસ્તવિક વિરોધ. આ સઘળા તમારા વર્તનની જ્યારે તપાસ કરીએ છીએ
ત્યારે તે તેમાંથી એજ સૂર નીકળે છે કે તમારે ધર્મ પાળ જ નથી. આમથી તેમથી બહાના કરીને તમારે નાસભાગ કરવી છે. વ્રત, ઉપવાસ કરવા નથી અને મનમાં આવે તેમ ચોમાસું ચરેલા આખલાની માફક લીલા કરતાં બધે મહાલવું છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com