________________
આનંદ-સુહાસ,
(૨૭૯)
સુધાદિ ૧લું. અંત:કરણથી તે તે એમજ માને છે કે હું જે કાંઈ કરૂં છું તે ન કરવા યોગ્ય છે અને હું જે કાંઈ કરતો નથી તેજ કરવા યોગ્ય છે, અર્થાત્ કે અંત:કરણ એ મહા પવિત્ર, સત્યપરીક્ષક,
ન્યાયસમીક્ષક અને તત્વનું નિરીક્ષક હોઈ તે જે કાંઈ કહે છે તે સત્ય હોવાથી કાયદે જેને માન્ય કરવાનું છે તેના અંત:કરણે એ કાયદાને ટેકે આપ જ જોઈએ. એ પ્રકારે અંત:કરણે માન્ય રાખેલ જે કાયદે હેય તેજ કાયદે પાળવા આપણે બંધાએલા છીએ.
જુઠું બોલનારે, પાપી, ખૂની અનુક્રમે જુઠું બેલે છે, પાપ કરે છે અને ખૂન પણ કરે છે. પરંતુ ન્યાયસભામાં અથવા અન્યત્ર એજ અસત્યભાષી, પાપી અને ખૂની પિતાને બચાવ હજી કરે છે, પિતે હું નથી બે, પિતે પાપ નથી કર્યું અથવા પિતે ખન નથી કર્યું, એવુંજ સાબીત કરવા તે મથે છે એ ઉપરથી પણ સાદું અને સહેલું એજ અનુમાન નીકળે છે કે પાપ કરનારા પણ પાપ કરે છે તે વિકારને આવેગને વશ થઈનેજ કરે છે પરંતુ તેનું હદય તે હમેશાં પાપને વિરાજ કરે છે. આ સઘળી ચર્ચાને સાર એટલેજ છે કે અંતઃકરણ હંમેશાં સત્યનુંજ સાથી છે તે અસત્ય, અધર્માચાર અથવા પાપને ટેકો આપતું જ નથી. આમ હેવાથી જે કાયદા અંત:કરણના વિરોધી છે તેવા કાયદાઓને તે ભંગ કરવામાંજ નીતિ છે.
અજ્ઞાનીનું અંતર પ્રમાણુ નથી, હવે આ દલીલ તપાસીએ. આ દલીલ ઉપરથી પહેલી
તે એક વાતજ સ્પષ્ટ થાય છે કે આવા માણસે અંતઃકરણ અને ક્રિયાના ભેદને ટેકે આપે છે અને વધુમાં તેમનું કહેવું એવું છે કે ક્રિયાથી વિરૂદ્ધ પઠીને અંત:કરણ જે કાંઈ કહે છે તેજ સત્ય છે! આ દલીલ માની લેતાં પહેલાં એ વાતને વિચાર કરવાને છે કે અંત:કરણ કોનું પ્રમાણુ માનવું જોઈએ? જ્ઞાનીનું કે અજ્ઞાનીઓનું? જ્ઞાનીનું અંતકરણ જે કાંઈ કહે છે તે સત્ય અને નીતિ છે કે અજ્ઞાનીનું અંતર જે કાંઈ કહે તે સત્ય અને નીતિ છે? જે આ પ્રશ્નનો ઉત્તર તટસ્થતાથી અને પક્ષપાત વિના આપજ હોય. તે તે એમ કહેવું જ પડશે કે અજ્ઞાનીનું અંત:કરણ એનેજ સત્ય અને નીતિ એમ આપણે કહી શકતા નથી. મૂર્ખાઓ સિવાય બીજો એ કોઈ નહિ હોય કે જે અજ્ઞાનીઓના અંત:કરણનેજ સત્ય અને નીતિ કહેવાને તૈયાર થાય! રાક્ષસનું અંતઃકરણ સદા સર્વદા બીજાને ખાઈ જવાનેજ વિચાર કરે છે. વાઘના મનમાં હંમેશાં બીજાને ખાઈ જવાનેજ વિચાર વિદ્યમાન હોય છે. વાઘ
જ્યારે ફાળ ભરે છે ત્યારે તેના મનમાં શું હોય છે તેને વિચાર કરો. તેને અંત:કરણમાં તે બીજાને સ્વાહા કરી જવાની જ ભાવના રહેલી છે ત્યારે શું તેથી એમજ માની લેશે કે વાઘનું અંત:કરણ જે વસ્તુ માન્ય રાખે છે તેજ સત્ય છે અને બીજું મિથ્યા છે.
જે માણસ જૂઠું બોલે છે, જે માણસ અજ્ઞાન છે તે માણસ જુહુ બોલવામાં સાવચેતી રાખે છે ખરે? કદી નહિ!! જે મનમાં આવે છે તે બોલી દેનારાને આપણે અજ્ઞાની કહીએ છીએ તે પછી તેના અંત:કરણમાં જે વસ્તુ છે તે સત્ય છે એ નિયમ કરી શકાતેજ નથી. જેઓ અજ્ઞાની છે, જેઓ ચેરી કરવાને બંધ કરનારાના પરિવારમાંજ જમ્યા છે તેવાઓના અંત:કરણ પણ હંમેશાં તેવાજ હોય છે! પંચમહાલને ભીલ કે અરબસ્તાનના આરબ પિતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com