________________
આનંદ-સુધાસિંધુ.
(૨૨)
સુધાબંદુ ૧લું. આઘા ખસવા માંડયું. તેઓ રાજપુત્ર હતા. યુવરાજ હતા. રાજગાદીના અધિકારી હતા હવે પિતા તેમને રાજગાદી આપવાને માટે રોકવા જાય છે ત્યાં ધર્મવીર અભયકુમાર પિતાને જરા થોભવાનું કહે છે અને તે સીધે ભગવાન શ્રી મહાવીર દેવ પાસે આવીને હાજર થાય છે. મહાનુભાવો આ અભયકુમારની દશા સાથે તમે તમારી દશા જરા સરખાવી તે જુએ કે તમે કયાં છે તેની તમને ખબર પડે! રાજકુમાર રાજગાદીનો હકદાર છે, મહારાજા શ્રેણિકના ઉત્તરાધિકારી છે મગધ દેશ જેવી સુવર્ણપુરી પિતાની સામે છે, તે છતાં અભયકુમાર એ રાજ્યલક્ષમીને લાકડી માને છે. આ સ્થિતિ તમારી કયારે આવશે ! તમારી આ સ્થિતિ આવે કે ન આવે, પરંતુ તમારી આ સ્થિતિ આવે એવું તમે ઈરછે છે પણ ખરા કે? આખા મગધ દેશની રાજ્યલક્ષમીને લાકડી ગણવી એ કેવી સુંદર દશા છે તેનો ખ્યાલ કરજે, હવે અભયકુમાર ભગવાન શ્રી મહાવીર દેવ પાસે આવે છે અને ભગવાનને પૂછે છે કે મહારાજ! આપની પાસે જે મુકુટધારી રાજાએ દીક્ષા લે છે અથવા લેશે તેમાં છેલ્લે કયે રાજા હશે? ભગવાન શ્રીમહાવીરદેવ ઉત્તર આપે છે: હે રાજકુમાર! મહારાજા ઉદાયન એ છેલ્લે રાજર્ષિ છે.
દીક્ષા આગળ તાજ નકામે છે. રાજકુમાર અભયકુમારે ભગવાન શ્રી મહાવીરદેવને
આ પ્રશ્ન શા માટે કર્યો છે તેનો મર્મ વિચારે. એનો મર્મ એ છે કે જે છેલે રાજર્ષિ હજી બાકી હોય અને પિતે રાજા થયા પછી પણ દીક્ષા લઈ શકે એમ હોય તે તો ઠીક પરંતુ જો તેમ ન હોય અને રાજગાદી મળ્યા પછી પિતાની દિશા અટકતી હોય તે એ દીક્ષા અટકવા દેવાની તેની બિસ્કુલ તૈયારી ન હતી. ભગવાન શ્રી મહાવીર દેવે ઉત્તર આપે તે સાંભળીને અભયકુમારની ખાતરી થઈ ગઈ કે જે પિતે રાજગાદીને સ્વીકાર કરશે તે તેનું પરિણામ એજ આવવાનું કે તેની દીક્ષા ટળી જવાની છે, અને પિતાની દીક્ષા ટળી જાય એ તે અભયકુમાર જેવો સારો ધર્મવીર કબુલજ કેવી રીતે રાખી શકે? તે તરતજ મહારાજા શ્રેણિક પાસે ગયે અને પિતાજીને નમ્રતાપૂર્વક કહી દીધું કે “પિતાજી! મારે મગધદેશના મહાવિસ્તીર્ણ રાજ્યની પણ જરૂર નથી જ! મારે માટે આજથી મગધના મહારાજ્યને નામે મીડું મૂક! હવે મગધના મહારાજ્યને ત્યાગ એટલે શું તેને જરા ખ્યાલ કરજો! એ કાંઈ પાંચસાત વીંઘાની જમીનદારી ન હતી અથવા કલેકટરી કે કમિશ્નરી ન હતી. મગધનું મહારાજ્ય એટલે તે તે કાળનું જગતનું સર્વોપરિ રાજ્ય ! હિંદુસ્તાનમાં તે ચારે દિશાએ મગધની આણું ફરતી જ હતી પરંતુ પશ્ચિમમાં યુનાન ઉત્તરમાં અને પૂર્વમાં ચીન અને દક્ષિણમાં લંકા સુધી એ મહાસામ્રાજ્યને કે વાગતો હતે આવું મહારાજ્ય તે પણ અભયકુમારને ઉત્તરાધિકારી તરીકે મળતું હતું છતાં તે પર નકાર !!!
શ્રાવકપણાની સફળતા. મહાનુભાવો! અભયકુમાર મગધના મહારાજ્યને લાત મારી, ચાણ
કયના પિતાએ પોતાના નાદાન બાળકના દાંત ઘસી નાંખ્યા અને કલ્પકે તે ચાલી આવેલા પ્રધાનપણાને પણ લાત મારી. આ બધા કાર્યોમાં તેમની પરિણતિ કેવી હશે તેને વિચાર કરે એટલે તમને શ્રાવકપણાની સ્થિતિ કેવી હોવી જોઈએ તે બરાબર સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com