________________
MAMMUAAAAAAAAAA
આનંદ-સુધાસિંધુ
(૨૨)
સુષાબિત ૧ લું. ધળો રંગ કાઢી નાખો અને લાલ રંગ ચઢાવે પરંતુ એ રંગનો ફેરફાર કરતી વખતે પણ કપડાની હતી તો હોવી જ જોઈએ. લાલ કે વેળા એ બંને રંગ જે કપડું હોય તેજ તમે ચઢાવી શકો છો, તે સિવાય તમે રંગ ચઢાવી શકતા નથી એજ આ ધવપણું છે. એ ઉપરથી માલમ પડે છે કે જગતના હરકોઈ પદાર્થને ત્રણ સ્વભાવ છે કે ઉત્પત્તિ, નાશ અને નિશ્ચળતા. કોઈપણ પદાર્થ એ નથી કે જે ઉત્પત્તિ, નાશ અને નિશ્ચળતા વિનાને હેય! હવે એક પદાર્થનું આવું લક્ષણ છે એ તમે જાણી લે છે કે પછી તમે જગતના તમામ પદાર્થોની સ્થિતિને તે ઉપરથી જાણી શકો છો. એક પદાર્થ ત્રણ ગુણવાળે છે તે જગતના સઘળાજ પદાર્થો ત્રણ ગુણવાળા છે એ સ્પષ્ટજ છે. આથીજ શાસ્ત્રકારોએ એમ કહ્યું છે કે જે એકને જાણે છે તે બધાને જાણે છે. એક પદાર્થના ઉત્પાદ, વ્યય અને સ્થિરતાને જેઓ જાણે છે તેઓ સઘળાજ પદાર્થોના ઉત્પાદ, વ્યય અને થિરતાને જાણે છે એ આ ઉપરથી પ્રત્યક્ષ થાય છે. કસોટી ઉપર એક રતિ સેનાને કસે છે તેથી તમારો નિશ્ચય થાય છે કે અમુક કસવાળું સોનું છે. આથી તમે જગતના તમામ સોનાને જાણી શકો છો કે જેમાં અમુક કસ રહ્યો છે તે સોનું છે તે જ પ્રમાણે એક પદાર્થને તમે જાણે છો એટલે પછી જમતના તમામ પદાર્થોને પણ તમે જાણી શકે છે. યુકિતથી જૈનતત્વજ્ઞાન બેઠું છે. તમે હાથમાં એક રતિ સોનું લો છો અને તેની જ
પરીક્ષા કરી જુએ છે પરંતુ તે ઉપરથી તમે જગતના તમામ સોનાનો નિશ્ચય કરી શકો છો તેજ પ્રમાણે તમે આંગળી કે જીવને તપાસો છે અને તેને જાણે છો એટલે તે ઉપરથી તમે જગતના તમામ પદાર્થોને અને જગતના તમામ જીવોને નિશ્ચય કરી શકે છે. એક પદાર્થને આપણે ઉત્પત્તિ, નાશ કે સ્થિરતાવાળો જાણીએ છીએ એટલે આપણે આખા જગતને અર્થાત્ આખા જગતના તમામ પદાર્થોને નિશ્ચય કરી શકીએ છીએ કે પદાર્થ માત્ર ઉત્પાદ, નાશ અને સ્થિરતા એ ત્રણેથી યુકત છે. હવે પદાર્થ માત્રમાં આ ત્રણ ગુણે છે એમ તમે કબુલ રાખશે, છતાં તે પછી સંભવ છે કે કદાચ તમને એવી પણ શંકા થશે જ કે જે (૧) બધા પદાર્થોની ઉત્પત્તિ, નાશ અને સ્થિરતા છે તે જીવની પણ ઉત્પત્તિ હોવી જોઈએ અને જે જીવની ઉત્પત્તિ હોય તે જીવ અનાદિ છે એ વાત ખોટી હોવી જોઈએ. તેજ પ્રમાણે (૨) યાવત્ સિદ્ધપણામાં ધર્માસ્તિકતાને પણ વિનાશ છે એમ માનવું પડશે. ઉત્પત્તિ અને નાશશબ્દથી જૈનત્વને મર્મ નહિ જાણનારાઓ જેનીને બીવડાવે છે કે તમારે તત્વસિદ્ધાંત તે ઉત્પત્તિ અને નાશને માનનારા છે માટે તમારે આત્માની પણ ઉત્પત્તિ અને નાશ માનવાં પડશે. જો તમે આત્માની ઉત્પત્તિ અને નાશ ન માનશે તે પણ તમે કૌન કહી શકાશે નહિ, અને તમે આત્માની ઉત્પત્તિ અને નાશ માનશો તે પણ તમે જેન કહી શકાશે નહિ કારણ કે જૈનદર્શન તે આત્માને ઉત્પત્તિ અને વિનાશ વિનાને જણાવે છે, અર્થાત કે જેનતત્વજ્ઞાન છેટું છે! આ શાસનમાં અપવાદ છે જ નહિ. જેનત્વના અંતરંગને જેઓ સમજતા નથી અને
માત્ર જેઓ વાદના વિષયમાંજ આનંદ પામે છે તેઓજ એવી દલીલ કરી શકે છે કે, “જો તમે જીવાત્માની ઉત્પત્તિ અને નાશ નહિ માનશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com