________________
આનંદ-સુધાસિંધુ. ' (૨૨૨)
સુધાબિંદુ ૧ વું. સીધાપણું નાશ પામે છે એટલે વાંકાપણું જન્મે છે અને વાંકાપણું નાશ પામે છે એટલે સીધાપણું જન્મે છે. હવે એ સીધાપણું અને વાંકાપણું આંગળીથી જુદા છે કે એક તેને વિચાર કરો. આપણે કહીશું કે અમુક અપેક્ષાએ એ બને જુદા પણ છે અને અમુક અપેક્ષાએ એ એક પણ છે કે જેવી રીતે છોકરા એ અમુક અપેક્ષાએ છેક પણ છે અને અમુક અપેક્ષાએ તેની સ્ત્રીને પતિ પણ છે. આંગળીપણુથી સીધાપણું અથવા વાંકાપણું એ જુદા નથી જ. હવે આંગળીને જે વક્રતા થાય છે તે વક્રતા આંગળીથી એક છે કે આંગળીથી ભિન્ન છે ? વાંકાપણું અથવા વકતા થાય છે તેથી કાંઈ નવા આંગળી પણાની ઉત્પત્તિ થતી નથી. આ ભેદભેદરૂપી સ્વાદને જેએ લક્ષપૂર્વક વિચારે છે તેને નાશ, ઉત્પત્તિ અને નિશ્ચલતાનો સાચો મર્મ સમજાય છે. એ મર્મ માત્ર શંકા, વાદવિવાદ કે અભ્યાસ વિના અને પ્રયત્ન વિનાજ સમજી શકાતું નથી, અતુ.
એકને નિશ્ચય તે સર્વને નિશ્ચય જે મનુષ્ય આ ભેદભેદ રૂપી સ્વાદને માને છે તે
તેના પર્યાય રૂપે નાશ અને ઉત્પત્તિને પણ સમજી શકે છેજ પરંતુ જેને સ્વાદ શબ્દથી જ સૂગ ચઢે છે તેને સમજાવવાને કોઈ ઉપાયજ નથી. જે મનખ્ય સમજવા માગે છે તેને સમજાવી દે એ આપણું કામ છે પરંતુ કોઈ માણસ એમ કહે કે મારે તે સમજવું જ નથી તેને આપણે કઈ પણ રીતે સમજાવી શકવાના નથી! પહેલી અવસ્થામાં પદાર્થ માં કાર્યકર્તાપણું હતું તે કાર્યકર્તાપણાને બીજી અવસ્થામાં એટલે બીજે સમયે નાશ થાય છે. આકાશપણું એમને એમ સ્થિર છે. એક પદાર્થને અંગે આપણે જે લક્ષણ વિચારીએ છીએ અથવા તે એક પદાર્થને અંગે જે લક્ષણ નકકી કરીએ છીએ તે લક્ષણ દરેક પદાર્થને અને લાગુ પડે છે. એક રતિ સેનને પણ આપણે સોનું કયારે કહી શકીએ તેને વિચાર કરજો. રતિ સેનામાં પણ આપણને કસ માલમ પડે જોઈએ. જ્યારે આપણને કસ માલમ પડે છે ત્યારે જ આપણે રતિ સોનાને પણ સેનું માનવાને તૈયાર થઈએ છીએ. સેના સિવાય કસ હેતે નથી અથવા તે જ્યાં કસ નથી ત્યાં સેનું નથી એવું સૌથી પહેલાં નકકી કરવું પડે છે. જ્યારે એવું નકકી કરીએ છીએ ત્યારેજ રતિભાર સેનું પણ તેનું જ છે એ નિશ્ચય કરી શકાય છે અને જ્યારે રતિસેનાને નિશ્ચય કરીએ એટલે સર્વને પણ નિશ્ચય થવા પામે છે.
શ્રદ્ધા નથી ત્યાં સમ્યકત્વ નથી. આ એક દાબડી છે. એને પ્રથમ તમે દાબડી
' તરીકે ઓળખે છે. જ્યારે તમે આવી એક વસ્તુને દાબડી કહે છે ત્યારે તમારો નિશ્ચય થાય છે કે જે વસ્તુને અમુક આકાર હોય, તેની અમુક પ્રકારની બેઠવણ હોય, તેમાં અમુક પ્રકારની સગવડ હોય તેવી ચીજ તે દાબડી છે અને તેથી એ જાતની જગતની બધી ચીજો તે દાબડી કહી શકાય છે ! હવે એકને તમે દાબડી કહે છે અને તેવી દાબડી બનાવવાનો તમે કારખાનાવાળાઓને ઓર્ડર આપે છે એવી જરા કલ્પના કરો. પછી કારખાનામાંથી તૈયાર થઈને તમારે ત્યાં કાબડીને જ આવે છે. હવે એ જથામાંની એક ચીજ ઉપાડીને પણ તમે તેને દાબડી તરીકે વેચો છે. એક રતિ સેનામાં કે કસ છે તે પ્રથમ તમે શોધી કાઢે છે પછી એક રતિ સેનાના કસ ઉપરથી તમે એવું નકકી કરે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com