________________
આનંદ-સુધાસિંધુ.
(૨૫)
સુષાબિં ૧છે. તમારે માટે પણ તમે હકદાર નથી. રાજકુમારના અજ્ઞાનને ધૂર્ત માણસે પેટે લાભ
ન લઈ લે તે માટે વ્યવહારે તેના ઉપર અંકુશ મૂકી દીધો છે કે માણસ જ્યાં સુધી પુખ્ત વયને થતું નથી ત્યાં સુધી તેણે કરેલી લેવડદેવડ એ વ્યાજબી ગણાતી નથી અને નાદાનવને માણસ જે કાંઈ લેવડદેવડ કરે છે તે તે માટે તેની પૂર્વ પાર્જિત મિલકત જોખમદાર કરતી નથી. માણસને નાદાનવયમાં પિતાની મિલ્કતને કારભાર કરવાની સત્તા આપવામાં આવી નથી એનું એકજ કારણ છે કે તે દ્રવ્યની કિંમત સમજતો નથી, એ વિષય પરત્વે તે અજ્ઞાન છે. રાજકુમાર જેમ પોતાની નાદાનવને લીધે પોતાના રાજ્યની વ્યવસ્થા કરવાને માટે હકદાર નથી તેજ પ્રમાણે ભગવાન્ શ્રી મહાવીર દેવના શાસનમાં મનુષ્ય પણ પોતાના જન્મની વ્યવસ્થા કરવાને માટે પોતે હકદાર નથી. મનુષ્યની પાંચ વર્ષની ઉંમર હોય કે પચાસ વર્ષની ઉંમર હોય, દુનિયાદારીના વ્યવહારથી તે જાણકાર હોય કે અજ્ઞાન હોય તે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ મનુષ્ય અજ્ઞાન છે અને તેથી પરમ કૃપાવાન ભગવાન શ્રી જિનેશ્વર મહારાજાના શાસને મનુષ્યના જીવનની સ્વતંત્ર વ્યવસ્થા કરવાની સત્તા મનુષ્યને આપી દીધી જ નથી! શાસ્ત્રનેજ અનુસરવું ચોગ્ય છે. રાજકુમારના દષ્ટાંત તમે અહીં જરા પુનઃ સ્મરણ કરે;
રાજકુમાર રાજ્યને માણી છે તેની રાજ્ય ઉપર પુરેપુરી માલીકી છે. છતાં તેને માટે કરે પડે છે, કાયદાકાનુને તેને સમજાવવા પડે છે, તેને ભૌતિક જ્ઞાન આપવું પડે છે. આટલું થયા પછી જ્યારે તે દુનિયાદારીના વ્યવહાર સમજવાની લાયકાતે આવે છે ત્યારે તે રાજ્યના કાયદાઓને માન આપતે થાય છે! વિચાર કરી જેજે કે પુખ્તવયે પહેચેલે રાજકુમાર જ્યારે રાજગાદીએ બેસે છે ત્યારે તે એમ નથી કહેતા કે હવે મારું રાજ થયું છે માટે હું મારા રાજ માટે નવા કાયદા બાંધી લઉં છું! પુખ્તવયે પહેચેલે રાજકુમાર પણ પતે નવા કાયદા ન બાંધવા બેસતાં પોતાના પૂર્વજોના સ્થાપિત કાયદાઓને માન આપે છે.
જેમ રાજકુમાર તેિ સુદ્ધાં રાજ્યના સ્થાપિત કાયદાઓને માન આપે છે તેજ પ્રમાણે જે ધમાંથી ભવ્યજીવે છે તેમને પણ તેમનામાં જ્યાં સુધી પૂર્વજ્ઞાનની તિને પ્રકાશ ન થાય ત્યાં સુધી આ પરમપ્રતાપી જેનશાસનના જાણકારોને પૂછીને તે પ્રમાણે જ ચાલવાનું છે અર્થાત્ તેમણે જૈનશાસનના સ્થાપિત કાયદાઓને માન આપવાનું છે. જે અક્કલવાળે નથી અથાત્ જેનામાં શાસ જાણવાની અને સમજવાની શક્તિ નથી તેમણે શાસ્ત્રના જ્ઞાતાઓને પૂછીને તેઓ કહે તેમ વર્તવાનું છે અને જેઓ જ્ઞાની છે અર્થાત જેમનામાં શામ જાણવાની અને સમજવાની શક્તિ છે તેમણે શાસ્ત્ર જેમ કહે તે પ્રમાણે કરવાનું છે અથાત્ શાસ્ત્રને અનુસરવાનું છે.
કાળાપાણીના કેદીઓ. મનુષ્ય જે રાજ્યમાં, જે દેશમાં કે જે ગામમાં રહે છે તે રાજ્યના,
તે દેશના અને તે ગામના સઘળા ધારાધોરણે તે મનુષ્યને માન્ય કરવા જ પડે છે, એ બાબતમાં લાડ, દયા કે અપવાદ કાંઈપણ ચાલતું નથી. એ જ પ્રમાણે જે માણસ જેનશાસનમાં રહ્યો છે, જેણે શ્રીમાન જિનેશ્વર મહારાજાઓની અચળ અને અલંગ સત્તાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com