________________
આનંદ-સુધાસિંધુ.
(૨૩૩)
સુધાબ ૧ હું દેવતાઓને તિર્યચનિમાં નિવાસ, હવે કઈને એવી શંકા થશે કે જે દેવતા દેવ
પણમાંથી ચવે છે તે ચવીને તિર્યચનિમાં જ જાય છે એને શું પુરાવે છે? એવી કઈ શક્તિ છે કે જે ઉપરથી સાધારણ મનુષ્યના મગજમાં પણ આ વાત આવી શકે ! ઠીક! સર્વકાળ દેવતાઓનું વન થયાજ કરે છે પરંતુ એ સર્વકાળની વાત બાજુએ રાખે અને હમણાં માત્ર એકજ કાળની વાતને વિચાર કરો. એક સમયે જેટલા દેવતાઓ ચવે છે તેટલાઓને પણ મનુષ્યનિ ઝીલી શકતી નથી. એક સમયે જેટલા દેવતાઓ એવે છે તેટલા ગર્ભજ મનુષ્ય જ નથી, તે પછી એ બધા દેવતાઓ મનુબેમાં કેવી રીતે સમાઈ શકવાના હતા ? ગર્ભજ મનુષ્ય “૨૯” આંક જેટલા છે ત્યારે એક સમયે જે દેવ, તાઓ આવે છે તેમની સંખ્યા અસંખ્યાતા જેટલી છે ! ગર્ભજ મનુષ્યની સંખ્યા ૨૯ આંક જેટલી અથવા તે ૯૬ વખત વગ બમણુ કરો અને જે આંક આવે તેના જેટલીજ હોય છે. ખ્યાલમાં રાખજે કે ઉત્કૃષ્ટ સ્થળેથી દેવતાઓ એવે છે તેમની સંખ્યા અસંખ્યાતા જેટલી હોય છે, જ્યારે મનુચ્ચે અસંખ્યાતા નથી પરંતુ તેમની સંખ્યા માત્ર ૯૬ વખત બમણ કરે અને જે આવે તેટલી અથવા તે ર૯ના આંક જેટલી જ છે. હવે વિચાર કરે કે એક વખતે જે દેવતાઓ એવે છે તે સઘળાને પણ મનુષ્યનિ જીરવી શકતી નથી તો પછી મનુષ્યની આખી જિંદગીમાં તે અસંખ્ય દેવતાઓ એવે છે તે બધાને મનુષ્ય કેવી રીતે જીરવી શકે વારં? અર્થાત્ એ બની શકે જ નહિ!! મનુષ્યભવ મહામુકેલ છે. તિર્યંચાનું થાળું એટલે કે તિર્યંને સમુદાય આ દેવતાઓને
જીરવી શકે છે, અસંખ્યાતની સંખ્યાતિયામાં છેમનુષ્યમાં નથી. મનુષ્ય અસંખ્ય સંખ્યામાં નથી, મનુષ્યની સંખ્યા અસંખ્ય નથી, પરંતુ તિયાની સંખ્યા અસંખ્ય અર્થાત્ નહિ ગણી શકાય એટલી છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સર્વ સમયે જે દેવતાઓ ચવ્યા કરે છે તેમાં મોટો ભાગ અસંખ્યાત એવી તિર્યંચ નિમાં જ જાય છે. માત્ર તેમાંથી કોઈ રડયોખડ, પડખડાજ મનુષ્યભવમાં આવે છે! મનુષ્યભવ કે મહાન છે અને કેટલું મુશ્કેલ છે તે આ ઉપરથી જાણી શકાય છે.
મનુષ્યભવ આ દુર્લભ છે પરંતુ એ દુર્લભતા આપણા ખ્યાલમાં આવતી નથી તેનું કારણ એ છે કે આપણે નાદાન રાજકુમાર જેવા છીએ. રાજાને ત્યાં અવતરેલા બાળકને રાજ્ય મેળવવાની કેટલી મુશ્કેલી છે, રાજ્ય મેળવવું એ કેવું ભયંકર કામ છે તેને કશો જ ખ્યાલ આવતા નથી અથવા તે આવી મુશ્કેલીઓને અનુભવ પણ નથી! જેના બાપદાદાએ રાજ મેળવી મૂકેલું છે, જેના વંશમાં પેઢી ઘરપેઢીએ રાજ્ય ચાલ્યા જ કરે છે તેના વંશમાં જન્મનારાઓને રાજ્ય મેળવવાની મુશ્કેલીની જરાય ખબર પડતી નથી. - મનુષ્યભવની મહત્તાને ઓળખે. લાખે અને કરે માણસમાં પતે એવું ભાગ્ય પ્રાપ્ત
કર્યું છે કે જેથી પોતે રાજકુમાર તરીકે જન્મે છે પરંતુ એ વસ્તુની મહત્તાને રાજકુમાર જાણતું નથી. જેટલી બેદરકારીપૂર્વક પાંચસે રૂપ આની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com