________________
આંનદ-સુધાસિયુ.
(૨૩૬).
સુધાબં . માન્ય રાખી છે અને જે ધમી તરીકે રહેવા માગે છે તેને પણ શ્રીજિનેશ્વર મહારાજના શાસનની દરેક વ્યવસ્થાને માનવીજ ફરજીયાત છે. જે લેકે એમ કહેતા હોય કે અમારે પાપ પુણ્યને હિસાબ રાખ નથી, અમારે આ થેથાઓની ગુલામી કરવી નથી અમારે “પાવાવવાં પણ જોઈતું નથી એ સઘળાને તમે કાળાપાણીની સજાએ ગએલા સમજી લેજે.
જ્યાં સુધી મનુષ્ય રાજ્યમાં રહ્યો છે ત્યાં સુધી તે તેની ફરજ છે કે તેણે રાજ્યના કાયદા માનવાજ જોઈએ, અને જે કંઈ માણસ એવા કાયદાઓ માનવાની ના પાડે છે, તે તેનું પરિ. ણામ એ આવે છે કે બળાત્કાર તેની પાસે એ કાયદાઓ મનાવવામાં આવે છે અલબત્ત જેને કાળાપાણીની સજા થઈ છે તેને માટે સજા થયા પછી કાયદાનું બંધન રહેતું નથી. (જોકે હવે તો દેશનિકાલ થએલાઓને માટે પણ સ્વતંત્ર શહેરીઓ કરતાં વધારે સખ્ત કાયદાઓ ઘડવામાં આવ્યા છે અને બ્રિટિશ ભારતમાં દેશનિકાલ થએલા કેદીઓને વીસ વર્ષ સુધી કારાવાસમાંજ રાખી મૂકે છે કે જ્યાં તેમને સન્ત અંકુશ પાળવાના હોય છે, એ જ પ્રમાણે જે જે છે તેને જેનશાસનના કાયદાઓ પણ અવશ્ય બંધનકર્તા છે.
જૈન મહારાજ્યના બળવાખો. ત્યારે હવે વિચાર કરો કે જેનશાસનના કાયદાઓ માન્ય
' રાખવાની ફરજમાંથી કેણુ બચી જાય છે? જવાબ એ છે કે જેઓ દેશનિકાલની સજાએ ગયેલા છે તેઓજ એ કાયદાને માન્ય રાખવાની ફરજમાંથી દૂર થાય છે. જે આત્માઓએ જેનત્વનો ત્યાગ કર્યો છે, જેમણે જેનસમાજમાંથી રાજીનામું આપ્યું છે, જેમણે સમ્યગ્દષ્ટિપણને પરિત્યાગ કરે છે એવા સઘળા આત્માઓ આ શાસનની દષ્ટિએ દેશનિકાલ થએલા છે અને તેવાજ માણસે ફકત જૈનશાસનની વ્યવસ્થા પાળવાના ભારમાંથી મુક્ત થએલા છે.
જેઓ જૈનત્વનો ત્યાગ કરવા માગે છે અને જૈન સમાજમાં રહેવા માગતા નથી તેમને માટે તે આપણે કાંઈ પણ બેલી શકતાજ નથી, કહે કે બેલવા પણ માગતાજ નથી, કારણ કે આપણું પહેલું કર્તવ્ય જેનો સાથે છે. ત્યારે હવે વિચાર કરે કે જેઓ જેન તરીકેજ પિતાને ઓળખાવવા માગે છે, જેઓ જેનસમાજમાં રહેવા માગે છે, જેમાં શ્રી જિનેશ્વર ભગવાનના અનુયાયી હોવાનો દાવો કરે છે અને તે છતાં જેઓ જૈનશાસનની સ્થાપિત વ્યવસ્થાને માનવાની ના પાડે છે તેવા સઘળા કયા વર્ગમાં આવે છે? નિરૂપાયવશતાથી કહેવું જ પડશે કે એવા સઘળા જેનમહાસામ્રાજ્યના પ્રચંડ બળવાખોરેજ છે.
તેઓ જરૂર બળવાખે છે. તમે કહેશે કે અરે આ તે સ્વતંત્રતાને જમાને છે. દરેક
માણસ પોતાની મરજી પ્રમાણે વર્તવાને માટે હકદાર છે, તે છતાં એવા માણસને બળવાર કેમ કહી શકાય? આ બધાને જવાબ એકજ છે કે જ્યાં સુધી માણસ પોતે સામ્રાજ્યની અંદર રહે છે ત્યાં સુધી તો તે માણસ સામ્રાજ્યના જે કાંઈ કાયદાઓ હોય તે સઘળા પાળવાને માટે અને તે પ્રમાણે વર્તવાને માટે જવાબદાર છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com