________________
આનંદ-સુધાસિંધુ.
(૨૨૧)
સુધાદિ ૧ લું. તે પછી” પદાર્થ માત્રને ઉત્પત્તિ, વિનાશ અને નિશ્ચળતા છે “એ તમારે સિદ્ધાંત તમારે હાથેજ તમે બેટે ઠરાવે છે.” હવે તમે આત્માની ઉત્પત્તિ નથી એવું કહેશે તે પણ શંકાકાર તે તમને એમજ કહેશે કે એથી તમે જૈનદર્શનને માનનારે છો એમ ગણી શકાતું નથી કારણ કે જેનતત્વજ્ઞાન તો પદાર્થ માત્રને ઉત્પત્તિ, સ્થિતિ અને વિલય છે એમ માની રહ્યું છે. અર્થાત્ તમે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશને માનો છે તે પણ તમે જે નથી અને તમે ઉત્પત્તિ, સ્થિતિ અને લયને નથી માનતા તે પણ તમે જૈન નથી ! મહાનુભાવે ! ત્યારે હવે વિચાર કરો કે તમારૂં જૈનત્વ કેવી રીતે સાબીત થઈ શકે એમ છે? આવા શંકાકાને ઉત્તર એ છે કે ત્રિલેકેશ્વર ભગવાન્ શ્રી મહાવીર દેવનું શાસન તે એવું પુનિત શાસન છે, એટલું બધું સાયન્ટિીક શાસન છે અરે, એટલું બધું તત્વદશી શાસન છે કે તેમાં જરા પણ આક્ષેપને અવકાશ નથી. જૈનશાસન એકલી ઉત્પત્તિને માનતું જ નથી. જેમ જેનશાસન એકલું ઉત્પત્તિને નથી માનતું તેજ પ્રમાણે તે એકલું નાશને પણ માનતું નથી. વળી જેમ તે એકલું ઉત્પત્તિ અથવા એકલું નાશને માનતુ નથી તેજ પ્રમાણે માત્ર તે ઉત્પત્તિ અને નાશ એ બંને વસ્તુને પણ માનતું નથી પરંતુ તે તે ઉત્પત્તિ, નાશ અને નિશ્ચલતા એ ત્રણે વસ્તુને જ એક સાથે માને છે.
જૈનશાસન ઉત્પત્તિ, નાશ અને નિશ્ચલતા એ ત્રણેને એકી સાથે જ માને છે એટલે એ રષ્ટિએ જેનશાસન જીવને નિશ્ચલ પણ માની શકે છે અને જીવને જ્યાં નિશ્ચલ માનીએ છીએ ત્યાં એમ પણ માની શકાય છે કે જીવ અનાદિ અને અનંત છે. હવે કોઈ એવી દલીલ કરશે કે જે તમે જીવાત્માને નિશ્ચલ, અનાદિ અને અનંત માને છે તે પછી તમે જગતના તમામ પદાર્થોને નિશ્ચલ, અનાદિ અને અનંત માનવાને બંધાએલા છો કારણ કે તમારા જ સિદ્ધાંત કહે છે કે જે ગુણધર્મ એક પદાર્થમાં રહેલું છે તેવાજ ગુણધર્મ સઘળા પદાર્થોમાં રહેલે છે !! ઠીક! અહીં જરા વધારે ધ્યાન પહોંચાડશો તે તમારી મુશ્કેલી તમે સહજ દૂર કરી શકશે. એક રતિ સેનામાં જે કસ છે તે કસને જોઈને આપણે જગતના સઘળા સેનાને ઓળખી શકીએ છીએ અથર્ એક રતિ સેનામાં જે ગુણ છે તેજ ગુણ તમામ સેનામાં માનીએ છીએ તેજ પ્રમાણે એક પદાર્થને જે ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્યમય ન માનીએ તે આખા જગતના તમામ પદાર્થોને પણ એ ત્રણ ગુણ વિનાનાજ માનવ પડે છે અને જે એક પદાર્થને ઉત્પત્તિવાળ માને તે તેણે જગતના સઘળા પદાર્થોને પણ ઉત્પાદાદિરૂપે માનવા પડે છે. ખરી રીતે દરેક પદાર્થ ત્રણે ગુણેથી યુક્ત છે અને દરેક પદાર્થ એ ત્રણે ગુણોથી યુક્ત છે એટલે જગતના તમામ પદાથી પણ ત્રણે ગુણેથી યુક્ત છે એ સાબીત થાય છે.
સ્યાદ્વાદને મર્મ સમજે. તત્વજ્ઞાન સમજવું એ બહુજ સહેલી વાત નથી. પદાર્થવિદ્યાના
સિદ્ધાંતે સમજવા માટે બુદ્ધિ, અનુભવ અને શ્રદ્ધા એ ત્રણેની જરૂર છે. એ ત્રણેને ઉપગ કરીને જે જરાક સરખી પણ વધારે બુદ્ધિ ચલાવશે તે આ સિદ્ધાંતમાં રહેલે હૃદયંગમ મર્મ જરૂર સમજી શકશે. હવે અહીં પેલા આંગળીના દષ્ટાંતને ફરીથી વાત કરે. સીધી હોય તે પણ તે આંગળી છે અને આંગળી વાંકી હોય તે પણ તે આંગળી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com