________________
આનંદ-સુધાસિંધુ.
(૨૧૯)
સુધાબંદુ ૧ લું. સઘળેજ આ ત્રણ સ્થિતિ છે. ઉત્પાત, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ વસ્તુઓ શું છે તે
ખાસ સમજવાની જરૂર છે. આ ત્રણે પદાર્થોને સમજવાને માટે આંગળીનું ઉદાહરણ લે. આંગળીના ઉદાહરણ ઉપરથી તમે આ વસ્તુ સારી રીતે જાણી શકશે. આ આંગળી છે. તે સીધી છે. તેને આપણે વાંકી કરીએ, તે વાંકાપણું ઉત્પન્ન થાય છે અને સીધાપણું નાશ પામે છે. આંગળીના વાંકાપણની ઉત્પત્તિ થાય કે સીધાપણની ઉત્પત્તિ થાય યા આંગળીના વાંકાપણાનો નાશ થાય યા સીધાપણનો નાશ થાય પરંતુ દરેક અવસ્થામાં આંગળી તે કાયમની કાયમ જ રહેવાની! વાંકી હોય તે પણ આંગળી જ છે અને સીધી હોય તે પણ આંગળીજ છે અર્થાત્ આંગળીપણું સ્થિર છે. જેમ આંગળીમાં વાંકાપણું ઉત્પન્ન થાય છે એટલે સીધાપણું નાશ પામે છે અને આંગળીપણું સ્થિર રહે છે તે જ પ્રમાણે દરેક પદાર્થમાં પણ સમજવાનું છે. દેવતામાંથી આવીને કે મનુષ્ય થાય છે. મનુષ્યણાને ઉત્પાત થાય છે અને દેવતાપણને નાશ થાય છે છતાં જીવપણું તે કાયમનું જ રહે છે. અર્થાત્ ઉત્પાત વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ વસ્તુઓ વસ્તુમાત્રને વિષે દરેક કાળે, દરેક સ્થળે અને દરેક સ્થિતિમાં કાયમજ હોય છે. કોઈપણ સ્થાન તમને એવું જડવાનું નથી કે જ્યાં તમને એકલી ઉત્પત્તિ અથવા એકલા વ્યયના દર્શન થશે અથવા જ્યાં એકલી ઉત્પત્તિજ હેય નાશ ન હાય !! જ્યાં ઉત્પત્તિ છે ત્યાં નાશ છે. જ્યાં ઉત્પત્તિ છે ત્યાં નાશ પણ છે અને જ્યાં નાશ છે
ત્યાં ઉત્પત્તિ પણ છે. આંગળીનું સીધાપણું નાશ પામે છે ત્યારે જ તેને વાંકાપણાની પ્રાપ્તિ થાય છે અને સીધાપણાની પ્રાપ્તિ થાય છે એને અર્થ એ છે કે વાંકાપણાને નાશ થયેલ છે. “ઉત્પત્તિ થઈ” એ શબ્દ આપણે બેલીએ છીએ તેની સાથેજ આપણે એ વાત સમજી લેવાની છે કે આગલી સ્થિતિને નાશ થાય છે અને “નાશ થયો” એવા શબ્દ જ્યાં બેલીએ છીએ ત્યાં એમ સમજવાનું જ છે કે નવી કેઈપણ સ્થિતિનું સર્જન થયું છે. વાંકાપણાને નાશ એટલે સીધાપણાની ઉત્પત્તિ અને સીધાપણાની ઉત્પત્તિ એટલે વાંકાપણનો નાશ. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઉત્પત્તિ છે ત્યાં નાશ છે અને જ્યાં નાશ છે ત્યાં ઉત્પત્તિ પણ છે. ઉત્પત્તિ વિના નાશ નથી અને નાશ વિના ઉત્પત્તિ પણ નથી એને અર્થ એ છે કે ઉત્પત્તિ અને નાશ એ બંનેને પરસ્પર સંબંધ રહેલેજ છે. ઉત્પત્તિ અને નાશને તમે આ રીતે કબુલ રાખે છે. હવે આપણે એથી પણ એક ડગલું આગળ વધવાનું છે. ઉત્પત્તિ અને નાશ એ વાત તે ઠીક! પરંતુ તેની ઉત્પત્તિ અને કોને નાશ તેને વિચાર કરે. કોઈપણ પદાર્થ જ ન હેય તે પછી ઉત્પત્તિ પણ કેની થાય અને નાશ પણ કોને થાય? માટે એમ નક્કી થાય છે કે ઉત્પત્તિ અને નાશ એ સિવાય ત્રીજી કાંઈ પણ વસ્તુ હેવી જોઈએ. પદાર્થમાત્ર ત્રિવિધાત્મક છે. ઉત્પત્તિ અને નાશ એ બંને સ્થિતિ વખતે ત્રીજે કોઈ
પદાર્થ આવીને ઉભે રહે છે કે જે પદાર્થ ઉત્પત્તિ અને નાશ એ બંને વખતે હાજર હોય છે. અર્થાત્ ઉત્પત્તિ અને નાશને માન્ય રાખે છે તે એવા ત્રીજા કે પદાર્થને માન જ પડે છે કે જે પદાર્થની ઉત્પત્તિ અથવા નાશ થાય છે. કપડાં ઉપર લાલ રંગ હોય તેને લાલ રંગ કાઢી નાખો અને તેના ઉપર તમે ધળો રંગ ચઢાવે અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com