________________
આનંદ-સુધાસિંધુ.
(૨૨૫)
સુધાબિંદુ ૧ ૯. નથી અથવા તે મન, વચન કે કાયાના વેગો પણ સંવર કે નિર્જ રારૂપ બની શક્તા નથી. . આટલા માટે નવતત્વમાં મિથ્યાત્વાદિ ચાર કર્મબંધના કારણે ગણવામાં આવ્યાં છે. જે જીએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી છે તે જીને પણ વેગ હેાય ત્યાં સુધી તેઓને બંધ થાય છે. જે છ કેવળજ્ઞાન પામેલા છે તેવા જીવોને પણ મન, વચન અને કાયાને વેગ હોય ત્યાં સુધી તે બંધ હોય જ છે. એટલે જ શુભ કે અશુભ બંધ થાય તે વાત જુદી છે સંવર કે નિર્જરાપણે એ ચાર ન થાય. હવે પ્રશસ્ત રાગની દશા કેવી હોય તે તપાસો. પ્રશસ્ત કપાય હોય ખરે કે નહિ? જ્યાં પ્રશસ્તરાગ હોય છે ત્યાં જ્ઞાનાવરણીય કર્મ,
દર્શનાવરણીય કર્મ અથવા તે અંતરાય કર્મનો બંધ હાઈ શકતા નથી. ત્યારે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે પ્રકૃતિકર્મને બંધ ન હોય તે વખતે પ્રશસ્ત કષાય હાય છે કે નહિ અર્થાત્ આત્માના ક્ષય, ઉપશમ, ક્ષયે પશમના ઘેર નિર્ભર કરશે. પ્રશસ્તરાગ સોનું અને ચાંદી એ બંને પદાર્થોને તમે ભેગા કરી નાખો, તેને ગાળીને એક
લગડી બનાવી દે, તે તે વખતે તમે એ લગડીને સેના તરીકેજ સમજે છો., પરંતુ લગડી જ્યાં કસ ઉપર ચઢે ત્યાં તેમાં સોનું કેટલા ભાગ છે અને ચાંદી કેટલા ભાગ છે તે આપણું જાણવામાં આવે છે. સોનાને રંગ પીળો છે અને પીળાને પ્રભાવ ભારે છે, તેથી લેકે તે પીળું એટલું સોનું માની લે છે, પરંતુ જેને કસ કાઢવો છે તેનાથી પીળું એટલું સોનું માની શકાય નહિ! જે તે પણ પીળું એટલું સેનું એવો જ હિસાબ રાખવા જાય તે તેને દુકાને તાળાંજ દેવા પડે!! કસવાળાએ કસ લેતી વખતે તો વિચાર કરે જ જોઈએ કે લગડીમાં આટલા ભાગ સોનું છે અને આટલા ભાગ ચાંદી અથવા રૂક્યું છે. તે જ પ્રમાણે પ્રશસ્તરાગમાં કર્મનિર્જરા થાય તે બુદ્ધિમાનીએ તો એમ સમજવું જ જોઈએ કે એમાં આટલો અંશ બંધનો છે અને આટલે અંશે નિર્જરાને છે. બધ અને નિર્જરા એક સાથે શક્ય છે? હવે કેઇ એ પ્રશ્ન ઉઠાવશે કે પ્રકાશ
અને અંધકાર બંને લૌકિક દષ્ટિએ સાથે રહી શકતા નથી, એકજ અંશમાં સત્ય અને અસત્ય સાથે રહી શકતા નથી, અથવા એકજ અંશમાં પાપ અને પુણ્ય પણ લૌકિક આંખે સાથે રહેલા જણાતા નથી તો પછી કર્મબંધ અને કર્મનિર્જરા એકી સાથે કેવી રીતે રહી શકે છે? જરા વધારે વિચાર કરશે તે માલમ પડશે કે કર્મબંધ અને કર્મનિર્જરા બંનેને સાથે રહેવામાં કઈપણ જાતને વાધે સંભવ નથી. કોઈ પણ આત્મા આ સંસારમાં એ નથી કે તે બંધ અને નિર્જરા સાથે ન કરતે હાય! આપણે જીવ પહેલાના ભવના કર્મ બાંધેલાં હોય છે તેની નિજ કરે છે અને તેજ જીવ નવાં કર્મો બાંધતું જાય છે. ખુદ નિગોદથી માંડીને તેરમા ગુણસ્થાનક સુધી અથવા તે સર્વાર્થસિદ્ધ સુધી
શો તે બધે જ તમને નિર્જરા અને બંધ સાથેજ દેખાય છે. આ સ્થળે પણ જુનાં. કર્મોને ઉદય થઈ તેની નિર્જરા કરવામાં આવે છે અને નવાં કર્મોને બંધ ચાલુ જ રહે છે માત્ર એકલું ચૌદમું ગુણસ્થાનક એજ એવું સ્થાન છે કે જ્યાં નિર્જરા માત્ર હેય છે અને નવાં કર્મોને બંધ ત્યાં થવા પામતે નથી. એ ચૌદમા ગુણસ્થાનકનું આયુષ્ય માત્ર પાંચ હવાક્ષર આંતરમૂહુર્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com