________________
( ૧૧ )
wwwM
આનંદ-સુધાસિંધુ.
સુધાબંદુ ૧ લું.. તળે ઉપર થઈ જઈએ છીએ ત્યારે બીજી બાજુએ ચાણક્યને પિતા પિતાના પુત્રને રાજ્યની પ્રાપ્તિ ન થાય તે માટે તેને દાંત ઘસી નાખે છે. તમને ચાણકયના પિતાની સ્થિતિને ખ્યાલ કદાચ ન આવી શકતું હોય, પરંતુ એ ખ્યાલ તમારે રાખેજ æકે છે. તમે એવી કલ્પના કરો કે તમારે નાનું બાળક છે. તેની ગ્ય વયે તેને દાંત ઉગ્યા છે અને તે દાંત તમારે ઘસીને કાઢી નાંખવા છે. શું તમારે જીવ એ કાર્યમાં ચાલે ખરો કે? તમારે પ્રત્યક્ષ દાંત ઘસી નાંખવા નથી માત્ર કલ્પનાજ કરવાની છે પરંતુ એ કલ્પના પણ તમે નથી કરી શક્તા ત્યારે ચાણકયને પિતા કાનસ લઈને તેના દાંત ઘસી નાંખે છે એ સ્થિતિની મહત્તા વિચારી જુઓ. ચાણક્યના દાંત તેના પિતાએ ઘસી નાખ્યા પછી તે તિષીને પૂછે છે કે હવે રાજગાદી ઉપર કેણ બેસશે?
જ્યોતિષી જવાબ આપે છે કે હવે ચાણકયને સ્થાને એનું પુતળું ગાદીએ બેસશે ! અર્થાત પુતળા જેવા રાજાને ગાદીએ બેસાડી રાજ્યવ્યવસ્થા પિતાના હાથમાં રાખશે. ચાણકયને પિતા જ્યારે આ જવાબ સાંભળે છે ત્યારે જ તેને સંતોષ થાય છે!
લક્ષમી ચાંદલે કરવા આવે ...” સાચું શ્રાવકપણું એટલે શું અને તે કઈ જગાએ
છે તે વસ્તુ તમે આ ઉદાહરણ ઉપરથી સારી રીતે સમજી શકશે ! શ્રેણિમહારાજા અને અભયકુમારના ઉદાહરણને હવે વિચારી જુઓ. મગધ દેશમાં જે વખતે મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા તે વખતે આખા દેશમાં મગધનું રાજ્ય એ મહારાજ્ય ગણાતું હતું. આજે આખી દુનિયામાં કોઈ અંગ્રેજોનું રાજ નથી તે છતાં સ્થિતિ એ છે કે ગ્રેટ બ્રિટનમાં એક પાંદડું પણ હાલે છે એટલે આખી દુનિયા તેના તરફ કાન માંડીને સાંભળી રહે છે. તે સમયે મગધની એ સ્થિતિ હતી. મગધનું રાજ્ય એટલે ભારતનું મહારાજ્ય. મહારાજા શ્રેણીક એ મગધ દેશના રાજા હતા અને અભયકુમાર એ તેમને યુવરાજ હતે. મહારાજા, અભયકુમારને કહે છે કે “આ મગધદેશનું વિશાળ રાજ્ય તને આપી દઉં છું તે લઈ હે ” અલયકુમાર કહે છે: ઉભા રહા હું જરા જઈ “ભગવાનને પૂછી આવું છું!” હવે અભયકુમારની આત્મપરિણતિ કેવી છે તેને ખ્યાલ કરે તમે આવી સ્થિતિ હોય અને કઈ ના કહે અથવા જરા ઉભા રહેવાનું કહે છે એમ કહે છે કે “લીમી ચાંદલો કરવા આવે છે ત્યારે મેં છેવા જાય છે. તમારી વાત સાચી છે પરંતુ જે ચીજ સામે આવતી હોય તેને એ માણસ જે લક્ષમી ન સમજતો હોય તે અલબત્ત તે મેં દેવાનું ન સમજે પરંતુ જો તે માણસ એ ચીજને લક્ષ્મીજ ન સમજતે હોય તે પછી તે તે મેં ધોવા જાયજ ને ! અરે મેં ધોવાની વાત શી કરી છે, જે માણસ લક્ષમીને લક્ષમી નથી સમજતા અને લાકડીજ સમજે છે તે તે. માત્ર મેં ધોવાજ ન જાય પરંતુ એ લાકડીની સામેથી હંમેશ માટેજ મેં ફેરવીજ લેને !
લક્ષમી, હકમી નથી પણ લાકડી છે. જે આત્મા લક્ષમીને લક્ષમીજ નથી માનતે તેને જે લાકડીજ
માને છે તે તે એ લાકડીનો ફટકોજ બેસવાનું છે એમ પહેલેથીજ સમજી લે છે અને એ લાકડીને છેડીને દૂરજ ભાગે છે! અભયકુમાર મહાબુદ્ધિશાળી હતા. સારાસારના જાણકાર હતા મહાન વિચારવાળા હતા એટલે તરત જ તેમણે રાજલક્ષમીરૂપ લાકડીથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com