________________
આનંદ-સુધાસિંધુ
(૨૧૩).
સુયાબિટ ૧ , જેની આવી સ્થિતિ છે જે આત્માની આવી ભવ્ય પરિણતિ છે તેને દુનિયાદારીની વસ્તુઓથી તીર્થકર ભગવાનને જ્ઞાનવૈભવ માપવાપણું હોયજ નહિ! જેને મન આંકડે અવશેષ ન હોય, જે દુનિયાની સમૃદ્ધિને આંકડે નહિ પણ શૂન્યજ માનતો હોય તેને મન તે શૂન્યને ગમે તેટલાએ ગુણે તેને કાંઈ અર્થ નથી પરંતુ જેને દુનિયાદારીના વૈભવની કિંમત હોય એ કિમત તરીકે જે એકડો મુક્ત હોય તેને જ એ એકડા સાથે બીજા આંકડાઓ માંડીને ગુણાકાર કરવાને બાકી રહે છે. જેના મનમાં દુનિયાદારીના વૈભવની કિંમત છે તે જ માણસ એ વૈભવ કરતાં ત્યાગને વૈભવ કેટલા ગણે છે એ પ્રશ્ન વિચારવા બેસી શકે છે પરંતુ જેના આત્માને એ વાત કબુલ છે કે આ દુનિયાદારીને વૈભવ તે તે મોટું “૦” (શૂન્ય) છે તે આત્માઓ તે તીર્થંકર દેવેનું કેટલું માન રાખે તેની માત્ર ક૯૫નાજ કરવી બસ છે. જે આત્મા એમ સમજે છે કે નિગ્રંથ પ્રવચન એજ એક કલ્યાણ કરનારી વસ્તુ છે અને બીજું બધું આ સંસારમાં જે કાંઈ છે તે જુલમ કરનારૂં છે તે તે ગુણાકાર કરવાની કદી વાતજ કરવાનો નથી. જુલમ કરનારને ગુણાકાર કરીએ તે તેનું પરિણામ પણ એજ આવે છે કે જુલમ વધીજ જાયદુનિયાને જુલમગાર ગણે અને પછી તેને ગુણાકાર કરવા જાઓ તે પરિણામ એજ આવશે કે જુલમ વધવા પામશે. એજ પ્રમાણે રાજ, સંસાર, કુટુંબ એના મળવાથી અથવા એના સંબંધમાં ઈચ્છા પ્રમાણે અનુકુળ કિંવા ઈચ્છા પ્રમાણે પ્રતિકૂળ સંગો મળવાથી જે લાગણીની પ્રાપ્તિ થાય છે એને જ જે તમે સંતોષ માની લે તે એ તમારી પહેલા નંબરની ભૂલ છે કે બીજું કાંઈ? અને જો તમે એજ સત્તષને સાચે સંતોષ માનતા છે તે તે પછી કહેવું જોઈએ કે તમારે હિસાબે તીર્થકર દેવે એ હાલીના રાજાઓજ છે !!!
એકજ સારે તે બીજ ભંડા! તમે તમારા આત્માને છેતરવાની વાત ન કરશે. જે
તમે એમ ગણતા છે કે સંસારને વિભવ સારે છે તે પછી સંસારને એ વૈભવ તમોને મેળવી આપે તે સારો કે એ તમારે વૈભવ જે છોડાવી દે તે સારે? જે વૈભવ સારે છે તે છેડનાર શું છે અને એ વૈભવ છોડાવવાની પણ જે વાત કરે છે તે શું કરનારાજ છે. જે તમે ભેગને જ સારે ગણતા છે, અને તમે ભેગનેજ આદરવા લાયક માનતા હે તે એ વાત સ્પષ્ટ કરો. જો તમે ભોગજ સારે ગણતા હો તે તે ત્યાગને ખરાબ ગણે છો એ ખુલ્લું કરે અને ત્યાગીને પૂજે છો એ સાચા રાજા તરીકે નથી પૂજતા પણ આગળ જણાવ્યું તેમ હળીના રાજા તરીકે પૂજે છે એ વાત જાહેર કરી દે. જેઓ તીર્થકર ભગવાને આવા હેળીના રાજા ન ગણતા હોય, તેમને સાચા રાજા માનતા હોય અને તેમને જગતના ઉદ્ધારક માનતા હોય તે તે તેમને પૂજતાં પૂજતાં ગમે ત્યારે પણ એ ત્યાગને મેળ વવાના છે એ વાત સ્પષ્ટ છે. ઘેડેસવાર કન્યાકુમારીથી કાશ્મીર જવા નીકળશે તે તે જલદી પહોંચશે અને કોઈ ડોશીમા ડગલાં ભરતાં ભરતાં જાય તે પાંચ વરસે પોંચશે; પરંતુ જે તે ખરે રસ્તે ચાલ્યા જ કરશે તે ગમે ત્યારે પણ તે ડેશીમા કાશ્મીર પહોંચવાના તે છેજ, એ વાત નિશ્ચય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com