________________
આનંદ-સુધાસિંધુ.
(૨૧૬)
સુધાબિંદુ ૧ લું
સ્યાદ્વાદનો મર્મ પર
સવજ્ઞપણું એટલે શું ?
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન્ યશવિજયજી મહારાજાશ્રીએ ભવ્યજીના કલ્યાણથે “જ્ઞાનસાર” નામક ગ્રંથ રચે છે તેમાં તેઓશ્રી જણાવે છે કે જીવાદિક પદાર્થો અનંત છે, પાર વિનાના છે અને તેની ગણત્રી થઈ શકે એવું નથી. એ સઘળા જીવાદિકતોમાં અને સઘળા પદાર્થોમાં જ્યારે યથાવત્ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે ત્યારે ત્યાં સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે એમ સમજવાનું છે. આપણે કોઈપણ પદાર્થને જાણવાનો યત્ન કરીએ છીએ પરંતુ એ યત્ન ત્યારે જ થાય છે કે જ્યારે એ પદાર્થ જાણવા જે છે એવું આપણે માનીએ છીએ. પદાર્થ જાણવા ગ્ય છે એવું માન્યા વિના આપણે તે જાણવાનો પ્રયત્ન કરતા જ નથી. એ રીતે આખા સંસારમાં જે અનંત પદાર્થો છે તે જાણવાની આપણે જરૂર ન માનીએ ત્યાં સુધી તે પદાર્થો જાણવાની પણ આપણે કાળજી રાખતા નથી. આવી રીતે કાળજી પૂર્વક મહેનત લઈ જ્યાં સુધી આપણે પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી પદાર્થોનું યથાવતજ્ઞાન થતું નથી અને જ્યાં સુધી પદાર્થોનું યથાવત જ્ઞાન થતું નથી ત્યાં સુધી શ્રદ્ધા પણ ઉત્પન્ન થવા પામતી નથી. સર્વજ્ઞ પણું તે કહેવાય છે કે સઘળા પદાર્થોને યથાવિધ જાણવા. જે આત્મા સઘળા પદાર્થોને યથાવત જાણે છે તે સર્વસ છે. સમ્યકત્વમાં પણ એજ સ્થિતિ છે. જે સર્વ પદાર્થોને જાણે છે તેને જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થએલી છે એમ કહી શકાય છે અને જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે જ તેના પછી સર્વજ્ઞપણાની પ્રાપ્તિ થાય છે અર્થાત્ સમ્યક્ત્વ થયા વિના સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થવી અશકય છે. સમ્યકત્વ પછી સર્વજ્ઞતા. જ્યારે સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે જ તેના પછી સર્વજ્ઞ
પણું મળે છે. ચારિત્ર અને સભ્યત્વ એ બંને સાથે જ હોય છે. ઘણpવાર અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન પણ સભ્યત્વની સાથે જ હોય છે પરંતુ કેવળજ્ઞાન કદી સમ્યક્ત્વની સાથેજ હોતું નથી. ચારિત્રની પ્રાપ્તિ થતાં પહેલાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે સમ્યક્ત્વ મળે છે તે પછી ચારિત્ર ધારણ થાય છે. ચારિત્રની પ્રાપ્તિ થયા પછી મોહનીકમ તેડવેને આરંભ કરવામાં આવે છે તે પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મ તેડવામાં આવે છે અને એ બધાને અંતે જ સર્વજ્ઞપદની પ્રાપ્તિ થાય છે. હવે કોઈ એવી દલીલ કરશે કે સર્વજ્ઞપદની પ્રાપ્તિ થયા વિના સઘળા પદાર્થોને જાણવાનું બની શકતું નથી અને (સર્વજ્ઞ થઈ) સઘળા પદાર્થોને ન જાણીએ ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. વળી બીજી બાજુએ સર્વજ્ઞની પ્રાપ્તિ પહેલાંજ સમ્યકત્વની પ્રાપ્તિ થવી જોઈએ એમ કહેવામાં આવ્યું છે ત્યારે હવે આ બંને વાત શી રીતે બની શકે ! ઠીક, ધારે કે એક મનુષ્ય એક રતિ સેનું લે છે રતિ સોનું લઈને તે માણસ એ સેનું કસોટીએ ચઢાવે છે અને તેને કસ કાઢે છે. આખા જગતનું સઘળું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com