________________
આનંદ-સુધાસિંધુ.
(૨૧૪)
સુધાબિંદુ ૧ લું. એનું એ શોભીતી બેડી છે. એ જ પ્રમાણેની તમારી દશા છે. તમારામાં જોઈએ તે
ત્યાગની તીવ્રતા ન થઈ હોય તમે જોઈએ તે દીક્ષા લેવાનાજ ઈરાદે દેવપૂજા ન કરતા હો છતાં જે તમે એમ માનતા હશે કે જગતની સંપત્તિ એ સઘળી સોનેરી બેડી છે અને ત્યાગ એજ એક અક્ષયધન ભંડાર છે તે તમે લાખો વખત યા કરડે વખત દેવપૂજા કર્યાથી ત્યાગના તાત્પર્યમાં તે જરૂર આવશેજ ! અલબત્ત ફેર એટલો જ પડશે કે જે પેલા ઘોડેસ્વારની માફક શક્તિવાળો હશે તે જલદી પહોંચી જશે અને જે ઓછી ગતિવાળે પેલી ડોશીના જે હશે તે હજારો વાર લાખાવા૨ કરોડોવાર દેવપૂજા કર્યા પછી ત્યાગની પરિણ તિમાં આવી શકશે, પરંતુ જો તમે સીધે રસ્તે ચઢ્યા હશે તે ધારેલે સ્થળે જરૂર પહોંચી
શો! તમે હજારો વખત પૂજા કરી. લાખો વખત પૂજા કરી કે ગમે એટલીવાર પૂજા પરંતુ તમારી એ બધીય પૂજા ત્યાગને માટે જ છે. હવે તમારી પજા ત્યાગને માટે જ છે અને હજારો, લાખે કે કરડેવાર તમે પૂજા કર્યા પછી તમે એ પૂજાના કાર્યરૂપ (ફળરૂ૫) ત્યાગ મેળવી શકે છે ત્યારે તમારે ત્યાગકાર્યોના કારણરૂપ પૂજા કરવી એ નકામું થઈ જાય છે. ત્યાગ રૂ૫ ફળ મેળવી લીધેલાને પૂજા કરવાની કશી જરૂર રહેતી નથી. જે માણસ કામીરમાં નથી રહેતા અને કન્યાકમારીમાં રહે છે તેને કાશ્મીર આવવા માટે દોડવાની જરૂર પડે છે કે ચાલવાની જરૂર પડે છે પરંતુ જ્યાં તે કાશ્મીરમાં આવીને દાખલ થાય છે અથવા તે કાશ્મીરને જ રહેવાસી બને છે કે તે પછી તેને કાશ્મીર જવા માટે દેટ મૂકવાની જરૂર રહેતી નથી છતાં પણ જો કોઈ કાશમીરનોજ વતની રસ્તા ઉપર નીકળીને, “હું તો કાશ્મીર જાઉં છું મારે તે કાશ્મીર જવું છે.” એમ કહીને માર્ગમાં દોડાદોડ કરી મૂકે છે કે તેને ગાંડાજ કહે! તેમને પણ મૂર્ખજ સમજજે. જેમ કાશ્મીર પહોંચી ગયેલાને, કાશ્મીરમાં દાખલ
થયેલાને કાશ્મીર જવા માટે દોડાદોડ કરવાની જરૂરજ રહેતી નથી તેજ પ્રમાણે દેવપૂજાના કારણરૂપ ત્યાગ પણ જેણે મેળવી લીધું છે એવા સાધુઓને ભકિતપૂર્વકની દ્રવ્યપૂજા કરવાની જરૂર જ રહેતી નથી. હવે એક માણસ કાશ્મીર પહોંચી ગયો છે તે માણસ દિલ્હીમાં રહેનારા કઈ મિત્રને એવો કાગળ લખે કે ભાઈ, જે તારે કાશ્મીર આવવું હોય તે દિલ્હીથી ફલાણી ફલાણી ગાડીમાં બેસીને આવ, એ ગાડીમાં તું બેસશે તે તારાથી કાશ્મીર આવી શકાશે!” આ કાગળ વાંચીને દિલ્હીમાં રહેનાર માણસ કાશ્મીરવાળા માણસને માટે એમ કહે કે “જો ભાઈસાહેબ પિતે તે કાશ્મીર જવા માટે ગાડીમાં બેસવાને નથી અને મને ગાડીમાં બેસવાનું કહે છે ! જા! તું તે એ ગાડીમાં નથી બેસતે માટે હું પણ ગાડીમાં નથી બેસવાને !” મહાનુભાવ! હવે વિચાર કરો કે તમે આ દિલ્હીવાસીને પાગલ ગણશે કે તેને બીજે કાંઈ ખિતાબ આપશો ? એજ સ્થિતિ તમે અહીં પણ લાગુ પાડજે. જેમણે ત્યાગરૂપ સાધુપણું મેળવ્યું છે સર્વોરંભ પરિગ્રહ કષાય એને જેમણે ત્યાગ કરી દીધે. છે તેવાઓને અલબત્ત આગગાડી રૂપ દ્રવ્યપૂજાની જરૂર નથી પરંતુ જેઓ ત્યાગમાં જઈ પહોંચ્યા નથી અને જેઓ ત્યાગ સ્વીકારી ચુક્યા નથી, તેઓ જે સાધુઓ દ્રવ્યપૂજા નથી કરતા તે પછી અમારે દ્રવ્યપૂજા કરવાની શી જરૂર છે એવું કહે છે તેનું સ્થાન પણ મૂખના વર્ગસાંજ ગણી શકાય!!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com