________________
આનંદ-સુધાસિંધુ.
(૨૧૫)
સુધાબિંદુ ૧ લું. દ્રવ્યપૂરની અનિવાર્ય જરૂર. સર્વવિરતિ જેમણે અંગીકાર કરી છે તે સમુદાય દ્રવ્યપૂજાની
ટીકીટ ન લે તો બેશક તેમને તેની જરૂર જ નથી, પરંતુ તે જોઈને દેશવિરતિવાળો પણ દ્રવ્યપૂજાની ટીકીટ લીધા વિનાજ લેટફેર્મ ઉપર ઘુસવા જાય તો તેનું પરિણામ એજ આવે કે સિપાઈઓ ધકે મારીને નીચે ઉતારે વસ્તુત: તાત્પર્ય એ છે કે સાધુઓ પતે પૂજા કરતા નથી તેનું કારણ એ છે કે પૂજાનું ફળ જે ત્યાગ છે એ ત્યાગને તેમણે મેળવી લીધું છે પરંતુ જેમણે એ ત્યાગને નથી મેળવી લીધો એવા વર્ગને તે દ્રવ્યપૂજા કરવાની અવશ્ય જરૂર છે. સાધુઓ પોતે દેવપૂજા નથી કરતા તેનું કારણ એ છે કે તેમણે ત્યાગની ભૂમિકા પ્રાપ્ત કરી છે પરંતુ જેમણે એ ત્યાગની ભૂમિકાની પ્રાપ્તિ નથી કરી, તેવાઓને સાધુએ દેવપૂજાનો ઉપદેશ આપે એ પણ વ્યાજબીજ છે. દાકતર પિતાની પાસે દવાની ભરેલી બાટલી રાખે છે. દાકતર સ્વયં જેટલી દવા હોય તેટલી પીવા લાગતું નથી પરંતુ તેથી તે દરદીને દવા આપતે બંધ થઈ જતા નથી. અથવા દરદી દાકતર જોડે કાંઈ એવે વાદવિવાદ પણ કરવા બેસતું નથી કે, “તમે દવા પીતા નથી તે પછી તમને એ “દવા પી એવું કહેવાનો અધિકાર નથી અને છતાં જે તમે મને દવા પીવાને આદેશ આપશે તે હું એ આદેશ પાળનાર નથી કારણ કે તમે મને જે વસ્તુ ઉપદેશે છે તે તમે જાતે કરતા નથી !” દરદીએ દાકતર જોડે આવી રીતનો મિથ્યા પ્રલાપ કરે એ મૂર્ખાઈ છે તેજ પ્રમાણે સાધુએ પૂજા કરતા નથી માટે અમે પણ પૂજા કરતા નથી એવું દેશવિરતિવાળાએ કહેવું એ પણ મૂખઈ છે. સાધુ ત્યાગને પામેલા હોવાથી તેઓ પોતે પૂજા ન કરે છતાં શ્રાવકને તેઓ દેવપૂજાને ઉપદેશ આપવા શાસિય દષ્ટિએ હકદાર છે અને શ્રાવકોએ ઉપદેશના પાલનને માટે પણ શાસ્ત્રિયદષ્ટિ એજ જરૂર જવાબદાર છે.
દેવપૂજાનું પ્રયોજન શું” સાધુઓને આદેશ પામીને જેને દેવપૂજા કરે છે પરંતુ એ
દેવપુજા શા માટે કરવામાં આવે છે તે વિચારે. શુદ્ધ દેવાદિને આપણે શા માટે પૂજવા યોગ્ય માન્યા છે તે તપાસો! આપણે એમને પૂજ્ય માન્યા છે તેનું કારણ એટલુંજ છે કે જે છેડવા લાયક છે તે તેમણે છેડયું છે જે મેળવવા લાયક છે તે તેમણે મેળવ્યું છે અને આપણે હજી પગથીયે ઉભા છીએ, આ ભાવના તેનું જ નામ ભાવ સમ્યકુત્વ અથવા નિશ્ચયસમ્યક્ત્વ છે. તીર્થકર ભગવાન ચઢી ગયા છે તેમણે ત્યાગની પ્રાપ્તિ કરી લઈ મોક્ષની પણ પ્રાપ્તિ કરી છે અને તેમણે પિતેજ માર્ગે ચઢયા હતા તે માર્ગ પણ દર્શાવ્યું છે. આ માર્ગ આ ચઢવાના સ્થાનકે પહેલાં ધ્યાનમાં લેવાવાં જોઈએ. જે વ્યકિત પ્રથમ એ સ્થાનકે ધ્યાનમાં લે છે, તે પછી તે આ ભવને મહા ભયંકર પર્વત માને છે અને છેવટે તેને ઓળંગવાની જરૂરીયાત માનીને તેને ઓળંગે છે, તે જ વ્યક્તિ મુનિ પણાને પામે છે. આ મુનિ પણને જે પામે છે તે કેત્તર સંજ્ઞામાં પ્રવેશ કરે છે. હવે એ લોકોત્તર સંજ્ઞામાં પ્રવેશનાર “ મુનિ ” કઈ વસ્તુઓમાં તલ્લીન હોય છે. અર્થાત્ મુનિનું જીવન કેવું હોય છે, તે જોઈએ. . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com