________________
આનંદ-સુધાસિંધુ
(૨૦૦)
સુધાબિંદુ ૧ લું. પ્રમાણે સાધુઓ અને પૂજા સંબંધીનું પણ તેમનું કથન નકામું કરે છે. તમારી રસાઈ થઈ નથી. નવકારમંત્રનો ઉપદેશ કેવળી ભગવાને આપે છે, એ ઉપ
દેશ છદ્મસ્થાએ આ નથી, છતાં પણ એ ઉપદેશને સઘળાજ માન્ય રાખે છે. જે કેવળી મહારાજાએ પોતે નવકારમંત્ર ગણ્યા વિના અથવા તીર્થકર ભગવાનેને પૂજ્ય ગણ્યા વિના તેને ઉપદેશ આપે છે અને તે ઉપદેશ આપવામાં તેઓ વાસ્તવિક હેઈ, તે ઉપદેશ લોકેએ પાળજ વ્યાજબી છે, તે પછી એજ ન્યાયે શ્વેતાંબર સાધુએ પોતે પૂજાજિનબિંબ પૂજા-કર્યા વિના બીજાઓને જિનબિંબ પૂજાનો ઉપદેશ આપે, એ પણ વ્યાજબી હેઈ તે ઉપદેશ લોકેએ પાળ એજ વાસ્તવિક છે. હવે એ વસ્તુનો વિચાર કરો કે ભગવાન કેવળી મહારાએ બીજાને આ બાબતને ઉપદેશ આપે છે તે પછી તેઓ પોતે શા માટે તેને આચરતા નથી? એક રીતે કહીએ તો કેવળી રસોઈ કરી ચુક્યા છે ત્યારે તમારે અમારે રસોઈ કરવાની બાકી છે. કેવળીએ ક્ષીણમોહની દશામાં છે અને આ ક્ષીણુમેહની દશામાં હોવાથી તેમને હવે નમસ્કારનું ફળ લેવાનું નથી તેથી જ તેઓ નવકારમંત્ર ગણતા નથી. જેને જમવાની આકાંક્ષા છે જેણે હજી સેઈ કરી નથી તે માણસ ચુલો સળગાવે છે પરંતુ તેની રસોઈ થઈ રહે છે કે તે પોતાનો ચુલે ઠંડે કરે છે! રસાઈ થઈ રહ્યા પછી પણ જે પિતાને ચુ કેઈ સળગતે રાખીજ મૂકે તે આપણે તેને મૂર્ણો કહ્યા વિના રહેતા નથી પરંતુ રસોઈ થઈ હોય તે પિતાને ચુલે થં કરે તે જોઈને જેની રસોઈ તૈયાર ન થઈ હોય તે પણ પિતાને ચુલો બંધ કરે તે તે ભૂખે મરવા વિના ન જ રહે. કાર્ય કારણને સંબંધ સમજો. કેવળજ્ઞાનીઓ કેવળજ્ઞાન મેળવવા માગતા હતા તેમને
કેવળજ્ઞાનરૂપી ભોજનની જરૂર હતી તેટલા માટે તેમણે ભક્તિરૂપી ચૂલે ચેતવી દીધું હતે હવે તેઓ કેવળજ્ઞાન મેળવી ચુકયા છે એનો લૌકિક દષ્ટિએ કહીએ તે એવો અર્થ થઈ શકે છે કે તેમની રસોઈ તૈયાર થઈ ગઈ છે. પિતાની સેઈ તૈયાર થઈ ગયા પછી તેઓ પોતાને ભક્તિરૂપી લે સળગતે બંધ કરે એજ વ્યાજબી છે અને તેથી જ હવે તેઓને નવકારમંત્ર આદિની જરૂર રહી નથી, પરંતુ તેમનું જોઈને જેની રસોઈ તૈયાર થઈ નથી તે માણસ પણ રસેઈ થવાની હોય તે છતાં પણ ચુલે બંધ કરે, તો એમાં ચકખી મૂર્ખતા રહેલી છે, તે જ પ્રમાણે જેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ તેઓ નવકારમંત્ર વગેરેને ત્યાગ કરે છે તે પણ એક જાતની ભૂખ સિવાય બીજું કાંઈજ નથી બીજું ઉદાહરણ લે. કુંભાર ઘડે બનાવવાને માટે ચાક ઉપર માટીને પીંડ બનાવીને મૂકે છે અને ચાક ફેરવવા માંડે છે. જેમ જેમ ચાક ફરતું જાય છે તેમ તેમ માટીને આકાર ઉતરતો જાય છે અને આકાર ઉતરી રહો કે કુંભાર ચાક ફેરવવાનું બંધ કરી દે છે. કેઈ અજ્ઞાન કે મૂર્ખ બાઈને તમે રોટલી કરવા બેસાડશે તે પણ તે જ્યાં સુધી રોટલી થવાની હશે ત્યાં સુધી જ ચુલો સળગતો રાખશે અને
જ્યાં રોટલી થઈ રહી કે તરત જ તે સળગતા ચુલાને બંધ કરી દેશે. અર્થાત્ કાર્યની પ્રાપ્તિ થાય છે કે તે જ ક્ષણે કારણની આવશ્યકતા નકામી થઈ જાય છે. કારણની આવશ્યકતા ત્યાં સુધી જ રહેલી છે કે જ્યાં સુધી કાર્યની સિદ્ધિ થવાની બાકી હોય છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com