________________
આનન્દ–સુધાસિ’જી.
(૨૦૫)
સુધાબિ’દું ૧ ૩. ધરાવતા હોઇ આ મહાભયાનક સસારસાગરને તરી ગયા છે. પરંતુ તેમણે પેાતાની પાછળ રહેલા આપણે સઘળાં કે જેઓ તેમના જેટલી શક્તિ ધરાવતા નથી તેમને માટે નવકાર, જપ ઇત્યાદિ સાધના પુરા પાડયા હાઇ તેના અવલંબનથી આપણે તરી જવાના યત્ન કરવા જોઈએ. અલબત્ત આપણામાં પણ તેમની માફ્ક તરી જવાની શક્તિ હૈાય આપણે પશુ સાધન વિના તરી જવાની શિત ધરાવતા હાઈએ, તે પછી આપણને પણ તરવાના સાધનાની કશીજ જરૂ૨ નથી ! આપણે સાધન વિના તરી જવાને માટે શિત્તહીન છીએ. ભગવાને એ વાત કેવળજ્ઞાનથી જાણી લીધી અને પછી કેવળજ્ઞાનથી જાણીનેજ આપણને શક્તિહીનાને શક્તિમાન બનાવવાને અરેંજ નવકાર વગેરે સાધના તેમણે બતાવ્યા છે. ધાતિકર્મના ક્ષય જે ક્રિયાએદ્વારા થઈ શકે છે તે ક્રિયાએ તીર્થં‘કર ભગવાનેાને કરવાની હોતી નથી પરંતુ આપણા ઘાતિકમાં અવશેષ રહેલાં છે તેથીજ ઘાતિકર્મના ક્ષય માટે આપણે એ ક્ષય જેથી થઇ શકે છે તેવી ક્રિયાઓ કરવી જરૂરી છે. ઘાતિકર્માંના ક્ષય માટે આ ક્રિયાએ જરૂરી છે એ શ્રી તીર્થંકર દેવાએ કેવળજ્ઞાનથી જાણી લીધુ છે અને તેઓએ કેવળજ્ઞાનથી જાણી લઇને આપણને એ ક્રિયા બતાવી છે કે જે ક્રિયાઓ ઘાતિકર્માના ક્ષય નથી થયા તેવા દરેકને માટે જરૂરી છે.
જિનબિંબપૂજાત્યાગ એ મહાન મૂર્ખાઇ છે.
જે પ્રમાણે નવકાર આદિ ક્રિયાઓ કરવાનુ પણ અમુક કારણ છે તેજ પ્રમાણે જિનખિમપૂજા કરવી પણ સકારણુ છે. નવકાર ગણવા વગેરે ક્રિયાથી ઘાતિકમે†ના ક્ષય થાય છે તેજ પ્રમાણે શ્રી જિનબિંબપૂજાથી સર્વાંરભ, વિષય, કષાયના પરિત્યાગ થવા પામે છે. નવકાર ગણવા એ ઘાતિકના ક્ષય માટે જરૂરી છે. ક્રેવળી મહારાજાના ઘાતિક્રમેનિા નાશ થયે છે તેથી તેમે નવકાર વગેરે ગણુતા નથી પરંતુ તેમનાજ ઉપદેશથી આપણે નવકાર આદિ ગણીએ છીએ કારણ કે આપણા ઘાતિકર્માના નાશ થયે ન હેાઇ આપણું ધાતિકર્મીના એ સાધનાદ્વારા નાશુકરવા માગીએ છીએ. એજ રીતે જિનબિ’ખપૂજા એ પણ સર્વ આર સાદિક કર્મોના ત્યાગ કરવા માટેજ છે, અને જેમણે સવ આર’ભાદિકના ત્યાગ કર્યો છે તેમને માટે શ્રી જીનખિ'બ પૂજાની જરૂર રહેવા પામતી નથી એ સ્વયંસિદ્ધ છે. સવ આર’ભાદિકના જેમણે ત્યાગ કર્યાં છે. તેમને જિનપૂજાની જરૂર નથી પર`તુ તે ઉપરથી જેમણે સર્વ આરભાદિકને ત્યાગ નથી કર્યાં તે પણ જો પાતે શ્રી જિનપૂજાની જરૂર નથી એવું કહેવાને તૈયાર થાય તે તેની મૂખાંઈ સિવાય બીજું કશુંજ નથી. કુ ભાર ચાક ઉપર પીંડા મૂકીને પછી ચાક ફેરવવા માંડે છે, હવે જ્યાં ચાક ઉપર પીંડામાંથી વાસણ તૈયાર થાય કે તેજ ક્ષણે તે ચાક ફેરવવાનું અધ કરે છે પરંતુ તે ઉપરથી એ જેના પીંડામાંથી વાસણ નથી ઉપજ્યું તેવા કુંભારા પણ ચાક ફેરવવાનું બંધ કરી દે તા તેમની શી દશા થાય તેના વિચાર કરે! વાસણ તૈયાર થયા પહેલાંજ ખીજાતું જોઈને ચાક બંધ કરી દેનારાને આપણે મુર્ખા સિવાય બીજા કશાની ઉપમા આપી શકતા નથી,એજ સ્થિતિ સ્મૃતિ’ પણ પ્રવર્તે છે એમ સમજી લેવાનુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com