________________
મ્યાનઢ–સુધાસિંધું.
(૨૦૬)
સુધાર્મિકૢ ૧ ૩.
ભણેલાને ભણવાની જરૂર નથી.
ધ ક્ષેત્રને વિષે પૂજા એ કુંભારના ચાકને સ્થાને સમજો અને સવથા આરબ, પરિગ્રહ, વિષય, કષાયના ત્યાગને
થઈ
ઘડાને સ્થાને સમજો. જેના ઘડા તૈયાર ગયા છે અર્થાત જે સ॰થા આરંભ, પરિગ્રહ, વિષય, કર્ષાય આદિને ત્યાગ કરી ચુકયા છે તેમને માટે કુ ંભારના ચાક ફેરવવા રૂપી પૂજાની જરૂરજ ન રહે એ ઢેખીતુ છે,’
“વગેરે; આ કાર્ય જેણે સાધ્ય કરી લીધુ' છે, તેને પણ એવા પ્રશ્ન કરીએ કે તું પૂજા શા માટે કરતા નથી ? તે આ પ્રશ્ન કરવામાં સČથા મૂખ'તાજ રહેલી છે. દેવપૂજા રૂપી ક્રિયાએ એ કારણ છે અને સવ આરંભ, પરિગ્રઢ વિષય કષાયને ત્યાગ એ કાર્ય છે જેની કા સિદ્ધિ થઇ ગઇ છે જેણે એ ત્યાગ મેળવી લીધે છે, તેવા માણસ, હવે શા માટે કારણમાં પ્રવૃત્તિ કરે વાર્? તેને કારણમાં પ્રવૃત્તિ કરવાપણું છેજ નહિ એ સ્પષ્ટ છે. જે વિદ્યાર્થી સાતમી ચાપડી ભણી ગયા છે. સાતમી ચાપડીની પરીક્ષા આપીને વર્નાકયુલર ફાઇનલ જેણે પસાર કરી છે તેવા વિદ્યાથી પાળે છઠ્ઠી ચાપડીમાં બેસવા આવે ખરા કે અથવા તે છઠ્ઠી ચાપડી ભણવાની પણ ઈચ્છા કરે ખરો કે? જવાબ એકજ છે કે નિડે ! અલખત્ત છઠ્ઠી ચાપડી ભણવા લાયક છે પરંતુ તે તેનેજ ભણવા લાયક છે કે જેણે પાંચમી ચાપડી પૂરી કરી છે. સાતમી ચાપડી પાસ કરેલા વિદ્યાર્થી છઠ્ઠી ચાપડીના વર્ગમાં દાખલ થવાની અરજી કરે તે તે અભ્યાસમાં પાછળ પડેલાજ ગણી શકાય !
દેવપૂજા કોને જરૂરી નથી ?
એજ રીતે સવિરતિવાળા કે જેણે દેવપૂજાના ફળરૂપ સર્વીસાવદ્યને ત્યાગ કરીજ દ્વીધા છે તે પણ જે પાછા દેવપૂજા કરવા બેસે તે તે પાછા પહેલાજ ગણી શકાય. જેને સર્વાંવિરતિની પ્રાપ્તિ કરી લીધી છે તે આત્માને માટે દેવપૂજા એ છઠ્ઠી ચાપડીનું શિક્ષણ છે અને તે પેાતે સાતમી ચાપડી ભણી ગએલા છે! હવે વિચાર કરે કે સર્વવિરતિવાળાને માટે શું દેવપૂજાની જરા પણ જરૂર છે કે? નહિજ !! જો સર્વાંવિતિવાળા દેવપૂજારૂપ છઠ્ઠી ચાપડીમાં જાય તે તે પાછા પહેલેાજ ગણી શકાય. દુનિયાદારીની દૃષ્ટિથી આરંભ, સમારભ એ પાંચમી ચેપડીનેા વર્ગો છે તેથીજ પાંચમી ચાપડીના વર્ગ પસાર કરેલાને છઠ્ઠી ચોપડીરૂપી દેવપૂજા જરૂરી છે પરંતુ સર્વાંવિરતિરૂપ સાતમી ચાપડીવાળાને એ છઠ્ઠી ચાપડી જરૂરી નથી, દુનિયાદારીમાં તા વિષયાદિકને અંગે ઉદ્યમ કરવામાં આવતા હતા એ પાંચમી ચાપડીનું સ્થાન હતું તેથીજ ત્યાં સ્થાન પામેલાને છઠ્ઠી ચાપડીરૂપી દેવપૂજાની જરૂર હતી. સČવિરતિમાં તે વિષય, કષાયાદિકને અંગે ઉદ્યમ થવાપણુંજ નથી ત્યાં તા સમ્યગ્દર્શોનાદિનુજ આરાધન થાય છે પછી જયાં આર’ભ, પરિગ્રહનેજ સ્થાન નથી ત્યાં આરંભ, પરિગ્રહ વગેરેને નિવારવા માટે ઠરાવેલી દેવપૂજાને તે સ્થાનજ કેવી રીતે હાઈ શકે? આ ઉપરથી તમે સહેલાઇથી સમજી શકશે કે દેવપૂજા એ સવિરતિનું કારણ છે અને જ્યાં સ વિરતિનીજ પ્રાપ્તિ થઈ ગઈ છે ત્યાં દેવપૂજાની જરૂરજ રહેતી નથી છતાં જો તેમાંથી કાઇ દેવપૂજામાં પ્રવેશ કરે તે તે પાછા પડેલાજ ગણી શકાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com