________________
આનંદ-સુધાસિંધુ.
(૨૦૭).
સુધારબિંદુ ૧ લું. માગ ખોટે છે એમ ન માને. ઉપરના સઘળા વિવેચન ઉપરથી એવો સાર નીકળે છે.
કે દેવપૂજા એ સર્વવિરતિની પ્રાપ્તિને માટે જ છે અને જે સર્વવિરતિની પ્રાપ્તિને માટે તે છે કે જેને સર્વવિરતિની પ્રાપ્તિ થઈ છે તેને તેની જરૂર નથી. તે છતાં તે બીજાઓને માટે દેવપૂજાને ઉપદેશ આપી શકે છે અને એ ઉપદેશ સર્વવિરતિ, વાળા ન હોય તેમણે માનવાનેજ છે. આ વિચારસરણું બરાબર અને વાસ્તવિક લાગે છે પરંતુ તે છતાં તે કેટલાકના ધ્યાનમાં આવતી નથી. આ રીતે આ વિચારસરણી વ્યાજબી હોવા છતાં તે ધ્યાનમાં ન આવવાનું કારણ શું છે તે તપાસે! એનું કારણ એ છે કે જ્યાં સુધી પૂજાથી આત્મા પુનિત પંથે આવતું નથી ત્યાં સુધી તે વિચારસરણીને માન્ય રાખ્યા છતાં કદાચ તે વિચારસરણ તેના મગજમાં પ્રવેશી શકતી નથી. હવે કઈ એમ કહેવા તૈયાર થાય કે ભાઈ ! પૂજાથી પુનિતપંથ મળતાજ હોય તે તે અમે સેંકડે અને હજાર વાર પૂજા કરી છે પરંતુ અમે તે કાંઇએ પુનિતપંથને પામી શકયા નથી આથી અનુભવ તે એમ કહે છે કે પૂજાબૂજાથી પુનિતપંથ મળતો બળતું નથી !આવી દલીલ કરનારાને એ જવાબ છે કે ધારે કે એક માણસ કન્યાકુમારીથી કાશ્મીર ચાલતો જવા નીકળે. ચાલતા ચાલતા ચાલતા કાશ્મીરથી ચાર ગાઉ દૂર રહે ત્યાં તે એવું કહી દે કે આટલું આટલું ચાલ્યો તે પણ હજી કાશ્મીર આવતું જ નથી. ત્યાર તે હું જે રસ્તે ચાલું છું તે રસ્તેજ કાશ્મીરને નથી !! એમ કહીને તે માણસ એ રસ્તેજ છેડી છે, તે તેણે કરેલ પરિશ્રમ પણ વ્યર્થ જ જાય કે નહિ વારૂં? તીર્થંકરદેવની પૂજા શા માટે? પિતાનું અજ્ઞાન, પિતાની અશક્તિ અથવા એવા જ બીજા
કારણથી કાશ્મીર ન પહોંચી શકનારે માણસ કારરને રસ્તો જ છોડી દે તે તે એની ભૂલ જ છે તેજ પ્રમાણે પૂજાથી પુનિતપંથ નથી મળતે માટે પ્રજાજ છોડી દેવી જોઈએ એવું કહેનારા પણ ખોટે છે. કાશ્મીર જવા નીકળે તે કાશ્મીરમાં ચાર દહાડે પહોંચે કે ચાર સામે દહાડે પહોંચે તેને કાંઈ સવાલ જ નથી. મતલબ એટલીજ છે કે તેણે ગ્રહણ કરેલો રસ્તે કાશ્મીરને જ રસ્તો હોવો જોઈએ. જે રસ્તો બરાબર હોય તો કોઈની વધારે ગતિ હોય તે તે જલદી કાશ્મીર પહોંચી શકે અને કોઈની ઓછી ગતિ હેય તો તે મોડો પહોંચી શકે, પરંતુ રસ્તો વ્યાજબી હવે જોઈએ તેજ પ્રમાણે અહીં પણ ભગવાનની પૂજા એ ત્યાગને રસ્તો છે કે નહિ તે તપાસવાનું છે. આપણે તીર્થંકરની પૂજા કરીએ છીએ તે શા માટે કરી છીએ તેને વિચાર કરે. શું તીર્થકર આપણા વડવાઓ હતા, તે માટે આપણે તેમને પૂજીએ છીએ? અથવા શું તેમની પાસે મોટા ચક્રવતી રાજની માલિકી હતી તે માટે આપણે તેમને પૂછએ છીએ? અથવા શું તેઓ છ મહિના ઉપવાસ કરી શક્યા તે માટે આપણે તેમને પછએ છીએ ? નહિજ !! ત્યારે હવે આ પ્રશ્નનો ઝીણવટથી વિચાર કરો કે આપણે તીર્થંકરદેવને શા માટે પૂજીએ છીએ? ભગવાનના કાર્યોની પૂજા આપણે તીર્થંકર દેવને પૂજીએ છીએ તેનું એક કારણ છે કે
તેમણે મોક્ષમાર્ગ દર્શાવ્યો હતો, તેઓ મોક્ષમાર્ગે ચાલ્યા હતા અને સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રમાં તેઓ યાહેમ કરીને પડયા હતા. આટલાજ માટે આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com