________________
આનંદ-સુધાસિંધુ.
(૨૦૦૩)
સુપબિંદુ ૧ લું. દશામાં દેશના આપવાની હતી જ નથી તેનું કારણ એ છે કે તેઓ સ્વતંત્ર ધર્મ કહેનારાં છે. તીર્થ કરે અને સાધુઓ માટે દેશના આપવાના નિયમો આજ કારણથી જુદા જુદા છે.
જે તીર્થકર માટે નિશ્ચય છે તે આપણને માટે નથી. જે ભવ્યાત્માઓને કેવળ
જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે પછી તેમને મોક્ષે જવામાં માત્ર અંતમુહૂર્ત જેટલે અવકાશ હોય છે એટલે એ સ્થળે કંઈનું પણ ધ્યાન કિવા જાપ કરવાની આવશ્યકતા શાસ્ત્ર માનતું નથી. હવે કેઈએ પ્રશ્ન કરીને ઉભે રહે કે આવા મોટા તીર્થકર દેવ તે પોતે પણ જ્યારે ધ્યાન કિંવા જાપ કરતા નથી તે પછી આપણે શા માટે ધ્યાન કિવા જાપ કરવા જોઈએ, તે શું આ પ્રશ્નમાં તદન મૂખઈજ રહેલી જણાઈ આવતી નથી M. A. થએલો પ્રેફેસર પહેલી ચોપડી ન વાંચે એ સમજી શકાય એવું છે પરંતુ શું તેટલા ઉપરથી કોઈપણ બુદ્ધિશાળી માણસ એવું કહી શકશે કે પ્રેફસર પહેલી ચેપડી વાંચતે નથી માટે તે પહેલી ચોપડી ભણનારા શિક્ષણથીને પહેલી ચેપડી વાંચવાને ઉપદેશ આપી શકે નહિ, અને છતાં પણ જે તે એ ઉપદેશ આપતો હોય તે તે ઉપદેશ પાળવા દિવા તેને માન્ય રાખવા વિદ્યાથીઓ બંધાએલા નથી. આવો વિચિત્ર તર્ક મૂખ સિવાય બીજા કોઈપણ નહિ જ કરી શકે. તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન મળ્યા પછી તેમના ઘાતિકમેને નાશ થયે છે તેઓને પાપનો બંધ રહ્યો નથી એટલાજ માટે તેમને ધ્યાન કે તપ કરવાની પણ જરૂર રહેવા પામતી નથી. એ જ પ્રમાણે તીર્થકર ભગવાનને કેવળજ્ઞાનથી જ સ્વતંત્રપણે દેશના આપવાની છે એ નિશ્ચય છે જ્યારે આપણને સાધુઓને કેવળજ્ઞાન થયા પછી સ્વતંત્રપણે જ દેશના આપવાની છે એ નિયમ નથી.
કરેલું પણ કરો, કહેલું પણ કરે કેવળીએ નવકારમંત્ર નથી ભણતા છતાં આપણે
ભણીએ છીએ. કેવળીઓ પંચપરમેઠીને નમરકાર નથી કરતા છતાં આપણે કરીએ છીએ. કેવળીઓ સ્વતંત્રપણેજ દેશના આપે છે, ત્યારે આપણે પરાશ્રયે પણ દેશના આપીએ છીએ, આ બધા ઉપરથી સ્પષ્ટ થાય છે કે કેવળી ભગવાન છે કરે છે તે જ આપણે પણ કરવું જોઈએ એવી શાસ્ત્રાજ્ઞા નથી. એ ઉપરથી કોઈએ એમ પણ નથી માનવાન કે જે કવળી ભગવાન અને તીર્થકર દેવ નથી કરી ગયા તે સઘળું આપણને કરવાનું છે અને જે સઘળું તેઓએ કર્યું છે તે આપણે કરવાનું જ નથી ! કહેવાનો મતલબ એ છે કે તીર્થકર ભગવાને અને કેવળી મહારાજાઓ જે કરી ગયા છે તે સઘળું આપણને માટે આદરણીય છે અને અનુકરણીય છે પરંતુ તે સાથે તેઓશ્રીએ ભલે કર્યું હોય કે ન કર્યું હોય, તે પણ તેમણે આપણને માટે જે કરવા ગ્ય જાણીને આપણને કરવાનું ફરમાવ્યું છે તે પણ સઘળું આપણે કરવું જ યોગ્ય છે. અલબત્ત કેવળી ભગવાનેએ અથવા તીર્થંકર દેવોએ જે કાંઈ કર્યું હોય અને તે આપણે શકિતના અભાવે ના કરી શકતા હોઈ એ તે તે એક જુદી વાત છે, પરંતુ તેમણે કર્યું છે તેજ કરવા ગ્ય હોઈ તેમણે કહ્યું છે તે કરવા યોગ્ય નથી એમ અનુમાનવું સર્વથા બટુંજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com