________________
આનંદ-સુધાસિંધુ.
(૨૦૨)
સુધારબિંદુ ૧ લું. પરાધીન ધમને ઉપદેશે છે તે તીર્થંકર નથી. આજે અમે સાધુએ કાઉસગ કરીએ
છીએ, પરંતુ આજે કાઉસગ્ન કર્યો, ત્યાંથી તે આવતી કાલે બપોર સુધી કાઉસગ્નની દશામાં જ રહેવાની અમારી શક્તિ નથી. આ શકિતના અભાવને લીધે તીર્થકર ભગવાનોએ અમારે માટે જે કાંઈ યેગ્ય એવું આદરવાની અમેને આજ્ઞા કરી છે તે આજ્ઞા માન્ય રાખેજ અમારો છૂટકો છે. જેના મહનીકર્મને અંત આવી ગયો છે અર્થાત્ જેના ઘાતી કમેને નાશ થયો નથી. ત્યાં સુધી ઘાતી કર્મોનો નાશ કરવા માટે ઉપાય કરવો જ જોઈએ એ અમારી ફરજ છે, અને એ ઉપાય તરીકેજ તીર્થકર દે અગર કેવળી ભગવાને પંચપરમેષ્ઠીનું ધ્યાન નથી કરતા તે છતાં તેમનું ધ્યાન કરવાની અમોને આવશ્યકતા રહેલી છે. તીર્થકર દેએ પંચપરમેષ્ઠીનું ધ્યાન અને કરવાનું કહ્યું છે તેનું એકજ કારણ છે કે તેઓશ્રીએ ઘાતી કર્મોને નાશ કરવાના ઉપાય રૂ૫ અમેને પંચપરમેષ્ઠિ કરવાનું કરમાવ્યું છે, અને અમારા ઘાતી કર્મો બાકી રહેલા હોવાથી એ નમસ્કાર અમારે માટે કર્તવ્ય રૂપ છે. તીર્થકર ભગવાને પોતે છઘસ્થ અવસ્થામાં દેશના કેમ આપતા ન હતા તેને હેતુ વિચારી જુઓ. તીર્થકરે પરાધીન ધર્મને ઉપદેશ આપી શકતા નથી અને જે પરાધીન ધર્મને ઉપદેશ આપે છે તે તીર્થંકર નથી. છઘસ્થપણામાં તીર્થકરે દેશના આપતા નથી. હવે સ્વાધીન ધર્મ શું અને પરા
ધીન ધર્મ એટલે શું તેનો વિચાર કરો. તીર્થકર ભગવાન જે સમયમાં વિદ્યમાન હોય તે સમયમાં જેનું શાસન ચાલતું હોય તે શાસનને આધારે ઉપદેશ આપો અથવા ધર્મ કહે એ પરાધીન ધર્મ છે, જ્યારે પોતે કેવળજ્ઞાનથી જોઈને ધર્મ ઉપદેશો એ સ્વાધીન ધર્મ છે. તીર્થકર છદ્મસ્થ દશામાં હોય અને તેના સમયમાં ચાલતા તીર્થકરના શાસન ઉપરથી તે ધર્મ કહે, તો એ રીતે ધમકથન કરનારો આત્મા તે તીર્થકર નથી અને તીર્થકરને જ્યાં સુધી કેવળજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી તે “મને કેવળજ્ઞાન થયું છે, અને હવે હું કેવળજ્ઞાનથી સઘળું જોઈને ધર્મ કહું છું.” એ રીતે જુઠું કહીને સ્વતંત્ર ધર્મ કહી શકે નહિ. એટલાજ માટે તીર્થકર ભગવાનો છઘ દશામાં હોય ત્યારે દેશના આપતા નથી. તીર્થંકર પરાધીન ધર્મ કહેનારા નથી તેઓ સ્વાધીન ધર્મ કહેનારા છે. સત્ય અને સર્વ કાંઈ જે જોવા, જાણવા અથવા તો અનુભવવા જેવું હોય તે સઘળું તેઓ પોતે જુએ છે જાણે છે અને આત્મજ્ઞાનથી સર્વ કાંઈ જાણી લીધા પછી જ તેઓ પિતે સ્વતંત્ર ધર્મને ઉપદેશ આપે છે. તીર્થકર ભગવાને આ પ્રકારે સ્વતંત્ર ધર્મને ઉપદેશ આપનારા હોવાથી તેઓ છઘસ્થ દશામાં ઉપદેશ આપતા નથી. તીર્થકર ભગવાનનો દેશના આપવાને આ નિયમ બીજા સાધુઓને લાગુ પાડી શકાતું નથી. સાધુઓ, મુનિઓ, આચાર્યો વગેરે જે કાંઈ ઉપદેશ આપે છે તે સઘળે ઉપદેશ તેઓ જિનેશ્વરકથિત શાસ્ત્રાનુસારેજ આપે છે. તેઓ શાસ્ત્રનુસારે ઉપદેશ આપે છે એને અર્થ એ છે કે શાસ્ત્રોને આધીન રહીને શાસ્ત્રોએ કહેલી વાતે જ તેમણે સમાજને કહેવાની છે. એ સિવાય નવી દેશના તેમણે આપવાપણું હેતું નથી. શાસ્ત્રોને આધીન રહીને જે દેશના અપાય છે તે પરાધીન દેશના છે અને તેથી એવી પરાધીન દેશનાજ સાધુઓને આપવાની હેવાથી તેઓ છદ્મસ્થાવસ્થામાં દેશના આપી શકે છે. તીર્થકરને છઘસ્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com