________________
આનંદ-સુધાસિંધુ
(૧૯૮)
સુધાર્બિ ૧ લું. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦S સમ્યક્ત્વ અને તેની આવશ્યક્તા છે
હું કયાં છું? મારે જવાનું કયાં છે?
શાસકાર મહારાજા ન્યાયાચાર્ય યશોવિજયજી મહારાજ ઉપાધ્યાયજી એમણે ભવ્યાત્માએના કલ્યાણને અર્થે જ્ઞાનસારપ્રકરણ નામને ગ્રંથ રચ્યો છે. આ ગ્રંથમાં તેઓ શ્રીમાનું જણાવે છે કે દરેક આત્માએ જે તે પિતાનું કલ્યાણ ચહા હોય તો તેણે બે વાત મુખ્યતાએ વિચારવાની છે. એ બે વાત કઈ છે તે ધ્યાનમાં રાખશો અને તેનું મહત્વ વિચારશો તે માલમ પડશે કે એ બે વસ્તુના વિચારમાં મોક્ષને માર્ગ રહેલો છે. પ્રથમ તે એવો વિચાર કરે કર્તવ્ય છે કે “હું પિતે કયાં છું?” અને મારે કયાં જવાનું છે?” આ બે પ્રશ્નોની વિચારણામાં સફત્વની જડ રહેલી છે. સમ્યક્ત્વના બે પ્રકાર છે. દ્રવ્યસભ્યત્વ અને નિશ્ચય સમ્યક્ત્વ. જીવાદિક નવતરવાની શ્રદ્ધા થાય, સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધનામાં હદય દઢ થાય અથવા અમુક વસ્તુઓ શ્રી જિનેશ્વર ભગવાને કહી છે તે માટે મારે માનવા ગ્ય છે અને તે હું માનું છું એમ વિચારીને તે વસ્તુઓને માનવી આ બધાનું નામ દ્રવ્યસમ્યક્ત્વ છે. દ્રવ્યસમ્યક્ત્વને વ્યવહાર સભ્યત્વ પણ કહેવામાં આવે છે, હવે દ્રવ્યસમ્યકત્વ પછી નિશ્ચય સમ્યક્ત્વની વાત આવે છે. નિશ્ચય સમ્યકૃત્વ કેને કહેવું તેનો વિચાર કરો. આત્મા દ્રવ્યસમ્યક્ત્વમાંથી આગળ વધીને એવો વિચાર કરે કેઃ હું દેવ, ગુરુ અને ધર્મને પૂજક છું અને દેવ, ગુરુ અને ધર્મ એ પૂજ્ય છે પરંતુ હું પૂજક શા માટે છું અને દેવાદિ પૂજ્ય શા માટે છે. આવા વિચારોમાં નિશ્ચય સમ્યકત્વનું મૂળ રહેલું છે. કેવળીની અને તમારી સ્થિતિ જુદી છે. તીર્થકર દે આપણને શા માટે પૂજ્ય છે
તેને વિચાર કરે. મહાવીર ભગવાન મહાન હતા, સર્વજ્ઞ હતા સર્વદશી હતા. વીતરાગ હતા અને બીજા ઘણા ઘણુ ગુણે તેઓ શ્રીમાનમાં વિદ્યમાન હતા, શું આટલા માત્રથી જ તેઓ પૂજવા ગ્ય છે એમ તમે માને છે? જે આટલા ગુણથી જ તેઓ પૂજવા ગ્ય હોય તો તે કેવળી ભગવાનને પણ તેઓ પૂજ્ય હવાજ જોઈએ અને આ ગુરુ ભગવાનમાં હોવાથી તેમણે પણ તીર્થંકરદેવને પૂજ્ય માનવાજ જોઈએ પરંતુ આપણે જાણીએ છીએ કે કેવળીઓ તીર્થકરોનું આદરમાન કરતા નથી તેમની સત્કારસેવા કરતા નથી અથવા પિતે કંઈપણ રીતે તીર્થંકર પરત્વે પૂજ્યતા દર્શાવતા નથી એ ઉપરથી લાગે છે કે શ્રી તીર્થકર ભગવાને માત્ર તેઓ ગુણવાળા છે એટલાજ કારણથી પૂજ્ય નથી પરંતુ તેઓ પૂજ્ય હવામાં બીજી પણ કઈ વસ્તુ કારણભૂત અવશ્ય હોવી જ જોઈએ. તીર્થંકર ભગવાનને સત્કાર સેવા ઈત્યાદિ કેવળી મહારાજાઓ કરતા નથી તે ઉપરથી આપણે એમ સમજવાનું નથી કે તેઓ તીર્થકર ભગવાનને પૂજ્ય નથી માનતા, તે પછી આપણે પણ શા માટે તેને પૂજ્ય માનવા જોઈએ. નદીની પાર ઉતરી ગએલે માણસ હેડીની દરકાર ન રાખે છે તે સ્વાભાવિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com