________________
આનંદ-સુધાસિંધુ
(૧૭)
પા1િ હું સાધુઓ ચિંતા વિનાના છે એમ તમારે માનવાનું નથી. કદાચ જરા અલંકારિક ભાષામાં કહું તે તમારા કરતા સાધુને વધારે જંજાળ અને વધારે ચિંતા છે. સાધુની એ ચિંતા અને એ જંજાળ તે સંસારમાં ચીપચી રહેવાને અંગે નથી જ પરંતુ તેનાથી તરી જવાને અંગેજ છે. અમે રાતદહાડે શત્રુને મારી નાખવાને, કાપી નાખવાને કે બાળી નાખવાનેજ વિચાર કરીને છીએ, અને તમે પણ શત્રુને મારી નાખવાને, કાપી નાખવાને, બાળી નાખવાને જ વિચાર કરે; તે પણ તમારા વિચારે તમોને બંધન આપનારા છે જ્યારે અમારા શત્રુ પરના વિચારે તે અમારૂં બંધન કાપનારા છે. આ પરિસ્થિતિનું કારણ વિચારે. તમારા અને અમારા શત્રુઓ જુદા છે. તમારા શત્રુઓ કોણ છે અને અમારા શત્રુઓ
કેશુ છે તેનો વિચાર કરો. તમારા શત્રુઓ છવધારી છે અને તેથી જ તેમને નાશ કરવાના વિચાર કરવા એમાં પણ પાપ છે. તમારી સ્થિતિ એથી જુદી જ છે. અમારા શત્રુઓ તે કર્મ છે. કર્મ અને કર્મના પુદગલે એ અમારા શત્રુઓ છે અને તેથી અમારે એ શત્રુઓને નાશ કરવાનો છે, પરંતુ એ શત્રુઓ એવા નથી કે જેને નાશ કરતાં પાપ લાગે કે હિંસા થાય! કર્મશત્રુને બાળીએ મારીએ કે કાપીએ તે પણ તેથી હિંસા થવાની નથી જ ! આવા વિચારવાળાઓ અને તે વિચારને અમલમાં મૂકનારાઓ તે “જુન” છે. એવા મુનિ છછું ગુણસ્થાનકે છે અને તે મુનિ મહાત્માઓ ભયંકર એવા ભવપર્વતને ઓળગી ગએલા છે એમ નિશ્ચયરૂપે શાસ્ત્ર કહે છે.
- હવે પ્રશ્ન એ થશે કે આત્મા આવું મુનિપદ શી રીતે પામે છે? કયે કયે માર્ગે તે આ મુનિ પદ ગ્રહણ કરી શકે? પ્રશ્નનો ઉત્તર એકજ છે કે, આત્મા અનાદિને છે, કર્મ અનાદિના છે અને કર્મસંગ અનાદિન છે; એ ત્રિવિધાત્મક ગળથુથી આત્માને બાળપણથી જ સંસ્કારરૂપે પાવી જોઈએ, એજ આ મુનિ પદ પામવાને ધોરી માર્ગ છે અને એ માર્ગ પાળ, એ પાળવા યત્ન કરવો, એ માર્ગ બીજાને પમાડવાનો યત્ન કરવો અને કોઈ એ માગ પાળતું હોય તે તેને સહાયતા આપવી એ પ્રત્યેક આર્યનું કર્તવ્ય છે.
- હવે આ ત્રિવિધતત્વાત્મક ગળથુથી કરેગને અંત લાવીને આદય કેવી રીતે સાધે છે તે જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com