________________
(૧૭૩ )
આનંદ-સુધાસિંધુ.
સુષાબિંદ૧ હું. વાણું અને ચામડીઓ.એક ગામથી એક અનાજને વેપારી અને બીજે ચામડી
બહારગામ જવા નીકળ્યા હતા. એ પ્રસંગે તેમની સાથે બીજા પણ કેટલાક પ્રવાસીઓ હતા. આ પ્રવાસીઓએ જતી વખતે પેલા દાણાવાળા વેપારીને સંગ કર્યો અને જે ઠેકાણે જવું હતું તે સ્થળે પહોંચ્યા. આ સ્થળે પાંચ પંદર દિવસ રહ્યા. ત્યાંથી પેલા વેપારીઓ અને ચામડીયાએ માલની ખરીદી કરી લીધી અને છેવટે યથા સમયે પિતાને ઘેર પાછા આવવા નીકળ્યા. આ વખતે પણ પેલા પહેલાંના જ બીજા પ્રવાસીઓ તેમની સાથેજ હતા. પરંતુ સ્વદેશ પાછા આવતાં પેલા બીજા મુસાફરોએ દાણાના વેપારીને સંગ ન રાખતાં ચામડીયાને સંગ રાખે. પ્રવાસીઓએ જતી વખતે દાણાના વેપારીઓને સંગ રાખે અને આવતી વખતે ચામડીયાને સંગ રાખે, એથી એક માણસને આશ્ચર્ય લાગ્યું અને તેમણે પેલા પ્રવાસીઓને આ પ્રમાણે કરવાને મર્મ પૂછો. પ્રવાસીઓએ જવાબ આપ્યો કે “અમે, ચામડી અને દાણાને વેપારી સ્વદેશથી એક સાથે પરદેશ જવા નીકળ્યા હતા. પરદેશ જતી વખતે દાણાના વેપારીના મનમાં એવો વિચાર હતો કે વિદેશમાં વરસાદ ઘણે પડે, નદીનાળાં તર થાય, રોગની ઉપાધિઓ ન હોય અને અનાજ બહુજ પાકે તે ઘણું સારું કે જેથી મને સસ્તે ભાવે થડે પૈસે ઘણું અનાજ મળી શકે.
વિચારભેદની મહત્તા. દાણાના વેપારીના હૃદયમાં વિદેશ જતી વખતે આ સુંદર મને
ભાવ હતો. એ સમયે ચામડીયાનો વિચાર એવો હતો કે વિદેશમાં એકદમ જાતજાતના રોગ પ્રર્વતે. દુકાળ પડે, આગ લાગો આક્ત ઉપર આફત આવે છે જેથી ઢેરો મરી જાય અને માણસને પણ સંહાર થઈ જાય. પરિણામે હેરોના ચામડાને કોઈ ખરીદના ન રહે અને એ ચામડું મને અત્યંત સસ્તે ભાવે પુષ્કળ ત્થામાં મળી શકે. આ મનોદશા દાણાના વેપારી અને ચામડીયાની વિદેશ ખાતે જતી વખતે હતી. વિદેશ ખાતેથી સ્વદેશમાં પાછા ફરતી વખતે એથી ઉલટી જ સ્થિતિ હતી. દાણાને વેપારી હવે એમ ઈચ્છતો હતો કે સ્વદેશમાં દુકાળ પડે, વરસાદ ન થાઓ, તીડ અને ઉંદરે થાઓ, પાક ન પાકો અને જે પાક થાય તેને નાશ થાઓ કે જેથી દાણાના ભાવ એકદમ ચઢી જાય, અને મેં ખરીદેલે દાણ ઉંચે ભાવે વેચાતાં મને સારો પૈસે મળે. સ્વદેશ પાછા ફરતી વખતે ચામડીયાની એવી ઈચ્છા હતી કે સ્વદેશમાં ખુબ વરસાદ થાઓ, નદીનાળાં જલમય થાઓ, ખુબ અન્ન પાકે, અને પશુઓ તથા મનુષ્યો ઘિયુ થાઓ કે જેથી પશુઓ ન મરતાં ચામડું ઓછું નિપજવાને લીધે તે માથું થાય અને મનુ ન કરવાથી ઘરાક વધારે થાય એટલે વિદેશમાંથી મેં ખરીદેલું ચામડું મેંઘા ભાવે ઝપાટાબંધ ખપી જાય! આ રીતે સ્વદેશમાંથી વિદેશમાં જતી વખતે દાણાવાળાના વિચારો પ્રશસ્ત હતા અને ચામડીયાના વિચારો અપ્રશસ્ત હતા અને આવતી વખતે દાણાવાળાના વિચારે પાપી અને ચામડીયાના વિચાર વિશુદ્ધ હતા. અર્થાત જતી વખતે વાણીયે સજજન હતે માટે અમે તેને સંગ કર્યો હતો ત્યારે આવતી વખતે વાણીયે દુર્જન બને હતું અને ચામડીઓ સજજન બને તે માટે અમે ચામડીયાને સંગ સેવન કર્યો હતે. અહિ પણ જેઓ એમ વિચારે છે કે જેનેનાં બાળકો ગુજરાન કે વ્યવહારને ખાતર સ્કૂલ અને કૈલેજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com