________________
આનંદ-સુધાસિંધુ.
(૧૭૬).
સુધાબિંદુ ૧ લું. ન પડે તે માટે તેઓ કેટલી કાળજી રાખે છે તે જુએ! સરકારી વાંચનમાળા તરીકે ઓળખાતી “ટેકટ્સ બુફસ કમિટિ” એમણે તૈયાર કરેલી ત્રીજી ચેપડીના આઠમા પાઠમાં ઈશ્વરની સ્તુતિની એક કવિતા છે. આ કવિતામાં પાંચમી અને છઠ્ઠી લીટીઓ નીચે પ્રમાણે હતી.
“પ્રભુ! માત ને તાત છે આપ મારા.
તમે છો પિતા ! સર્વન પાળનારા !” મુસલમાનોને પ્રચંડ પોકાર, આ કવિતાની લીટીઓ દ્વારા મુસલમાન ધર્મના સિદ્ધાંતનું
ખૂન થાય છે એવો જબ્બર પોકાર રાંદેર (છલે સુરત) ગામના મુસલમાનેએ ઉઠાવ્યો હતો અને તેમણે પિતાના એ વિરોધનું પ્રચારકાર્ય એવું જમ્બર કર્યું હતું કે આખરે સરકારને એ પોકાર ઉપર ધ્યાન આપવું પડયું હતું અને ના. મુંબાઈ સરકારે ઉપરની લીટીઓ કાઢી નાખીને તેને સ્થળે એવા શબ્દોવાળી લીટી દાખલ કરી છે કે: પ્રભુ! આપ છે સર્વને પાળનારા; તમે છો સદા સંકટ ટાળનારા!” ના. સરકારે વાંચનમાળામાં આ ફેરફાર કર્યો હતો ત્યારે જ મુસલમાને જગ્યા હતા. બીજી તરફ તમારી સ્થિતિ વિચારો. “ઓ ઈશ્વર તું એક છે!” એ લીટીઓ તે ઠીક છે, પરંતુ એ જ વાંચનમાળાના ત્રીજા પુસ્તકનો ત્રીજે પાઠ જૈનધર્મની છડેચોક મશ્કરી કરનાર છે અને તે પાઠ તમારા બાળકો ભણે છે. આ બધો ગરબડગોટાળે શું તમને કોઈ દિવસ સાથે છે અથવા તે ટાળવા માટે તમે કાંઈ યત્ન કર્યા છે? જવાબ એ જ છે કે “નહિ.” ધર્મની ધગશ તેની વધારે છે? હવે આ ઉદાહરણ ઉપરથી ખાત્રી કરી લે. તમારી
ધર્મની ધગશ ચઢીયાતી છે કે બીજાઓની ચઢીઆતી છે? ૧૫૪૧૦=૧૨૫ના સંસ્કાર ખોટા છે પરંતુ એ સમય તે અવશ્ય આવશે કે એ સંસ્કાર સુધરી શકશે. ત્યારે ધર્મવિનાશના જે સરકારે પડે છે તે તે એવા સખ્ત છે કે જે કદીપણું ભુંસાવાના નથી, એ સંસ્કારે ધર્મના વિનાશને નેતરે છે. આજે ધર્મમાં ગ્લાનિને આવિર્ભાવ થએલો તમે નિહાળે છે અને આર્યભાવનાની ભયાનક વિભાવરીના દર્શન થાય છે તેનું સાચું કારણ એજ છે કે બાળકોમાં કેવા સંસ્કાર પડે છે તે તરફ આપણું બિલકુલ લક્ષજ જતું નથી. બાળક એ તે કેમ જાણે કચકડાનું એક ઢીંગલુંજ ન હોય તેમ જગત તેને શોભાવે શણગારે છે, પરંતુ તેને સુધારવાનું, તેનામાં ખોટા સંસ્કાર ન પડે અને સાચા સંસ્કાર પડે તે નીહાળવાનું આપણે કદી પણ વિચારતા જ નથી. એનું જ પરિણામ એ છે કે ભગવાન મહાવીરનાજ સંતાને હોવાનો દાવો કરનારાઓ જેનશાસનની જડ ખેડવા તૈયાર થાય છે. કાંતે વટલી જઈને મુસલમાન, પ્રીસ્તિ પણ બને છે! સુધારકે ધર્મસેવાની મોટી મોટી બૂમો મારે છે પરંતુ હું તેમને પણ પૂછું છું કે સિંધ, પંજાબ, બંગાળા અને મધ્યપ્રાંતમાં સેંકડો અહિંસાવાદી જેનભાઈએ રોટલાને માટે મુસલમાન થતા જાય છે, તમે તેમની શી સેવા બજાવી? કેટલાને મદદ કરી આર્યજાતિથી ભ્રષ્ટ થતા અટકાવ્યા? તમારા ઉદ્દેશ પ્રમાણે જે ખરૂં કરવાનું કાર્ય તે પણ તમે કરતા નથી અને ટામેટા ઉન્નતિના સ્વપ્ના સેવી શાસનનો મહાન રથ જે શાંતિથી ચાલી રહ્યો છે તેને તેડી નાખવા તૈયાર થાઓ છે, આ તે કઈ જાતની તમારી માન્યતા ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com