________________
આનંદ-સુધાસિંધુ
૧૯૦)
સુધાર્બિ૬ ૧ લું. થતા હતા પરંતુ તેઓ પરિણામ પતિત થતા ન હતા. આ ઉપરથી એમ ન સમજશે કે બધાજ પતિ આવા પુણ્યશીલ હતા. કેટલાક પતિત તે એવા પણ હતા કે જેમની તે કોઇની સાથે સરખામણીજ ન થઈ શકે. આજના પતિને તે એમની સામે કાંઈ વિશાતમાંજ નથી ! આજના પતિ પતે પતિત થાય છે એટલે બીજું પગલું એ ભરે છે કે તેઓ દેવ, ગુરુ અને ધર્મની નિદા કરે છે અને જ્યારે તેઓ તેથી પણ વધીને આગળ જાય છે ત્યારે તેઓ ધર્મમાં વ્યાઘાત ઉભો કરે છે. ધર્મના નામે થાય તેમાં અંતરાયે નાખે છે અને ધર્મક્રિયાઓને તેડી પાડે છે. આજના પતિ એથી વિશેષ કાંઈ કરી શકતા નથી. જ્યારે પહેલાના પતિની દશા તે એથી જુદી જ હતી. તેઓ જેવા જુલમ કરતા હતા તેવા જુલ્મો તે આજે આપણે સાંભળવાને માટે પણ અશકત છીએ.
ગશાળાની ભયાનક પતિત દશા. દુરાત્મા ગે શાળાને તો આપણે બધા જાણીએ છીએ. આ
મહાપાપીએ તે કાંઈ કરવાનું બાકી જ રાખ્યું ન હતું. ભગવાન શ્રી મહાવીરદેવને બાળી નાખવા, કાપી નાખવા કે ગમે તેવા ભયંકર દુખ આપવા પણ તે તૈયાર હતે. તે દુરાત્માએ ભગવાન ઉપર તેલેશ્યા મૂકી તેને બાળી નાખવાની પણ વેતરણ કરી હતી. વળી ભગવાન શ્રી પાર્શ્વનાથજીના શિષ્ય પરિવારમાંથી જેઓ પતિત થયા હતા તેમણે પણ ગોશાળાનું શિષ્યત્વ સ્વીકારી લીધું હતું, અને આ યુવકસંઘે ભગવાન શ્રી મહાવીરદેવને કલંક્તિ કરવાને બારેમાં ભારે યત્ન કર્યો હતે. હવે વિચાર કરો કે આજના પરિણામ પતિતેની સામે આ ગશાળ વગેરે કઈ સ્થિતિમાં મૂકી શકાય? આવા અધમમાં અધમ માણસોની પણ એ કાળમાં હસ્તી હતી છતાં તેટલાજ કારણથી તે કાળનો સમાજ દીક્ષાને ખાળવાને માટે તૈયાર થયો ન હતો. ખાત્રી રાખજે કે આજના પરિણામ પતિતે તે કાંઈ વિશાતમાં જ નથી. તેઓ ભલે આચારપતિત હોય કે આચાર અને પરિણામ પતિત હોય પરંતુ આજના પતિમાં એટલીજ શક્તિ છે કે બહુ તે તેઓ ભાષણ કરશે અને તેથી આગળ વધશે તે શાહી કાગળનું સત્યાનાશ વાળી લેખે લખશે! પ્રાચીનકાળના પતિત એ છેલામાં છેલ્લી પંક્તિના પતિત હતા, પરંતુ તેઓ પતિત થશે એવું જાણવા અથવા પીછાણવા છતાં સમાજ તેટલાજ કારણથી દીક્ષા ઉપર પ્રતિબંધ મૂકવા તૈયાર થયે ન હતો. સાધુ પતિત થાય માટે સાધુપણાની ઉત્પત્તિજ બંધ કરો એ ગાંડી વિચાર એ યુગમાં સમાજને સ્પર્શ પણ કરી શક્તિ ન હતે.
શ્રીનદિપણુજીની દીક્ષા. હવે નંદિપેણ દીક્ષા લેવા તૈયાર થાય છે તે સ્થિતિને પૂરેપૂરા
ખ્યાલ કરો. જ્યારે નદિષેણ દીક્ષા લેવા નીકળે છે ત્યારે દેવતાઓ તેને કહે છે કે તારા ભેગાવળી કર્મ હજી બાકી રહેલાં છે માટે તારે હાલમાં દીક્ષા ન લેવી જોઈએ. દેવતાઓએ કહ્યું એટલે ત્યાં છેલ્લામાં છેલી હદ આવી ગઈ. હવે એથી આગળ કાંઈ કહેવા કરવાનું રહ્યું નથી તે છતાં ચારિત્રના વિલાસ આગળ નદિષેણુજી દેવતાઓના કથનને પણ સ્વીકાર કરતા નથી. આપણે તે તરત જ કહી દઈશું કે આ પ્રસંગમાં નદિષેણુજીએ કદાગ્રહ કર્યો હતે અથવા તેમણે જડતા દર્શાવી હતી. આજના જગતને પલે તે કદાગ્રહ, જડતા, હઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com