________________
આનંદ-સુધાસિંધુ.
(૧૮૯)
સુધાબંદુ હું પ્રાચીનકાળના પતિને કેવા હતા? નદિષેણુજીની આ કથા ઉપરથી આપણને પ્રાચીન
કાળની પરિસ્થિતિને સુંદર ખ્યાલ આવે છે. પતિત આજના જગતમાં જ છે એમ સમજશે નહિ. પ્રાચીનકાળમાં પણ પતિતો હતા જ, પરંતુ તે પતિતો તો નદિષેણુજીના જેવા જ હતા, અને તે સમયની સમાજસ્થિતિ પણ આજને મુકાબલે બહુજ સારી હતી. નંદિષેણજી પોતે પતિત થયા હતા. પિતે કર્મના કુવામાં ડૂબી ગયા હતા પરંતુ તેમને ત્યાગને માટે ધિક્કાર ન હતો. તેઓ જાણતા હતા કે હું મારા કર્મના પ્રભાવથી પતિત થયો છું એ વસ્તુ સાચી છે પરંતુ સાચું અમૃતતત્વ તો ત્યાગમાંજ રહેલું છે અને ત્યાગ એજ અમરતાની ખાણ છે. આથી તેઓ બીજાને ત્યાગને માર્ગે પ્રેરતા હતા અને ત્યાગ લેવાને તૈયાર થએલાને તેઓ અનુમોદના પણ આપતા હતા. એ યુગના પતિને આ રીતના આચારપતિત હતા. અર્થાત્ તેઓ ક્રિયાથી પતિત થતા હતા પરંતુ પરિણામે પતિત થયા ન હતા. બીજી તરફ વેશ્યાની પરિસ્થિતિ સમજે. વેશ્યા તો બેલી ચાલીને સમાજની અધમતાનું છેલ્લું બિંદુ. તેને ત્યાં આવેલા દસ માણસે તેને ભેગવ્યા વગર અને પૈસા આપ્યા વગર જ ચાલી જતા હતા. છતાં વેશ્યાને તે માટે ગ્લાનિ થતી ન હતી. તેણે નદિષેણછ ઉપર નુકસાનીને કે ભરણપોષણને દા માંડ્યો ન હતો. વિષય અને વસુની દાસી એવી વેશ્યા પણ, જ્યારે પિતાને ત્યાં પગે ચાલીને વિષય અને વસુનું દાન આપનારાઓ, એ દાન આપ્યા વિના જ પાછા ચાલી જાય, તે માટે શેક કરતી નથી ત્યારે એ સમયના સભ્ય સમાજની તે ત્યાગ પર કેવી સુંદર નિષ્ઠા હશે તેને ખ્યાલ કરજે,
પ્રાચીનકાળની સમાજસ્થિતિ, હવે સમાજની સ્થિતિ જુઓ. એકલા નદિષણને
હાથેજ રોજના દસ દસ આત્માઓને પ્રતિબધ મળતા હતે. આ સિવાય તે બીજા અનેક આચાર્યોને હાથે દીક્ષાઓ થતી હતી પરંતુ સમાજને તે માટે વાંધો ન હતે. અથવા તે નંદિમુછ જેવા ભવિષ્યમાં પતિત થનારને પણ તેઓ પતિત થશે એવા ભયથી દીક્ષા આપવાનું બંધ કરવામાં આવતું ન હતું. આ સઘળી ચર્ચાઓ અને કથાઓ ઉપરથી એ કાળની સમાજસ્થિતિને આપણને સારી પેઠે ખ્યાલ આવે છે. સમાજ એ વખતે શ્રીમતી ભગવતી દીક્ષાને બહુજ પવિત્ર ભાવથી જેતે હતું અને તેના પર ભાર આદર રાખત. દીક્ષાથી પતિત થશે એવા ભયથી દીક્ષા આપવાનું અટકાવવામાં આવતું ન હતું અને જે માંગી આત્માએ પોતાના અશુદયે પતિત થતા હતા તેવાઓને પણ દીક્ષા પર તિરસ્કાર ન હતે. તેઓ પોતે પતિત હોવા છતાં બીજા ધર્માત્માઓને તેમના ધર્માચરણમાં અમેદી આપતા હતા અને તેને જ પોતાની ફરજ સમજતા હતા. નંદિષેણ પિતે પતિત થયા પરંતુ જેવા આજના પતિ છે તેવા તે પતિત ન હતા. તેઓ આચારે પતિત હતા પરંતુ પરિણામે પતિત ન હતા. તેમનાથી પિતાનાથી સાધુને આચાર પાળી શકાય ન હતું એ વાત તદન સાચી છે પરંતુ જેઓ આચાર પાળી શકે તેવાને તેને તેડી પાડવા ઈચ્છતા ન હતા એટલું જ નહિ પણ બીજા જે કઈ આચાર પાળી શકે એમ હોય તેવાને તે તેઓ મદદજ આપતા હતા. આચાર પાળનારને તેઓ સહાયતા આપતા અને તે વડે પોતે સંતેષ અનુભવતા હતા. પ્રાચીન કાળના પતિને આ રીતે આચારપતિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com