________________
આનંદ-સુધાસિંધુ.
(૧લા)
સુધાબંદુ ૧ લું. ઈત્યાદિ શબ્દ બાંધીજ મૂક્યા છે અને જેમ ધૂનમાં આવે છે તેમ તે શબ્દોની તેઓ છૂટે હાથે લાણું કરતા જાય છે, પરંતુ તેમણે યાદ રાખવું જોઈએ કે શાસકારોએ આ બનાવને કેઈપણ સચેગામાં કદાગ્રહ કે હઠાગ્રહ કહ્યો નથી. હવે નંદિણ ભગવાન્ શ્રીતીર્થકદેવ મહાવીરસ્વામી પાસે દીક્ષા અંગીકારવાને જાય છે અને તેમને કહે છે કે “મહારાજ ! મને દીક્ષા આપે! ભગવાન નદિષેણની વિનતિ સાંભળીને તેને કહે છે: મહાનુભાવ! તારા હજી ગાવળી કર્મ બાકી છે માટે તે કર્મ પૂરા થયા પછી તારે દીક્ષા લેવી યોગ્ય છે નંદિષેણુજી કહે છે. મને તે દીક્ષાને ઉલાસ જાગ્યો છે અને મારે તે દીક્ષા લેવીજ છે !” હવે આ પ્રસંગ કે મહત્વને છે અને તે પ્રસંગે ભગવાન પોતે કેવી વલણ ધારણ કરે છે તેનો વિચાર કરો.
આજે દીક્ષા રેકવી એ ચોગ્ય છે કે અમુક માણસ દીક્ષા લેવા આવે છે તે માણસ
દીક્ષા પાળી જ શકશે અથવા પતિતજ થશે એવું આજે તે દીક્ષા આપનાર જાણતા નથી, પરંતુ ભગવાન શ્રી મહાવીરની સ્થિતિ તો કાંઈ છેડજ એવી હતી. તેઓ તે ત્રણ કાળજ્ઞાનના ધણી હતા. નદિષેણજીના ભેગાવળી કર્મ બાકી છે અને છતાં તે દીક્ષા લે છે એટલે તેઓ પતિત થવાનાજ છે એ તેઓ જાણતા હતા છતાં જ્યારે નંદિષેણુજી. દીક્ષા માગે જ છે ત્યારે ભગવાન શ્રી મહાવીરદેવ તેને તરતજ દીક્ષા આપી દે છે. ભગવાન્ શ્રીતીર્થકર દેવ સર્વજ્ઞ હતા શ્રી નંદિક્ષેણુજી દીક્ષા લે છે પરંતુ તેમનું પતન થવાનું છે એ તેઓ જાણતા હતા તે છતાં તેમણે તેમને દીક્ષા આપી હતી. આ ઉપરથી સહજ સમજી શકાય છે કે ભવિષ્યમાં પતન થશે એમ ધારીને અથવા તે નિશ્ચય હોય તે પણ દીક્ષા અટકાવી શકાતી નથી. ભગવાને શ્રીનદિષેણુજીના ભાવીને જોયું હતું તે પતિત થશે એવું તેઓ જાણતા હતા અને એ વસ્તુમાં તેમને અંશમાત્ર પણ શંકા ન હતી છતાં તેમણે દીક્ષાને રોકી ન હતી. હવે આજની સ્થિતિ વિચારે. આજે તે આપણું ભાવીને જાણતા નથી આપણે ધારીએ છીએ કાંઈ અને થાય છે જુજ. તેવા સંગમાં સેંકડે ૧૬ સાધુઓ પતિત થતા હોય તે ઉપરથી આખી દીક્ષાની સંસ્થાને જ નાશ કરવા તૈયાર થવું એમાં સ્પષ્ટ મૂર્ખતા રહેલી છે કે બીજું કાંઈ? હવે વળી કોઈ એવી શંકા કરવાવાળા પણ તૈયાર થશે કે જે ભગવાન શ્રી મહાવીર દેવ જ્ઞાની હતા અને તેમણે શ્રીનંદિજી પતિત થવાના છે એ વાત જાણી લીધી હતી તે શું પતે “ના” કહા છતાં નદિષેણ દીક્ષા માગશે અને પિતે તેને દીક્ષા આપશે એ વાત તેઓ શ્રીમાન જાણતા ન હતા અને જે તેઓ એ વાત જાણતા હતા તે પછી ભગવાને નંદિષેણને દીક્ષા આપ વાની ના શા માટે પાડી હતી? જે ભગવાને સ્વમુખે શ્રીનંદિને ના પાડી હતી તે પછી તેમણે જ સ્વહસ્તે નદિને દીક્ષા આપવી અનુચિત હતી! કાંતે તેમણે આ માણસ ના કહેવા છતાં પણ દીક્ષા લેવાનેજ છે એમ ધારીને તેને દીક્ષા આપી જ દેવી હતી કાંતે તેને નિષેધ કરવું જોઈતું ન હતું અને નિષેધ કર્યો તે પછી દીક્ષા આપવી જોઈતી ન હતી, ઠીક. પતનને માટે પરિણામ પતિતો જવાબદાર છે. ભગવાને જેમ પિતાના ત્રિકાળજ્ઞાનના
બળથી એ વાત જાણી લીધી હતી કે દિષણ પતિત થવાના છે તેજ પ્રમાણે તેઓશ્રી એ વાત પણ જાણતા હતા કે તેઓ પરિણામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com