________________
આનંદ-સુધાસિંધુ.
(૧૮૭)
સુધાબિંદુ ૧ લું ચોથા ગુણસ્થાનકે કયા શ્રાવકે છે! ભવબંધન વધે, ગૃહસ્થાશ્રમ પુષ્ટ થાય, સંસાર પુષ્ટ
થાય, એવાં જેટલાં જેટલાં કાર્યો થાય તે બધાં કાર્યો કરતી વખતે હદયમાં ભયંકર બળતરા થવી જોઈએ, અને મોક્ષ પ્રાપ્તિ સરળ બનાવે એવાં કાર્યો કરતી વેળાએ હૃદયમાં પરમાભિમાન જાગ્રત થવું જોઈએ, પિતાના પક્ષને વિનાશ કરે એવાં કાર્યો શત્રુના હાથમાં કેદ પકડાએલ સૈનિક કરે છે ત્યારે તેનું અંતર પ્રચંડ શોકથી ચીરાઈ જાય છે. એવીજ વેદના
જ્યારે ભાવસંવર્ધનના કાર્યો કરતાં આત્માને થાય છે ત્યારે તે આત્મા એથે ગુણસ્થાનકે આવ્યું છે એમ કહી શકાય. નાનું બાળક પહેલવહેલે શાળામાં જતી વખતે પોતાની રાજીખુશીથી શાળામાં
તેને સમજાવી પટાવી બળાત્કારે પણ શાળામાં મોકલવો પડે છે તેથી આપણે તેને એ ઠોઠ છે એમ કહેતા નથી પરંતુ તેનું અભ્યાસમાં ધ્યાન ચોંટયું નથી એમજ કહીએ છીએ! આવા બાળકને જે આપણે ઠોઠ કહીએ તે તે શાળામાં જતે હોય તે પણ ઉલટે બંધ થાય છે અને ભણતો હોય તે પણ ભણવાનું બંધ કરે છે. એવા બાળકને માટે આપણે તે ઠોઠ છે એવું કહી શકતા નથી માત્ર એ શબ્દપ્રયોગ કરી શકીએ છીએ કે તેને કાળે અક્ષર પણ લખતાં આવડતો નથી. બાળકની આ સ્થિતિ છે તે જ સ્થિતિના જે શ્રાવક હોય તેને પણ એમ કહી શકાય કે તમારી હદ ચેાથે ગુણસ્થાનકે છે પરંતુ એવાને આપણે એમ ન કહી શકીએ કે તમે બધા મિથ્યાત્વી છે. બાળક જેમ શાળાએ જવાનું સ્વીકારે છે પરંતુ તેનું ધ્યાન અભ્યાસમાં લાગતું નથી તે બાળકો ઠોઠ નથી તેજ પ્રમાણે જે જેને મોક્ષ મેળવવું એજ આવશ્યક છે અને પાગલિક પ્રવૃત્તિ પાપરૂપ છે એમ માને છે અને મોક્ષપ્રવૃત્તિમાં અભિમાન અને પૌગલિક પ્રવૃત્તિ વખતે અંતરમાં બળતરા સેવે છે તેઓ પણ ઠોઠરૂપી મિથ્યાત્વ ન કહેવાતાં તેમની હદ ચોથે ગુણસ્થાનકે છે એમજ કહેવાય છે. અતુફી સંગેની મહત્તા. એક આત્મા ઝવેરીને ત્યાં બાળક બનીને જન્મે છે અને
બીજે આત્મા કળી, દૂબળાને ઘેરે જન્મે છે. આ બંને બાળકોમાં ઝવેરીને ત્યાં જન્મેલ બાળક ભાગ્યશાળી લેખાય છે અને કેળી, દૂબળાને ત્યાં જન્મેલો હીન પંક્તિનો મનાય છે. હવે વિચાર કરો કે ઝવેરીના બાળકની કિંવા ભીલના બાળકની અત્યારે બાલ્યાવસ્થામાં તે કિંમત એકસરખીજ છે. ઝવેરાતને હાર બંનેમાંથી ગમે તેને આપશો તે પણ તે બંનેને તેની એકસરખીજ કિંમત છે. હીરાને હાર લઈને ઝવેરીનો બાળક પણ રમવા લાગશે અને કેળીને બાળક પણ રમવા લાગશે. છતાં વ્યવહારમાં ઝવેરીને ત્યાં જન્મેલ બાળક ભાગ્યશાળી ગણાય છે. ઝવેરીને ત્યાં જન્મેલ બાળક એવા સંજોગોમાં મૂકાયો છે કે તે ભવિષ્યમાં ઝવેરી થવાનો છે ત્યારે કોળીનો છોકરે એવા સંજોગોમાં મૂકાએલો છે કે તેના હાથમાં મોતીને ટુકડો પણ આવવાનો નથી ! આજ કારણથી ઝવેરીને ત્યાં જન્મેલ બાળક ભાગ્યશાળી ગણાય છે. શ્રાવકકુળની પણ એજ પ્રમાણે મહત્તા છે. શ્રાવકકુળમાં જન્મેલા બાળકને ધર્મ પામવાની સઘળી સાધનસામગ્રી મળેલી છે. જેનકુળમાં તેણે જન્મ લીધો છે એટલે તે ધર્મ પામવા માટે લાયક છે. ધર્મની જડ શ્રાવકકુળમાં છે અને બાળક એ કુળમાં જન્મ્યો છે એટલે સ્વાભાવિક રીતે જ પેલા ઝવેરીના છોકરાની માફક તે એવા સંજોગોમાં મૂકાએલ છે કે જ્યાં ધર્મની જડ હોવાથી તે વગર પ્રયને સ્વાભાવિક રીતે આપોઆપ ધર્મ પામવાનો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com