________________
આનંદ-સુધાસિંધુ.
(૧૭૯)
સુંધાબિંદુ ૧ લું સ્થળે સ્થળે મુસલમાનોની સભાઓ થઈને તે વાત મંજુર રાખવાના ઠરાવ થાય છે. અરે ! આ ૧૯૩૪ની જ વાત ! મુસલમાનોની સામાન્ય રાજનીતિની સામે જઈ પેલી કહેવાતી કોંગ્રેસને ટેકો આપનારો મુસલમાન કે જે વડીધારાસભા માટે કોંગ્રેસીય પ્રતિનિધિ હતે; તેને મુસલમાનેએ એવી શકસ્ત આપી છે કે તેની ડીપોઝીટ પણ જપ્ત થઈ છે. બીજી બાજુએ તમારી સ્થિતિ વિચારો અને પછી તુલના કરો કે તમે આગળ વધ્યા છે કે પાછળ પડ્યા છે. આમ ન થાય એટલા માટેજ શાસ્ત્રકાર મહર્ષિઓએ પુકારી પુકારીને એ વાત જાહેર કરી છે કે પ્રત્યેક જેનબાળકમાં વજ જેવા, એ સંસ્કાર પાડી દ્યો કે, “મામા, મા, મને લઇ ગજે ગારિના છે.” જેના માતાપિતા તરીકે તમારી એ ફરજ છે કે તમારે તમારા બાળકોમાં દઢપણે આ સંસ્કાર પાડવા જ જોઈએ. જે આ સંસ્કાર તમે તમારા બાળકમાં નથી પાડતા તે સમજી લેજે કે તમે જેના માતાપિતા ગણવાને માટે લાયક નથી યા હકદાર પણ નથી જ. આ મહાસંસ્કાર એ છે કે તે જગતના સઘળા સંસ્કારને આવતા રોકે છે અને ધર્મવૃત્તિને જાગૃત કરે છે.
હિતબુદ્ધિને જ હેતુ છે. આત્મા, ભવ અને કર્મ અનાદિના છે એવા સંકાશે જ્યાં દઢ
થાય છે કે અધર્મના સંસ્કાર પડતાજ નથી અને પડેલા હેય તે પણ તે નાસવા જ માંડે છે. આ વસ્તુ આત્મામાં ઠસી જાય છે તે તે સઘળા કુસંસ્કારને દૂર કરે છે અને સુસંસ્કારોને પિષે છે એ કેવી રીતે થાય છે અને એથી ભવપર્વતનું ઉલ્લંઘન કેવી રીતે થાય છે તે હવે જોવું જોઇએ, પરંતુ એ જોઈએ તે પહેલાં છેવટના મુદ્દા ઉપર ફરી એકવાર નજર નાખવી જ રહી. આપણા બાળકોમાં આપણે જોઈતા સંસ્કાર નથી પાડ્યા તેનેજ અંગે આજના સુધારકો નિપજ્યા છે અને એ સુધારકની સઘળી પ્રવૃત્તિઓ એવી થવા પામી છે કે જેણે શાસનને જડમૂળથી નાશ કરવાની તૈયારી કરી છે. તેમની પાંચ વર્ષની પ્રવૃત્તિનું ફળ શુન્યથી વધારે નથી. નથી તેઓ સાધુસંસ્થાને નિર્મળ કરાવી શક્યા નથી તેઓ દેવદ્રવ્ય ખરચીને વિદ્યાલય બંધાવી શક્યા, નથી તેઓ વિધવા બહેનેને નાતરાની જાતરાએ ચઢાવી શક્યા, કે નથી તેઓ વટલીને મુસલમાન ખ્રિસ્તી બની જતાં સાધર્મિક ભાઈઓને મદદ આપી બચાવી શક્યા. ત્યારે શાસનપ્રેમીઓ બીજી બાજુએ પૂરતે વિજય મેળવી શક્યા છે. સાધુસંસ્થાને તેમણે વિશાળતા નથી આપી પણ તેઓ રક્ષા કરી શક્યા છે. તેમણે બીજું નવું કાંઇપણ નથી કર્યું એ વાત સત્ય છે છતાં તેઓ જુનાની રક્ષા કરી શક્યા છે અને તેથી જ તેમણે શાસ્ત્રની દષ્ટિએ આઠગણું પુણ્ય ઉપાર્જન કર્યું છે, પણ આ સઘળું થયું છે તેમાં હેતુ એજ રહે છે કે શાસન પ્રત્યે હિતબુદ્ધિ અને તેથીજ શાસનપ્રેમીઓની પ્રવૃત્તિ ઉત્તેજનાને પાત્ર ઠરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com