________________
પા
આનંદ-સુધાસિંધુ.
( ૧૮૨)
સુધાબિંદુ ૧ લું. જાણવાનું બાકી નથી તે જ પ્રમાણે તેને કાંઈ મેળવવાનું પણ બાકી નથીજ અને તેથી જ સગિકેવળીને મનન કિંવા વિચાર કરવાપણું પણ હતું જ નથી ! અને તેથી જ મોક્ષે મ ર સર્વત્ર જિલ્લો મુનિણરામ અર્થાત્ મોક્ષમાં જવાની કે ભાવમાં રહેવાની કોઈપણ ઈચ્છા ઉત્તમ મુનિ રાખતા નથી.
નોકાની જરૂર કેને છે? સગિકેવળી ભગવાને સઘળું જાણે છે સઘળા પદાર્થોને અને
સઘળા કાળને તે વાસ્તવિકરૂપે પીછાણે છે અને તે મોક્ષની પણ દરકાર રાખતા નથી. ભવ મળે કે મોક્ષ મળે એની પણ તેમને ચિંતા હતી જ નથી. આ પરિસ્થિતિને અંગે કેવળી ભગવાને વિચારે અને મનનથી મુક્ત હોય છે. કેવળી ભગવાને મોક્ષની દરકાર રાખતા નથી એ જાણીને આપણામાંથી કોઈ એવી શંકા કરનારા પણ નીકળી આવશે કે જે કેવળી ભગવાન મોક્ષની દરકાર નથી રાખતા, તે પછી આપણે પણ શા માટે મોક્ષની દરકાર રાખવી જોઈએ? કેવળીઓની સ્થિતિ આપણી દષ્ટિએ આધ્યાત્મિક દષ્ટિએ આપણું કરતાં બેહદ સારી છે. જ્ઞાનની પરમકક્ષાએ તેઓ પહોંચેલા છે અને તેમની અપૂર્વ રીતિએ ધાર્મિક ઉન્નતિ થએલી છે એવા પુરુષો પણ જે મોક્ષની દરકાર રાખતા નથી તે પછી આપણે પણ શા માટે મોક્ષની દરકાર રાખવી જોઈએ? આવી શંકા કરવી એ સર્વથા અસ્થાને છે, અને આવી શંકા ઉપસ્થિત કરવામાં સ્પષ્ટત: અજ્ઞાન જ રહેલું છે. નૌકાને આશ્રય લઈને તરીને સામે કાંઠે ગએલ માણસ એમ કહે કે, “હવે મને સામા કિનારાની અથવા તે નૌકાની આવશ્યક્તા નથી.” તે તેનું તે વચન અવાસ્તવિક ગણી શકાતું નથી. તેને નૌકા વિગેરેની જરૂર ન હોય એ સમજી શકાય એવું છે પરંતુ તેનું જોઈને નદીને આ કાંઠે રહેલે માણસ પણ એમજ કહે કે પેલા માણસને સામા કાંઠાની કે નૌકાની આવશ્યકતા નથી તે હવે મને પણ નૌકા વગેરેની શી જરૂર છે? તો બીજા માણસનું આ કથન સર્વથા મિથ્યાજ છે એવું નાનું બાળક પણ કહી શકશે.
દુર્ગતિનું કારણ ન બને, એક માણસ વગડામાં ગએલો છે, બીજે માણસ ઘરને આંગણે
ખાટલે પાથરીને સૂતો છે. આવી સ્થિતિમાં બીજો માણસ એમ કહે કે મારે હવે ઘર શોધવાની શી જરૂર છે? તે બીજા માણસનું એ વાકય યથાર્થ ઠરે છે પરંતુ તે જ પ્રમાણે વનવગડામાં ભટકતે પહેલે માણસ પણ એમજ કહે કે, “હંઅ! મારેય હવે ઘર શોધવાની શી જરૂર છે?” તે આ સ્થિતિનું પરિણામ એજ આવી શકે કે બીજે માણસ શાંતિથી ઘરને આંગણે સુતેલા રહી જાય અને પહેલાને વનવગડાના પશુઓજ ફાડી ખાય! આજ દશા આપણે પણ સમજવાની છે ! કેવળજ્ઞાનના અધિકારી એવા કેવળી ભગવાનને જે મોક્ષની દરકાર નથી તે પછી આપણે તે સામાન્ય જીવો છીએ, આપણને શા માટે મોક્ષની દરકાર હાવી જોઈએ, એવો વિચાર કરીને જે કઈ મોક્ષની દરકારને છોડી દે છે તેને વનવગડારૂપી આ મહાભયાનક સંસારમાં રહેલા હિંસક પશુઓરૂપ કામ, ક્રોધાદિ દુર્ગણે ફાડી ખાય છે અને તત્પશ્ચાત તે નિભંગી આત્મા વિનાશરૂપ દુર્ગતિનેજ મેળવે છે! આવા વિચિત્ર પ્રશ્ન કરીને જે સ્વયં મોક્ષનો વિચાર ત્યાગી દે છે તે ભયંકરમાં ભયંકર પ્રકારનો પોતાના આત્મા માટેની દુર્ગતિને દરવાજો ખોલી દે છે ! એટલું જ નહિ, પરંતુ આવી શંકાઓથી જનતાની ચિત્તવૃત્તિમાં ક્ષોભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com