________________
-
A
A
આનંદ-સુધાસિંધુ.
(૧૮૪).
સુધાબિંદુ ૧ લું રખડી જવાની નિશાની શું ? કેવળી ભગવાનની સ્થિતિ પરીક્ષા આપી ચૂકેલા માણસ '
જેવી જ છે. કેવળી ભગવાનને મોક્ષના જે સંપૂર્ણ સાધન કરવાના હતા તે કરી લીધા છે હવે તેમને કરવાનું કાંઈ બાકી રહ્યું જ નથી અને જ્યાં તેમના આયુષ્યને અંત આવશે કે તેમને માટે મોક્ષની પ્રાપ્તિ તે નિમેલીજ છે. કેવળી ભગવાનની આવી સ્થિતિ હોવાથી તેઓ મેક્ષ મળે કે ભવ મળે તે સંબંધમાં બેદરકાર રહે તે ચાલી શકે છે, પરંતુ તેથી આપણને તે સ્થિતિ પાલવી શકે નહિ. આ પણ સ્થિતિને આપણે ખ્યાલ કરવાને છે. આપણી સ્થિતિ ભણતા વિદ્યાર્થીના જેવી છે. આપણે હજી નિર્વિકલ્પદશાના ગુણસ્થાનકે પહોંચી શકયાજ નથી. આ સ્થિતિમાં આપણે પણ જે મોક્ષ કે ભવના વિચારેજ છોડી દઈએ તો આપણી સ્થિતિ પણ રખડેલ વિદ્યાથીના જેવીજ થવાની ! પરીક્ષા પસાર કર્યા પછી એટલે પરીક્ષા આપી દીધા પછી રિઝટ બહાર પડે ત્યાં સુધીમાં પરીક્ષાને ઉમેદવાર પરીક્ષાને લગતા કાંઈ પણ વિચારે ન કરે છે તે તદન સ્વાભાવિક છે પરંતુ પરીક્ષા ન આપી હોય એવા ઉત્તીર્ણતાના અથએ તે એ સંબંધીના વિચારે સેવવાજ ઘટિત છે. તે જ પ્રમાણે જે નિર્વિકલ્પની દશામાં નથી પહોંચ્યા તેવા બધાએ તે મોક્ષપ્રાપ્તિના વિચારો કરવા ઘટે છે. આવા માણસો પણ જે મોક્ષ મળે તે શું અને ભવ મળે તે શું એ જ વિચાર લઈ બેસે છે તે તેની રખડી જવાની જ નિશાની છે.
તેરમું ગુણસ્થાનક એટલે મોક્ષનું સાટું. લૌકિક વ્યવહારમાં તમે ઘર ખરીદવાનું સાટું
કરો છો તેનું જ ઉદાહરણ છે. તમે પહેલાં સાટું કરે છે પછી બાનું આપ છો. આ રીતે તમે કઈ ઘર વેચાણ લેવાની કબુલાત આપી દીધી અને તેને લગતા તમારે દસ્તાવેજ પણ રજીસ્ટર થઈ ગયે, આટલું થયા પછી તમે એ વિચાર કરતા નથી કે એ મકાન મને આટલા હજાર રૂપિયામાં પોષાય છે કે નહિ પોષાય? સાટાખત થયા પછી, બાનું અપાયા પછી, દસ્તાવેજ રજીસ્ટર થયા પછી, ઘર પિષાય છે કે નથી પિોષાતુ, એવા પ્રશ્નને અવકાશ જ નથી. આ સ્થિતિએ એ વિચાર કરવા બેસનારે મૂર્ખ છે. અર્થાત્ જે વ્યવહારકુશળ છે તે માણસ આવા સંગમાં ગ્યાયેગ્યતાનો વિચાર કરી શકતેજ નથી પરંતુ તેનું જોઈને બીજા માણસો મકાન ખરીદતાં પહેલાં-સાટું થયા પહેલાં પણ, જે વિચાર ન કરે, તે તેના બાર વાગ્યા સિવાય રહેજ નહિ! તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે એટલે આત્મા મોક્ષનું સારું કરી લે છે. તેરમે ગુણસ્થાનકે ગએલો આત્મા પાછે જન્મ લઈ શકો નથી એ સ્પષ્ટ છે અને જ્યાં તેરમે ગુણસ્થાનકે ગએલાનું આયુષ્ય પૂર્ણતાને પામે છે કે તે તેજ ક્ષણે મેક્ષમાં પગલાં માંડે છે. મોક્ષનું સાટું થઈ ગયા પછી તે સંબંધી વિચાર ન થાય એ વાસ્તવિક છે પરંતુ તેથી એ સાટું ન થયું હોય તે પહેલાં પણ મોક્ષ સારો કે ભવ સારો એ વિચાર ન કર યા તે પરત્વે બેદરકાર રહેવું એમાં તે સ્પષ્ટ રીતે મૂ ખાઈજ સમાએલી છે. અથાત્ આત્માએ જ્યાં સુધી તેરમા ગુણસ્થાનકને આશ્રય લીધો નથી ત્યાં સુધી બાકીના ગુણસ્થાનકે રહેલા આત્માઓએ ભવનિર્વેદની અને મોક્ષકપ્તિની ચિંતા અવશ્ય રાખવી જ જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com