________________
આનંદ-સુધાસિંધુ.
(૧૭૨).
સુધાબિંદુ ૧ લું. ત્યારે પિતાને શિક્ષિત ગણાવનારાએ સુધારકોએ તેમના કાર્યક્રમને સફળ બનાવવા કે પ્રયાસ કર્યો હશે તે વિચારજે.
ધમ સંસ્થાઓને નાશ, સુધારકેએ પિતાના ત્રીજા કાર્ય તરીકે તેમની દષ્ટિને જ્ઞાનપ્રચાર
નક્કી કર્યો હતે. પાંચ વર્ષની સુધારકોની પ્રવૃત્તિ દરમિયાન તેમની કેળવણીવિષયક પ્રવૃત્તિને ટાળવાને યા તેમનો સામનો કરવાને કેઈએ પણ પ્રયાસ કર્યો ન હતું તે છતાં સુધારકો પાંચ વર્ષમાં શિક્ષણની એક પણ નવી સંસ્થા સ્થાપી શક્યા નથી અથવા જુની શિક્ષાની સંસ્થાને તેઓ પગભર બનાવી શકયા નથી ! સુધારકોએ સાધુસંસ્થાને તોડી પાડવા, અને તેમના કહેવાતા બીજા કાર્યક્રમને પિષવા ભરચક પૈસા વાપર્યા હતા અનેક સમર્થ માણસને તેમણે પગાર અને પૈસા આપી આપીને રોકયા હતા અને બીજો પણ બહુ પરિશ્રમ કર્યો હતો છતાં તેમની સઘળી પ્રવૃત્તિને સાર એ આવ્યું છે કે શૂન્ય !! સુધારક પ્રવૃત્તિનું આ સરવૈયું છે. સુધારકેનું આ સરવૈયું તેમને માટે નિરાશાજનક છે અને તેથી તેમની પ્રવૃત્તિને કાદર નથી મળતું એ સાબીત થાય છે પરંતુ આ સઘળું તપાસતી વખતે એક વાત ખાસ યાદ રાખવાની છે કે આ સઘળું પરિણામ શાસનરસિકેએ કરેલી સમ્પ્રવૃત્તિને આભારી છે. શાસનસેવકે જે યાચિત સમયે જાગૃત થયા ન હતા અને તેમણે સંરક્ષક ચળવળ ઉપાડી ન લીધી હોત તે નિઃસંશય ધર્મક્રિયાઓ અને ધર્મ સંસ્થાઓને વિનાશજ થઈ જાત!
સરંક્ષણની મોટી જવાબદારી. છેલ્લાં પાંચ વર્ષને જ્યારે જનસમાજને ઈતિહાસ તપા
સીએ છીએ ત્યારે શાસનપ્રેમીઓને ઉજવળ વિજય દષ્ટિએ પડે છે. કહેવાતા જેનયુવકે છેલ્લા પાંચ વર્ષ સતત અને એકધારી પ્રવૃત્તિ ચલાવી હતી ત્યારે બીજી બાજુએ શાસન પ્રેમીઓની પ્રવૃત્તિ માત્ર સંરક્ષા કરવા જેટલી જ હતી, પરંતુ સંરક્ષા કરવી એ કાંઈ કોઈ ધારી લે કે અત્યંત સરળ કાર્ય છે તેવું સરળ નથી એની ખાતરી રાખજે ! પાંચ હજાર રૂપીયા કમાવાને જેટલી શક્તિ જોઈએ છે તેનાથી વધારે શક્તિ એ રૂપીયા જાળવી રાખવામાં જોઈએ છે. જે એ શક્તિ ન હોય તે કમાએલા પૈસા પણ ધૂળ ભેગા બની જાય છે! સંરક્ષા કરવામાં કાંઈ ઓછા પરિશ્રમની જરૂર પડતી નથી. શાસનપ્રેમીઓએ આવો જબરો પરિ. શ્રમ ઉઠાવ્યું હતું અને શાસનની સંરક્ષાનું કાર્ય હાથ ધર્યું હતું. આ સઘળા કાર્યમાં શાસનસેવકોનું દષ્ટિબિંદુ કયાં હતું, તેમની ભાવના શી હતી; તેનો વિચાર કરજે. બધાની ભાવના એકજ હતી કે શાસનની સેવા કરવી. શાસનની સંરક્ષા કરવાની એ બુદ્ધિનું પરિણામ યા લાભ વિચારશે તે કર્મનિર્ભર છે. આ શાસનપ્રેમીઓની પ્રવૃત્તિનું ફળ છે. હવે બીજી બાજુ એ સુધારકોની ચળવળનું પરિણામ વિચારી જુઓ. સૌથી પહેલાં સુધારકોનું દષ્ટિબિંદુ શું હતું તેનો વિચાર કરે. આ વસ્તુ સમજવા માટે વેપારી અને ચામડીઆનું દષ્ટાંત વિચારજે. અલબત્ત એ દષ્ટાંત કેઈને ખરાબ લાગશે પરંતુ એ દષ્ટાંત જે કોઈને ખરાબ લાગતું હોય તે બીજી તરફ તે તેટલુંજ અર્થ સાધક છે અને અહીં જે દષ્ટાંતે દેવાય છે તે બીજા કોઈપણ કારણને માટે નહિ, પણ માત્ર ભાવ અને અર્થને સ્પષ્ટ કરવાને માટે જ તેનું પ્રયોજન છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com