________________
આનંદ-સુધાસિંધુ.
(૧૭૧)
સુધારબિંદુ ૧ લું. હિલચાલને જ આભારી છે. યુરોપમાં ઈ. સ. ૧૯૧૪માં મહાસંગ્રામને આરંભ થયે હતે એ સંગ્રામ એ ભયંકર હતું કે પાંચ વર્ષમાં તે તેણે યુરોપની કાયા પલટાવી નાખી હતી. તેજ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં સાધુધર્મ સામે અને શાસને કરાવી આપેલી મર્યાદાઓ સામે પણ શાસનવિરોધીઓએ એજ-એ મહાયુદ્ધના જેજ-મહાભયંકર હુમલો કરી દીધું હતું!
સુધારક ચળવળનું અવળું ફળ. જેનશાસનના આધ્યાત્મજ્ઞાનને નહિ સમજી શકનારાઓ
જેઓ પિતાને સુધારક કહેવડાવે છે તેમણે શાસનસંચાલનના કાર્યને તેડી પાડવાના કરેલા પ્રયાસોમાં તેમને પહેલો પ્રયાસ એવો હતો કે સાધુસંસ્થા તેડી નાખવી અને તે ન બની શકતું હોય તે સાધુસંસ્થાને પિતાના અંકુશમાં લઈ લેવી. સુધારકના આ મરથ સામે શાસન પ્રેમીઓએ પ્રચંડ વિરોધ ઉઠાવ્યો હતો અને એ વિરોધ એટલે બધો સમર્થ નિવડ્યો હતો કે જેના વેગે કરીને સાધુ સંસ્થા તૂટવાની તે બાજુએ રહી, પરંતુ ઉલટી સાધુસંસ્થામાં અભિવૃદ્ધિજ થવા પામી હતી. જેમ જેમ સાધુસંસ્થાની સામે ઘેર અને નિંદનીય પ્રકારનું પ્રચારકાર્ય થતું રહ્યું હતું તેમ તેમ બીજી બાજુએ દીક્ષા ઝપાટાબંધ વધતી જ જવા પામી હતી. એક તરફ આ રીતે દીક્ષા વધી રહી હતી ત્યારે બીજી તરફ દીક્ષાજીવનની જ એક ઝાંખી આવૃત્તિરૂપ ઉપધાનની ક્રિયાને ઝપાટાબંધ વધારો થઈ રહ્યો હતે. શાસનસેવકેએ માત્ર વિરોધીઓએ કરેલે સાધુસંસ્થા સામેનો હલ રાકવાનેજ યત્ન કર્યો હતે. ત્યારે બીજી બાજુએ સાધુઓ તથા ધર્મક્રિયાઓની સુંદર અભિવૃદ્ધિ એ પણ તેનું પરિણામ આવી રહ્યું હતું. શાસનસેવકેએ માત્ર સરંક્ષણ બુદ્ધિથી જ જે કાર્યો કર્યા હતા તેના આ રીતે રક્ષા અને અભિવૃદ્ધિ એવાં બે સુંદર પરિણામો આવવા પામ્યા હતા. હવે આગળ જોઈએ.
ગરીબ જેનેને ઉદ્ધાર, સાધુસંસ્થાના વિનાશ સાથે સુધારકોને બીજે મનેભાવ “ગરીબ
જેનેના ઉદ્ધારને હતે. સુધારકાનો પ્રયાસ ગરીબ જેનેના ઉદ્ધરને હતું ત્યારે આ બાજુએ ધર્મપ્રિય વ્યક્તિઓને પ્રયાસ ધર્મક્રિયાઓના ઉદ્ધારને હતે. હવે આ બંનેના પ્રયાસમાં પણ કોણ ફળીભૂત થયું છે તેને પણ તમે અંદાજ કાઢ! ગરીબ શ્રાવકના ઉતારો પ્રશ્ન આજે પાંચ વર્ષમાં સુધારાને હાથે જરા માત્ર પણ સધાયો નથી. જેનેની ગરીબી મટી હેય અથવા સુધારકો ધારે છે તે રીતે ગરીબે સુખી થયા હોય એવું જરાય બનવા પામ્યું નથી. સુધારકેની આ ચળવળનું પરિણામ પણ મીડું આવ્યું છે. બીજીબાજુએ શાસનપ્રેમીઓના સહકારથી ધર્મક્રિયાઓનો વધારો-ફેલાવો થતે રહો છે. સ્થળે સ્થળે દીક્ષા, ઓળી, ઉપધાન, ઉજ. મણા, પૌષધ અને એવી બીજા ક્રિયાઓની ઝપાટાબંધ વૃદ્ધિ થઈ રહી છે. સુધારકો શાસનપ્રેમીઓને જુની રૂઢીને વળગી રહેનારા, નિમલ્ય, “હાજી હા” કરનારા, અશિક્ષિત વગેરે વિશેષણથી નવાજે છે આટલું છતાં આશ્ચર્યની વાત એ છે કે આ અશિક્ષિતે જે કરવા માગતા હતા તે કરી શકયા છે ત્યારે તમે શિક્ષિતે તમારા પિતાના કાર્યક્રમમાં એક તસુભાર પણ આગળ વધી શકયા નથી. આવા સંજોગોમાં પિતાને સુધારક કહેવડાવનારાઓએ એ વસ્તુ વિચારી લેવાની જરૂર છે કે અશિસિત પતે છે કે બીજા કેઈ છે! અશિક્ષિત એવા તમે તે માત્ર સંરક્ષક પ્રવૃત્તિ કરી હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com