________________
આનંદ-સુધાસિંધુ.
(૧૬૮)
સુધાબિંદુ ૧ લું. એ છે કે જેનબાળકમાં જન્મથી જ તેવા સંસ્કારો પડેલા હોય છે. જેનબાળકને ગળથુથીમાંથી જ એવા ત્રણ સંસ્કાર નાખવામાં આવે છે કે (૧) આ આત્મા અનાદિને છે (૨) ભવસંબંધ અનાદિ છે અને (૩) કર્મ સંગ પણ અનાદિને છે. જેનબાળકોને આ ત્રણ વસ્તુ ગળથુથીમાં જ પાવામાં આવે છે તેથી તેઓ આ ત્રણ વસ્તુના રહસ્યને સમજી શકે છે. જેમ તેઓ આ ત્રણ વસ્તુને સમજે છે તેજ પ્રમાણે જેમને આવા સંસ્કારોજ ન પડ્યા હોય તેની સ્થિતિ વિપરિતજ હોય એ સંભવિત છે પ્રેમશૃંગાર એટલેજ મુકિત છે એવું જેઓ માની રહ્યા છે, તેઓ વૈરાગ્યમાં નહિજ સમજી શકે. જેને વૈરાગ્ય એટલે શું, ત્યાગ એટલે શું, એ વાતને ગળથુથીમાં ઘુંટડેજ ન મળ્યો હોય, તેવા માણસો આ બાબત ન સમજે એ તદન વાસ્તવિક છે અને તેથી જ તેઓ વૈરાગ્યની નિંદા કરે એ સમજી શકાય એવું છે. જીવ અનાદિને છે, ભવ અનાદિને છે અને કર્મયોગ પણ અનાદિને છે, એમ જેઓ માને છે તેઓ આ અસાર સંસારને આ ભવને ભયાનક પર્વતરૂપે સમજે છે અને તેથી જેમણે આ ભવને ભયાનક માન્ય હોય તેમની ફરજ છે કે તેમણે ધર્મક્રિયાઓ દ્વારા કર્મનિજેરાને પંથ ગ્રહણ કરી આ ભયંકર ભવપર્વતને ઉલ્લંઘી જવાને યત્ન કરવો જોઈએ. જે એ યત્ન કરશે તે મોક્ષને સાચે માર્ગ મેળવી છેવટે મોક્ષ પામી શકશે.
શાશન અને સુધારક પક્ષની તુલના
છે.
=
doc
==
== જીતુ ઉ
ર =
0
de
-
.
,
શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન યશોવિજયજી મહારાજ ભવ્યજીના ઉપકાર માટે જ્ઞાનસાર નામક ગ્રંથ રચતાં તેઓશ્રી જણાવે છે કે કમાએલાનું રક્ષણ કરવાની બુદ્ધિ જેમ સંસારમાં છે તે જ પ્રમાણે કમાએલાના સંરક્ષણનિ બુદ્ધિ ધર્મકાર્ય પરત્વે પણ રાખવાની જરૂર છે. કેઈ માણસ દશ હજાર રૂપીઆ કમા હોય અને રોજના પચાસ રૂપીઆ મેળવતા હોય તે બે ચાર દિવસની કમાણી છેડીને પણ તે પહેલાં દશ હજાર રૂપીઆ રક્ષણ કરવાની ગોઠવણ કરશે. રાજ રાજાસત્તાની મદદથી, તલવારની ધારથી કમાણી કરે છે પરંતુ એ કમાએ પૈસે પણ તેને સળીયાવાળી જેલે બાંધીને અથવા તે તિજોરીના ઓરડાઓ ચણીને ફરજીયાત રીતે બચાવી લેવાની જરૂર પડે છે. જેનસમાજે આ સંબંધમાં પિતાને ઘરઆંગણે ઉપસ્થિત થએલું ઉદાહરણ જ જોવાની જરૂર છે. આપણી સમાજમાં બે પક્ષે પડી ગયા હતા. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com