________________
આનંદ-સુધાસિંધુ.
(૫૧)
સુધા–બિંદુ ૧ લું. છતાં તે બંનેને પાંચ ઇન્દ્રિઓ રહેલી છે, એટલે પાંચ ઇન્દ્રિઓવાળા મનુષ્ય અને પશુ બેઉ સરખા છે, પણ તેથી મનુષ્ય અને પશુ બન્ને સરખા છે એમ આપણે કહી શકતા નથી, બન્નેમાં આત્મા હોવા છતાં બંનેને ક્ષુધા આદિ વિકારે હોવા છતાં, અને બંને મરણના ભયથી ડરતા હોવા છતાં તે વાત તે ખુલ્લી જ છે કે પશુ કરતા મનુષ્ય ઉત્તમ છે. ટાઢું, ઉનું, લીસું, ખરબચડું, તમને અને જાનવરને બંનેને લાગે છે. સ્વાર્થ પણ બંનેને માલમ પડે છે. સુંદર દેખાવવાળી વસ્તુઓ પશુ અને મનુષ્ય બંનેને ગમે છે, સંગિતને શબ્દ બંનેને ગમે છે ક શબ્દ બંનેને
ખરાબ લાગે છે, કામ ક્રોધાધિ ઈન્દ્રિઓના જે વિષયે છે તે મનુષ્ય અને પશુ બંનેને પ્રિય છે બંનેમાં બુદ્ધિ રહેલી છે અને ઈન્દ્રિઓના વિષયેના વિકાર પણ તે બંનેમાં રહેલા છે. પશુ ઉત્તમ કે મનુષ્ય ? શીયાળામાં આપણે જ્યારે તડકે પસંદ કરીએ છીએ ત્યારે
જાનવરો પણ તેને પસંદ કરે છે. ઉનાળામાં આપણે તડકાને હેરાનગતી કરનાર માનીએ છીએ તેમ જાનવરો પણ તેને હેરાનગતીરૂપ માને છે. શરીરની શક્તિ કરતાં વધારે પડતે જે આપણે સહન કરી શકતા નથી, તે જ પ્રમાણે પશુઓ પણ વધારે પડતે બોજ સહન કરી શકતા નથી, બેહદ બેજાથી જેવી હાડમારી આપણને ભેગવવી પડે છે તેવીજ પશુઓ પણ ભગવે છે, એમ સમજશે નહિ કે માત્ર મનુષ્યને જ સ્વાદ છે અને પશુઓને નથી પશુઓમાં પણ લીલી શાકભાજી ખાવાની છેડીને લીમડાના પાંદડાં ખાવા જાય એવું કઈ પશુ આપણે જોયું નથી. ઉંટ જેવું પ્રાણુ જે બીજી કોઈ પણ વસ્તુને છોડતું નથી તેવું પ્રાણું પણ તમાકુના ખેતરમાં ચરવા જતું નથી, તે ઉપરથી તમને માલમ પડશે કે તેને પણ સ્વાદ પ્રિય છે, પ્રાણીને પણ કડવી ચીજ ભાવતી નથી, આંબાને વાડ કરવી પડે છે, પણ લીંમડાને વાડ કરવી પડતી નથી જીભને મેહ જે તમને છે, તે પશુઓને પણ છે અને જેવી સ્વાદની બાબતમાં પશુની પ્રવૃત્તિ છે તેવી તમારી પણ છે, અમુક વસ્તુ ખાવી અને અમુક નહિ ખાવી એ વિવેક જે માણસમાં છે તે પશુઓમાં પણ છે. ગાય, ભેંસ, બળદ ઈત્યાદિ સઘળા પશુઓને મીઠી વસ્તુ પ્રિય છે, કડવી કેઈને પ્રિય નથી, બધા આનંદને ઈચ્છે છે, પણ કેઈને દુઃખ ગમતું નથી, એક રીતે કહીએ તે. પશુઓ કરતાં મનુષ્યની સ્થિતિ કોઈ પણ રીતે વધારે સારી નથી, પશુઓ ઝેરી પદાર્થોને માત્ર સુંઘવાથી પારખે છે એ શકિત માણસોમાં નથી. કુતરામાં એવી શક્તિ છે, કે તે જરાવામાં સ્વાસ વડે પદાર્થના ગુણદોષ પારખ લે છે, તમારે માટે તે અશક્ય છે. સીકા પર રહેલી ચીજ ખારી છે, ખાટી છે, કે મીઠી છે, તે તમે પારખી શકતા નથી; પણ કીડી એ ઝપાટામાં પારખી કાઢે છે, કે અમુક ઠેકાણે મીઠી વરતુ મુકેલી છે. જો ઇન્દ્રિઓથી વધારે ઓછી બુદ્ધિનું માપ નીકળી શકતું હોય તે એમ કહેવાને વાંધો નથી કે મનુષ્ય કરતા પશુ બુદ્ધિમાં ચઢીયાતું છે. એક સ્પર્શનું જ ઉદાહરણ લે પિતાને અમુક વસ્તુને સ્પર્શ થયે છે, એ પશુએ ઝપાટામાં પારખી કાઢે છે, જ્યારે મનુષ્ય તે પારખી શકો નથી, અર્થાત ઈન્દ્રિઓના વિષયેને અંગેજ ઉત્તમતા ગણતી હોય તે માણસ ઉત્તમ નથી, પશુ ઉત્તમ છે, ત્યારે મનુષ્યને ઉત્તમ કેમ ગણવામાં આવે છે? મનુષ્ય જે માનને પામે છે, તે શાથી પામે છે, એવિચારવું જોઈએ, જેની પાસે વધારે ચાંદી છે, જેની પાસે વધારે સુવર્ણ હોય, જેની પાસે મોતી આદિ પ્રવાહીર હોય, તે માણસને તમે સન્માનને પાત્ર ગણે છે જે એ માણસ દ્રવ્યથી સન્માનને પાત્ર હોય તે હીરા મોતી વિગેરે કેટલા સન્માનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com