________________
આનંદ-સુધાસિંધુ.
(૯)
સુધાબિંદુ ૧ લું. આભૂષણે શા માટે નહિ? જરા પ્રાસંગિક રીતે એ આંગી અને આભૂષણે પર વિચાર કરીએ !
–પરમાત્માને પખાલ કરવાનું વિધાન તે લેકેમાં પણ છે અને આપણામાં પણ છે. ત્યારે હવે વિચારીએ કે–એ પખાલ-અભિષેક એ ગૃહસ્થપણની અપેક્ષાએ કરવામાં આવે છે કે સાધુપણાની અપેક્ષાએ? તે કે વું પડશે કે ગૃહસ્થપણાની અપેક્ષાએ ! કારણ કે સાધુપણામાં તે સ્નાનક્રિયાનું વિધાન કોઈના પણ શાસ્ત્રમાં નથી કરવામાં આવ્યું ! ત્યારે હવે ભગવાન જે ગૃહસ્થપણામાં સ્નાન કરતા હતા તો શું તેઓ ઘરેણાં ધારણ કરતા ન હતા? ભગવાનના મેરૂ પર્વત ઉપર કરવ માં આવેલ અભિષેકને યાદ કરીને એના સ્મરણરૂપે આપણે ઉિ અશિ' કરીએ છીએ. ઇંદ્ર મહારાજે જે પ્રમાણે કર્યું હતું એનું અનુકરણ કરીએ છીએ. શ્રાવકના માટે જે દ્રવ્યપૂજાનું વિધાન કરવામાં આવ્યું છે એ ઇંદ્ર મહારાજનું અનુકરણ છે. તે પછી આંગી કે આભૂષણે પણ એ જ ગૃહસ્થપણાની અપેક્ષાએ પહેરાવવામાં આવે તો શી હરક્ત છે? જે કેવળ વીતરાગ દશાની મૂર્તિનું જ પૂજન કરવાનું હોય તે તે આજે પણ ન કરાવી શકાય ! એટલા માટે જે લોકો સ્નાન-અભિષેકનું વિધાન કરવા છતાં આંગી આ ભૂષણને નિષેધ કરે છે તે કેવળ તે કોના મતાગ્રહ સિવાય બીજું કશું નથી !
અપવાદિક હિંસા! હિંસા, જુઠ, ચેરી અને પરિગ્રહમાં સ્યાદ્વાદ ચાલે છે. હિંસા ન કર
વાનું દરેક ઠેકાણે વિધાન કરવામાં આવ્યું છે, પરંતુ વિહારાદિકના પ્રસંગે નદી વિગેરે ઉતરવાને પ્રસંગે ઉપસ્થિત થાય તે તે પણ કરવું પડે છે, અને આમ કરવા જતાં કંઈક અંશે હિંસા જરૂર થાય છેજ. હિંસાને વર્જવાનું જરૂર કહેવામાં આવ્યું છે પણ અપવાદને અંગે હિંસા તરફ દુર્લક્ષ્ય પણ કરાય છે. અલબત હિંસાને કદી પણ વિધેય નથી માનવામાં આવતી છતાં અમુક હિંસા અનિવાર્ય હેવાના કારણે કોઈપણ પ્રકારે એ હિંસા કર્યા વગર ટકા ન હોવાના કારણે અને અમુક કાર્ય કરવા માં એના વગર ચાલે એમ ન હોવાના કારણે, એ કરવી પડતી હિંસા તરફ દુર્લક્ષ્ય કરવું પડે છે. આ હિંસા એક પ્રકારના આપદ, ધર્મ તરીકે ગણવામાં આવે છે. આને અર્થ એવો તો કદીપણું નજ કરાય કે હિંસા કરવામાં હરકત નથી. જેટલી હિંસા થાય એટલું પાપ તે અવશ્ય લાગવાનું. છતાં અમુક પ્રકારની અનિવાર્ય હિંસા દુભાતે દિલે પણ કરવી પડે છે, અને આ હિંસાને શાસ્ત્રકારોએ અપવાદિક હિંસા તરીકે ઓળખાવી છે. કેટલાક મહાનુભાવોનું કહેવું છે કે શ્રી. નેધર ભગવાને નદી ઉતરવાનું કહ્યું નથી. કારણ કે–જે નદી ઉતરવાનું કહે છે તે આજ્ઞા થાય અને તે પણ હિંસામાં આજ્ઞા થાય ! અને શ્રીજિનેશ્વર ભગવાન્ જેવા પરમકૃપાળુ પુરુષ-કે જેના મનમાં કીડીથી તે કુંજર સુધીના તમામ જીવો માટે કરૂણાભાવ ભર્યો છે-તે ઉઠીને આ પ્રમાણે હિંસામાં આજ્ઞા આપે તો તે તેમણે પ્રરૂપિલે આખો પંથ બગડી જાય ! પણ મહાનુભાવ ! આ જગ્યાએ જરાક સમજવા જેવી વાત છે ! એમ એકદમ ઉતાવળા થવાની જરૂર નથી ! જરા ધીરજપૂર્વક વિચાર કરશો તો બધું સમજાઈ જશે ! ભગવાને નદી ઉતરે એમ કહીને નદી ઉતરવાનો આદેશ નથી આ પણ એમ તે કહ્યું છે કે “ નદી ઉતરતાં જયણ પાળજે ” આમાં કેવા ભાવાર્થ નદી ઉતરવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com