________________
આનંદ-સુધાસિંધુ.
(૧૩૮)
સુધાબિંદુ ૧ લું. માનવ દેહ. એ પરોપકારી શાસ્ત્રકારોએ આ સંસારસમુદ્રને તરવાના જે જે ઉપાયે અને
સાધનોનું વર્ણન કર્યું છે. એ બધામાં સૌથી પ્રથમ અને સૌથી મહત્વના સાધન તરીકે મનુષ્યજન્મને ગણવામાં આવેલ છે. દેવપણું એ કેઈ અપેક્ષાએ મનુષ્યપણું કરતાં જરૂર ચઢિયાતું ગણવામાં આવેલ છે. પરંતુ તે તો કેવળ-લગભગ-ઐહિક સુખ વૈભવ અને સાંસારિક આનંદવિલાસની દષ્ટિએજ: એટલે કે કેવળ ભૌતિક દષ્ટિએ જ. જે કેવળ આધ્યાત્મિક દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને આ બન્નેનું નિરીક્ષણ કરવામાં આવે તે નિર્વિવાદપણે મનુષ્યપણુંજ સર્વોત્તમ ગણાય ! દેવપણું ગમે તેટલું ભગવે છતાં ત્યાંથી સંસારની મુક્તિ ન થઈ શકે. એ તે મનુષ્ય થાય ત્યારેજ બની શકે છે, અને આટલાજ માટે શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે મનુષ્યપણાને એક ઉચ્ચ-અતિઉચ્ચ અવસ્થા તરીકે ગણવામાં આવેલ છે. મહાનુભાવો! એ શાસ્ત્રકાર મહારાજેએ મહાન ગણેલ મનુષ્યપણું એ કેઈ ઉધાર લઈ શકાય એવી વસ્તુ નથી કે જેને જીવ મનમાં આવે ત્યારે મેળવી શકે અને મનમાં ફાવે ત્યારે પાછું આપી શકે. એ તે પૂર્વની કઈ મહાપુણ્યાના ફળ રૂપે, નદીપાષાણ ન્યાયે કરીને, સ્વયં પોતાની મેળેજ મળતી વસ્તુ છે, અનંત આત્માઓએ આ સાધારણ દેખાતા માનવદેહથી પોતાના આત્માની મુક્તિ મેળવી છે, અનંત આત્માઓ મેળવે છે અને અનંત મેળવશે !!!
અને આટલાજ માટે એ માનવદેહને મહામૂલ્યવાન અને દુર્લભ ગણવામાં આવે છે. સંસારમાં કેઈપણ વસ્તુ એવી નથી કે જેનું મૂલ્ય એના કેઈપણ પ્રકારના ઉપયોગનું નિરીક્ષણ કર્યા વગર થઈ શકતું હોય. ખરી રીતે તે દરેક વસ્તુના મૂલ્યનો નિયામકજ એનો ઉપયોગ છે. જે વસ્તુને ઉપગ જેટલે મહાન્ એટલી જ એ વસ્તુ વધુ મહત્વની ! ભલે પછી દેખાવમાં એ વસ્તુ ગમે તેવી લાગતી હોય. આજ હિસાબ માનવદેહ માટે છે. માનવદેહની સાધના અતિ મહાન છે. યાવત્ મોક્ષ મેળવવા સુધીની એ સાધનાની મર્યાદા છે, અને આજ એ માનવદેહની મહત્તા સમજવી. જેટલી સાધના મહાન એટલી મહત્તા પણ મહાન !!! અને તેથી જ એ માનવદેહની પ્રાપ્તિ દુર્લભ એ પણ બહુજ મુશ્કેલી ભરી છે. એ મુકેલ કેમ? ભલા આ માનવદેહની પ્રાપ્તિને આટલી બધી મુશ્કેલ શા માટે માન
વામાં આવે છે? કારણ કે આપણે સામાન્ય સંસારવ્યવહારમાં તે આપણે એજ વસ્તુને મુશ્કેલભરી માનીએ છીએ કે જે થાત અલભ્ય હોય એટલે કે એ વસ્તુને સંસારમાં મોટા પ્રમાણમાં અભાવ હાય-યાને-એ વસ્તુ મળતી જરૂર હોય પણ બહુજ ઓછા પ્રમાણમાં મળતી હોય. જેવી રીતે કે સેનું કે હીરા, ઝવેરાત વિગેરે અથવા તે એ વસ્તુની માલીકી બીજી કોઈ વ્યક્તિ વિશેષની હોય અને એની પાસેથી બળજબરીથી અથવા એની ખુશામત કરીને એના કઠોર હૈયામાં ઉદારતાની ભાવના, ગમે તેમ કરીને પણ, પ્રગટાવીને એને રીઝ વીને મેળવવાની હેય. આ બે પ્રકારમાંથી એક વાત હોય તે જ એક વસ્તુની પ્રાપ્તિમાં મુશ્કેલીને સામનો કરવો પડે, પણ જ્યાં આમાંથી એક પણ સ્થિતિ વિદ્યમાન ન હોય એટલે કે જે વસ્તુ મોટા પ્રમાણમાં મળી શકતી હોય અને જેની કોઈપણ વ્યક્તિવિશેષની માલીકી પણું ન હોય તેની પ્રાપ્તિમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નજ સંભવી શકે ? અને મનુષ્યપણું પણ આવા પ્રકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com