________________
આનંદ-સુધાસિંધુ.
( ૧૪૩)
સુધારબિંદુ ૧ લું. વ્યવહારની વ્યવસ્થા કરીએ તે તે જે જીવ ચરમ શરીરી હોય, તભવ મોક્ષગામી હોય તેવા તીર્થકર, ગણધર, કેવળી જેવા પરમ પુરુષને દુઃખ આપવાથી આપણને જરાપણુ પાપ ન થવું જોઈએ, કે જે પાપના બદલા રૂપે આપણને દુઃખને અનુભવ કરવો પડે. કારણ કે એ ચરમ શરીરી પુણ્યાત્માએ તે આ સંસારમાંથી સદાને માટે મુક્તિ મેળવી લેવાના, અને મુકિતમાં પહોંચ્યા પછી કોઈપણ પ્રકારના કર્મના અભાવે પિતાને જે જીવોએ દુઃખ પહોંચાડયું હતું તે જીને કદીપણુ દુ:ખ આપવા નહિ જવાના! પણ આ વાત કોઈ પણ વિચારક માણસના ગળે નહિ જ ઉતરવાની ! દરેક ઠેકાણે એ જ વસ્તુ કહેવામાં આવે છે એ મહાપુરુષને આપેલ દુઃખનું પણ દરેક જીવને ફળ ભેગવવું જ પડે છે, અને આ વસ્તુ આમ આ પ્રમાણે કહેવાવી જ જોઈએ. નહિ તે તે દુનિયામાં એક મહાન અનર્થકારી સિદ્ધાંતને પ્રચાર થઈ જાય. એટલાજ માટે તમારે બરાબર રામજી રાખવું કે એ પર૫ર બદલાને સિદ્ધાંત પણ કઈ માલિક કે તાત્વિક સિદ્ધાંત નથી પણ માત્ર માણસોએ પિતાની વ્યાપાર પ્રિયવૃત્તિથી ઉપજાવી કાઢેલ માન્યતા-ક૯૫ના-માત્રજ છે!!!
સાચે સિદ્ધાંત ! ભલા ત્યારે એક તરફ ઈશ્વર કઈ પણ પ્રકારનું ફળ આપતું નથી, બીજી
તરફ એક જીવ બીજા જીવ ઉપર પોતાનો બદલો વાળતું નથી તે પછી સંસારની વ્યવસ્થા શી રીતે થવાની? દરેક પ્રાણીને પિતાની સારી ખાટી કરણનું ફળ કઈ રીતે મળવાનું? એક જીવ કઈ ભાવનાથી પ્રેરાઈને પાપાચારના સેવનથી અળગા રહી શકે? મહાનુભાવો! આ અટપટા દેખાતા તમામ પ્રશ્નનો જવાબ જૈનશાસ્ત્રકાર બહુજ સારી રીતે આપે છે. શાસકાર ફરમાવે છે કે-દરેક પ્રાણીને પિતાના આચરણને બદલે ન તે ઈશ્વર મારફત મળે છે કે ન તે પરસ્પર બદલાના સિદ્ધાંત પ્રમાણે મળે છે પણ એને પોતાની કરણનું ફળ કર્મના સ્વતંત્ર ફળ તરીકેના સિદ્ધાંતના આધારે મળે છે. જીવ જેવા પરિણામથી જેવા પ્રકારના કર્મોને બંધ કરે છે એ બંધનાજ કારણે એ આગળ ઉપર એનું ફળ મેળવી લે છે. એટલે આમ ખરી બેટી કરણના ફળને આધાર બંધ ઉપર જ રહે છે. અમુક પ્રકારને બંધ કર્યો એટલે એનું ફળ મળવું જ જોઈએ. પછી તે ગમે તે પ્રકારે મળી રહે છે. જેનદર્શનની સ્પષ્ટ માન્યતા એ છે કે-કર્મ કર્મના સ્વભાવેજ થાય છે અને ફળ પણ કર્મના સ્વભાવેજ થાય છે. પહેલાંના કર્મના સ્વભાવે તમે પ્રયત્ન કરે એ પ્રયત્નમાં જ અમુક કર્મોનું ફળ રહેલું હોય છે, અને એજ પ્રયત્ન કરતાં નવાં કર્મોને બંધ થાય છે, યાવત નવા જન્મને અંકુર રોપાય છે. વળી પાછો આગળ વધે એટલે નવા કર્મ મળે છે. આમ નવા કર્મ અને ન જન્મ-આ સ્થિતિ બની જાય છે, અને આ પ્રમાણે સંસારની ઘટમાળ સાંકળની માફક જોડાઈ રહે છે! કે સુંદર સિદ્ધાંત ! ન તે પરમેશ્વરને વચમાં પાડવાની જરૂર કે ન બીજા જીવને બોલાવવાની આવશ્યકતા ! બધી વસ્તુ સ્વાભાવિક રીતે આપોઆપ થઈ જાય! અને જ્યાં દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણેજ બનતી હોય તે જ સિદ્ધાંત સાચા સિદ્ધાંત ગણી શકાય! આ ઉત્તમ સિદ્ધાંત જગત સમક્ષ મૂકવામાં જ જૈનશાસ્ત્રકારની મહત્તા-વિશિષ્ટતા એવં સત્યતા રહેલી છે. આ વિચાર કઈ પણ વિચારકની વિચારસરણીની સરાણ ઉપર સાચે ઠરે એમ છે એમાં જરા પણ શક નથી. સાચું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com