________________
આનંદ-સુધાસિંધુ.
(૧૬૦)
સુધાર્ષિ ૧ લું. દુર્ગણ ઉપર દ્વેષ રાખવે આ પ્રકારના રાગદ્વેષ તે પ્રશસ્ત રાગદ્વેષ છે. કારણયભાવના એટલે શું ? આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગુણ અને ગુણી બંને સન્માનવા
યોગ્ય છે ખરા પરંતુ તે એટલાજ માટે સન્માનવા ચગ્ય છે કે તેનામાં ગુણે રહેલા છે. મોતીચંદભાઈને “આ મેતીચંદભાઈ!” એટલા માટે ન કહેવા જોઈએ, કે તે મોતીચંદભાઈ છે. તેમને “આ મોતીચંદભાઈ!” ત્યારે જ કહી શકાય, કે જે તે ધર્મપ્રવૃત્તિમાં અગ્રણી હોય; કહેવાનો મતલબ એ છે કે ગુણ તેના શરીર ઉપરના રાગથી સન્માનવા યોગ્ય નથી જ પરંતુ તેનામાં રહેલા સગુદાને અંગે તે સન્માનવા ગ્ય છે, ત્યારે દુર્ગણી અને દુર્ગણ પરત્વેના દષ્ટિબિંદુ જુદાજ છે. દુર્ગ ઉપર દઢ દ્વેષ રાખવાનું છે પરંતુ દુર્ગણી ઉપર ષ રાખવાનું કહેલો નથી. દુર્ગણીને અંગે પહેલી કારૂણ્યભાવના રાખવાની છે અને પછી આદાસીન્યભાવના રાખવાની છે. દુર્ગણ પરત્વે કારૂણ્યભાવના રાખવાની એટલે શું તે સમજે. અજ્ઞાનવશ એક દુબળો માતા આગળ મરઘે કાપવા તૈયાર થાય તે એ મરઘાકાપુ છે એમ માનીને તેને તિરસ્કાર કરવાનું નથી પરંતુ તે અજ્ઞાની છે એમ ધારીને તે પાપમાં પડે છે માટે તેને પાપમાંથી બચાવી લેવાનો પ્રયત્ન કરીને પાપથી મુકત રાખવા તેની દયા ઘરવી એ કારશ્યભાવના છે. હવે અધમી એનાથી પણ આગળ વધે તે મરઘી કાપવા જાય અને તમે તેને સુમાર્ગે વાળવા જાઓ; તે કહે કે, “મને ઉપદેશ આપવા આવ્યો ! જા! ત્યારે આજે પસાસ બકરા વધારે કાપવાનો ! આવી જ્યાં સ્થિતિ પ્રવર્તતી હોય ત્યાં સજજનનો ધર્મ એક જ છે કે તે પેલા કસાઈના કાર્ય તરફ ઔદાસીન્ય ભાવના રાખે છે. ભાવદયાનું ખંડન થવા દેશે નહિ. જે ન સુધરે એવું છે, સુધારવા જતાં જે
વધારે બગડે છે ત્યાં કારુણ્યભાવ ન રાખતાં દાસીન્યભાવ રાખે એ વાત સાચી છે પરંતુ સજજનોની પહેલી ફરજ તે એ છે કે તેમણે જ સુધરી શકતા હોય તેવાઓને પહેલાં સુધારવાના છે. તેમને સાચે રસતે લાવવાનો પ્રયત્ન કરવાનું છે અને આટલું છતાં પણ જે તે નજ સુધરે તે પછી ત્યાં ઔદાસીન્ય રાખવું ઉચિત છે, પણ પહેલી ફરજ સુધારવાની તે ખરી જ, એ ફરજ તરફ આંખમીંચામણા થાય તે જૈનશાસન ચલાવી લેવા તૈયાર નથી! કેટલાક માણસો એવા છે કે જેમને હેતુયુક્તિપૂર્વક તમે ભગવાન શ્રીજિનેશ્વરદેવનો માર્ગ દર્શાવશો તો તે તેને શાંતિથી સ્વીકાર કરશે, જ્યારે કેટલાક એવા છે કે તેમના ઉદ્ધારને માટે પણ તમે તેમને જિનેશ્વર ભગવાનના પરમમાર્ગનો ઉપદેશ આપશે, તે પણ તે તમને જ પૂરા કરવાની વાત કરશે ! આવા પ્રસંગોમાં ઔદાસીન્ય ભાવ રાખવાને કહ્યો છે છતાં આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રાચાર્યસૂરીશ્વરજી મહારાજા સાહેબ જણાવે છે કે તમે જેટલા પ્રસંગોમાં મધ્યસ્થભાવના રાખે છે તેટલા પ્રસંગોમાંથી તમારી ભાવદયા તે જેને અંગે રેકાઈ જાય છે. કારૂણ્યભાવના એ ભાવદયાનું પ્રથમ પગથીઉં હતું. આ ભાવનાને ઉંચે લઈ જવાની હતી, પરંતુ તે જીવની યોગ્યતા ન હોવાથી મધ્યસ્થ ભાવના ધારણ કરવાથી ભાવદયાનું ન્યૂનપણું થવા પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com