________________
આનંદ-સુધાસિંધુ.
(૧૬૪)
સુધાબિંદુ ૧ લે. દાસીન્ય કેવી રીતે રાખી શકાય? માધ્યસ્થભાવના ત્યાં સંભવી શકે છે કે જ્યાં
ઉપદેશ આપવાથી આત્મા બેવડો ડૂબવા માંડે ! એક શ્રાવક નગરશેઠને છોકરો હતો. છોકરો કુસંગમાં પડી ગયો અને વટલીને મુસલમાન બની ગયો ! નગરશેઠને કરે ! મોટાનું ફરજંદ અને આ બનાવ !! પછી તે પૂછવું જ શું? ગામલેકમાંથી સારા સારા પાંચ પંદર માણસો ભેગા થયા અને પેલા છોકરાને સમજાવીને પાછા લાવવાના ઈરાદાથી તે છોકરાને મળવા ગયા ! આ વખતે આ નવા મિયાજી ઘરને ઓટલે બેઠા હતા ! આ મંડળ ગયું, છોકરાની સામે બેઠું અને છોકરાને કહે છે, “ભાઈ! અમે તારી સાથે છેડી વાત કરવા માગીએ છીએ !” છોકરો તરતજ ઘરમાં દેડ્યો. એક રકાબીમાં સેકેલા ભુંજેલા માંસના ટુકડા અને બીજા હાથમાં ગ્લાસમાં દારૂ લઈને બહાર આવ્યો અને બધાની વચ્ચે બેસીને આ “વિષ્ટ ભક્ષણ” કરતા તેણે પેલા મંડળને ઉત્તર આપે, ફરમાવ, મુરખીએ ! શું હુકમ છે!” હવે પેલા મંડળે તે શી વાત કરવી ! પરિણામ એ આવ્યું કે પેલું મંડળ બિચારું બોલ્યા ચાલ્યા વિનાજ જેવું ગયું હતું તેવું ને તેવુંજ પાછું ફર્યું જે છ આવી પ્રકૃતિના હોય, જે છે ઉપદેશથી ઉલટા વધારે પાપકર્મમાં પરોવાશે એવી સોળે સોળ આનાની ખાતરી હોય, ત્યારે તેવા સંગમાં ઔદાસી ભાવના રાખ્યા વિના ટકે જ નથી પરંતુ એ દાસીન્ય કેવી રીતે અને શા માટે રાખવું જોઈએ તે વિચારવા અને સમજવાનો પ્રશ્ન છે.
દુર્જનેની મહાભયાનક નીચતા! દેવ, ગુરુ, અને ધમની શંકા રહિત થઈને જેઓ
ઘેર નિંદાજ કરી રહ્યા છે અને ગમે તેવા શબ્દ બોલ્યા જાય છે, તેવાઓના સંબંધમાં એજ દષ્ટાંત આપવું ઉચિત છે કે વિટામાં પથરો મારવાથી સજજોએ જેમ દૂર રહેવાનું છે, તે જ પ્રમાણે આવા માણસોથી પણ સજજનેએ દૂરજ રહેવાનું છે જેઓ દેવેને બળવાખોર કહે છે, મહાપવિત્ર અને ભાવભયહારક આગમને થોથાં કહે છે, એ આગના પૂજારી સાધુઓને પઠાણે કહે છે, આવાઓને સમજાવવાને માટે જે તમે એક વાર પ્રયત્ન કરશો તે સાધુઓને તે બીજી પચાસ ગાળો આપવા માંડશે! આવા પ્રસંગે એવા દુર્જનો સાથે તમારે માધ્યસ્થ ભાવના રાખવી એજ વ્યાજબી છે. વિષ્ટામાં પથરે મારવાથી મારનારે પિતેજ ખરડાય છે, તે જ રીતે આવા દુર્જનેને સુધારવા જનારો પિતેજ બગડી આવે એવો પુરતો સંભવ છે. આ માધ્યસ્થભાવનાને પણ વખોડનારા તે મળી જ આવશે પરંતુ તેથી ક્ષોભ પામવાનું કારણ નથી. દુનિયાભરમાં એવો એક પણ સદ્દગુણ નથી કે જે સદા ગુણને પણ દુર્જને દોષિત ન બનાવ્યા હોય ! કોઈ પણ પ્રશ્ન લેશે તો પણ તેમાં એનું એજ પરિણામ તમારી દષ્ટિએ આવવા પામશે. જો તમે શાંતિ રાખશે, તે દુનિયા જરૂર કહેશે કે, “એનામાં પાણી શું છે તદન નિર્માલ્ય છે” આત્માભિમાન રાખશે, તે કહેશે કે, “મૂર્ખ છે મૂર્ખ, જરાય બાપા કહીને કામ કઢાવી લેવાની આવડતજ નથી.” પ્રપંચ નહિ કરો તે પણ દેષ તમારાજ, જગત તરતજ તમને કહી દેશે કે, “અક્કલનો છાંટે પણ ક્યાં છે જે કામ કઢાવી લે !” લેભ ન રાખશો તો એવો આક્ષેપ કરશે કે: “એનાથી શું થાય ? આ કામ કરવામાં તે છાતીમાં હામ જોઈએ” થોડું ખાશે તે કહેશે કે “હરામખેર કંજુસન કાકો છે, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com