________________
આનંદ-સુધાસિંધુ.
સુધાબિંદુ ૧ લું. એ દેવતાની દુર્દશાને અંગે ભગવાનની આંખમાં અપરાધીને અંગે ભાવદયાથી નેત્રની કડીઓ ભીંજાઈ ગઈ હતી અર્થાત્ આંસુ આવી ગયાં હતાં. સજાની શાસે સ્તુતિ કરી નથી આવા પ્રસંગે જે વીરની આંખમાં આંસુ આવી જાય
છે તેવા નેત્રને કલ્યાણ કહે છે. ભગવાન સંગમ દેવતા ઉપર દયા કરે છે પરંતુ ભગવાનના ભકત ઈન્દ્રમહારાજા સંગમ ઉપર દયા કરતા નથી. ઈમહારાજા પિતાની સરખી રિદ્ધિવાળા સંગમને દેવતાલકમાંથી દેશનિકાલની સજા કરે છે. સંગમ
જ્યારે દેશનિકાલ થાય છે, ત્યારે તેને પરિવાર તેની દેવીઓ કેઈપણ તેની સાથે જઈ શકતું નથી. ઈન્દ્રની આ સજા તેને ભગવાન ઉપરના રાગને લીધે હતી છતાં કોઈ શાસ્ત્રકાર દ્વારા કેઈપણ સ્થળે ભગવાનને માટે ઈન્ટે કરેલી સજા સારૂ ઇન્દ્રની કે તેની સજાની પ્રસંશા કરવામાં આવી નથી જ્યારે બીજી બાજુએ ભગવાને દર્શાવેલ્લી દયા માટે ભગવાનની સ્તુતિ તે સ્થળે સ્થળે કરવામાં આવી છે. ભગવાને દર્શાવેલી આ દયાને “વરું જગત વંસન રક્ષણ = ર સાસંમિ છતાક્ષણિ” એ શબ્દ દ્વારા કલ્પસૂત્રમાં પણ વખાણવામાં આવી છે. હવે આ વખાણું કઈ ચીજના છે તે સમજવા પ્રયત્ન કરે. આ સઘળા ઇતિહાસમાં લાગણીના વખાણને જ સ્થાન મળેલું છે ઈન્દ્ર કરેલા કાર્યને વખાણ કરવામાં આવ્યા નથી. ઈન્દ્ર ભગવાનની જે સેવાઓ કરી છે ભગવાન પરત્વે તેને જે માન અને પ્રેમ છે, જે લાગણી છે, તે લાગણીના વખાણ કરવામાં જરાય હરકત સંભવતી નથી. લાગણી તરીકે જે પ્રશંસા કરવી હોય તે ઈન્દ્ર દર્શાવેલી લાગણીના વખાણ અવશ્ય કરી શકાય એમ છે, પરંતુ ફળ તરીકે વખાણ કરવા હોય તે તે ભગવાને દર્શાવેલી દયાનાજ વખાણ કરી શકાય, તે સિવાય બીજી કેઈપણ ચીજના વખાણ કરી શકાય તેમ નથી. કર્મનિર્જરા કયારે સંભવે છે? ભગવાને દર્શાવેલી ભાવદયા નિ:સંશય અનુમોદનીય છે
અને તેને શાસ્ત્રકારોએ પણ વખાણી છે, કારણ કે એ ભાવદયાને કર્મનિર્જરા સાથે સીધો સંબંધ રહેલો છે. આ પ્રસંગમાં ક અંશ આદરણીય છે–અનુમોદનીય ઠર્યો છે તે વિચારે! તમારા એક ખીસામાં સાચું મોતી છે, બીજા ખીસામાં છેટું બનાવટી મોતી છે. આ બનાવટી મતી કોઈ કાઢી લે છે તે તેથી તમને ગુસ્સો આવતો નથી પરંતુ જે ખરૂં મેતી કેઈએ કાઢી લીધું હોય તે તરત તમે રાતા પીળા બની જાઓ છો? કહે વારં? આમ થવાનું કારણ શું હોઈ શકે? તમારો રાગ ગોળમટેળ આકૃતિ અને ચળકતા પૂષ્ટ ભાગ ઉપરજ હોય, તે તે ખેટાં મેતીને લઈ લેતાં પણ તમને ગુસ્સો આવોજ જોઈએ પરંતુ તેમ થતું નથી કારણ એ છે કે તમારે ખરા મેતી ઉપર રાગ છે તે એ મેતીના ગુણેને અંગે રહે છે. જેના પ્રત્યે મનુષ્યની પૂજ્યતા , જેને તે માનથી જેતે ડાય જેના પ્રત્યે તેને પ્યાર હોય, તેવાની ત્યારે અવજ્ઞા કે આશાતના થાય છે તે લાગણી ઉછળે છે પરંતુ એ લાગણી અને અંગે ઉછળે છે તેનો વિચાર કરશે. ઈષ્ટ વસ્તુ તરફ લાગણી છે માટે એ જ રીતે ઇંદ્ર તથા દેવતાની ભગવાન શ્રી મહાવીર દેવ તરફ લાગણી હતી “અને ત્યાં કર્મનિર્જરા હતી, પરંતુ જ્યાં ભગવાનના ઉપસર્ગ માટે સજા કરવામાં આવે છે ત્યાં તારતમ્યતાથી નિર્જરને સંબંધ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com