________________
આનંદ-સુધાસિંધુ.
(૧૬૧)
સુધાબિંદુ ૧ હું સંગમ'ની કલંક કથા! પાપી, અધમ માણસોના દુરાચારો તરફ માધ્યસ્થ ભાવના રાખે
છે પરિણામે તેની દુર્ગતિ થવાની છે એ વાત તે ચોક્કસ છે. હવે તેની તે દુર્ગતિ થવાની છે પરંતુ તે સાથે તમારી ભાવદયાનું પણ ખંડન થઈ જાય છે. આ ઉદાહરણ–આ પ્રસંગ વધારે સારી રીતે સમજવા માટે ભગવાન શ્રી મહાવીરદેવના જીવનને એક પ્રસંગ વિચારે. સંગમ એ જૈનસાહિત્યનું એક અધમમાં અધમ પાત્ર છે. આ પાત્રની અધમતામાં એક અંશની પણ ન્યૂનતા ન હતી ! વિવેકાધિપતિ ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર સંગમે અનેક ઘર ઉપસર્ગો કર્યા હતા. સર્વથા અસત્ય એવા મહાભયાનક કલંક તેણે ભગવાન્ ઉપર ઢળવાને યત્ન કર્યો હતો. ભગવાનને છ માસ સુધી અન્નને એક દાણે પણ તેણે મળવા દીધે ન હતો. સંગમે ભગવાન મહાવીર સ્ત્રીઉપભોગ કર્યો હતો એવું જુઠું કલંક તેમના ઉપર લાધ્યું હતું. તે જ પ્રમાણે ભગવાન ઉપર તેણે ચોરીને પણ આરોપ મૂક્યો હતે ! આટલું બધું કર્યા છતાં જાણે એ સઘળું ઓછું હોય તેમ શ્રી તીર્થકર ભગવાનને તે પાપીએ ફાંસીએ પણ ચઢાવ્યા હતા ! આ ઉપસર્ગો કાંઈ જેવા તેવા નથી, પરંતુ તે છતાં તેવા અધમપ્રાણને અંગે પણ ભગવાન શ્રી મહાવીરદેવની દયાનું ઝરણું અખંડિત રહ્યું છે, તે ખંડિત થવા પામ્યું નથી. આ પ્રસંગે ભગવાન વિતરાગદશામાં નથી, સરાગ ૫ણામાં એટલે છદ્મસ્થદશામાં છે, સાતમે ગુણસ્થાનકે આરૂઢ છે, તે છતાં ભગવાનનું દયાનું ઝરણું અખંડિત રહે છે અને ભગવાન તેને અંગે એક વાર આંખમાંથી આંસુ વહેવડાવે છે ! કે આ બીચારો આત્મા મારા નિમિત્તે ડૂબી જાય છે આવા અધમને માટે પણ આ શાસન કહે છે કે “ક્વાધ્વર્યઆ પાપથી આ બીચારો દુર્ગતિગામી થશે, આવી ભાવદયા આવે છે.” આનું નામ તે ભાવદયા છે. ભગવાન્ શ્રી મહાવીરની અદ્દભુત દયા હવે આપણી સ્થિતિ કેવી હોય છે તે વિચારી
જુએ. આપણને વચનનું કોઈ એક બાણ મારે છે તે તે પણ આપણાથી સહન કરી શકાતું નથી. આપણે તળે ઉપર થઈ જઈએ છીએ અને તેને નાશ કરવાને જગત તૈયાર બની જાય છે. ત્યારે ભગવાન મહાવીર દેવના સંબંધમાં દેવતાએ કરેલા અત્યાચાર તે પરમાવધિનોજ ગણી શકાય, છતાં ત્યાં પણ ભગવાનની દયાશીલતાને અંત નથી. ગૌશાળાની અને સંગમ દેવતાની સ્થિતિ વિચારે. સંખલીપુત્ર ગોશાળાએ ભગવાન ઉપર તેજેશ્યા મૂકી હતી, એ પણ કાંઈ નાને અને અપરાધ નથી જ પરંતુ સંગમ દેવતાનો અપરાધ તે એનાથી વધારે ભિષણ પ્રકારના હતા. ઉદયગિરિની ગકાની પાસે આવેલા તેસલીના રાજ્યમાં ભગવાન શ્રી મહાવીરદેવ ઉપર ચરીને આરોપ મૂકવામાં આવ્યું હતું અને તે માટે તેમના સંબંધમાં ફાંસીની સજા થઈ હતી. ભગવાન શ્રી મહાવીર દેવ ચરમ શરીરી હતા, તેમનું આયુષ્ય ખંડિત થઈ શકે એવું ન હતું, છતાં સંગમ દેવતાએ ભગવાન ઉપર કાળચક્ર મૂકી દીધું. સાત વાર દેવતાએ ભગવાનને ફાંસી દીધી, પરંતુ તે સાત વાર તૂટી ગઈ! હવે આવું દુષ્કૃત્ય કરનાર દેવતાની સ્થિતિ વિચારે; છતાં શાસન કહે છે કે આ પ્રસંગે પણ બતાવાશેડરિ કરે, કૃપાથરતારો રૂપ વાપૂર્વમદ્ર શ્રી વીરવિનેગરો આ પ્રસંગે પણ મહાવીર ભગવાનની દયા જેમ મહાસાગરમાંથી સતત જળ વહ્યું જ જાય છે તેમ વહીજ રહી હતી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com