________________
સુષાબં ૧ હુ
આન-સુધાસિંધુ.
(૧૪૯) સંવર અને નિર્જરાને આત્માના સ્વરૂપ તરીકે ઓળખવામાં આવેલ છે?
ઉપાધિવાળો ઇશ્વર ! હવે પાછા ફરીથી ઈશ્વરની વાત ઉપર આવે! કે આ બાબત
ઉપર શરૂઆતમાં ઘણું કહી ગયા છતાં–આત્મા, ધર્મ અને એવી બાબતે ઉપર આટલો લાંબે વિચાર કર્યા પછી-કંઈક નવું વધારાનું જાણવા જેવું જરૂર મળે એમ છે. એક તે ઈશ્વરને જ કર્તાહર્તા માની લઈએ તે ઉપર કહી તેવી અનંતશકિત આપણા સૌના આત્મામાં નાહજ રહેવાની ! કારણ કે એ શકિતજન્ય તમામ કાર્ય ઈશ્વરને જ કરવાનું રહે! બીજું ઈશ્વરને કર્તા માનીએ તો ઈશ્વરના આત્મામાં અને આપણું આત્મામાં સમાન શકિત રહી છે એ સિદ્ધાંત ખેટે પડે છે. અને આપણે ઈશ્વર જેવા થઈ શકીએ છીએ એ વાત પણ પાયા વગરની ઠરે છે. કારણ કે આપણે ઈશ્વર જેવા ત્યારેજ થઇ શકીએ કે જ્યારે આપણે પણ એની માફકજ સંસારના કર્તાહર્તા બની જઈએ અને જે આ પ્રમાણે માનીએ તે સંસારમાં કર્તાઓની હદજ નહિ રહે. અનંત આત્માઓ કતાં થઈ જવાના, અને તે પછી દુનીયાનું શું થવાનું? આટલાજ માટે ઈશ્વરને કતાં માનનારા પણ કોઈ દર્શનકારે અનેક કર્તા ઈશ્વરની કલ્પના નથી કરી ! હવે આ તરફ જરા વિચાર કરે! અગર ઈવરની સંસાર બનાવવાની અને તેડવાની ઉપાધિ દૂર કરવામાં આવે તે પછી આપણે આત્મા પણ ઈવર જેટલી જ શક્તિવાળો છે અને તે અગર સાચો પ્રયત્ન કરે તે કોઈક દિવસ ઈશ્વર બની શકે છે એ વાત માનવામાં જરાપણ હરક્ત નથી આવતી ! મહાનુભાવો! જરા વિચાર કરો કે—કેઇપણ વ્યકિતની ઉપાસના એટલાજ માટે કરવામાં આવે છે કે–આપણે તેના જેવા બનીએ. અગર ઉપાસના કરવા છતાં પણ જે આપણે ઈશ્વરતુલ્ય કપણ ન બની શકતા હોઈએ તો એ ઈશ્વર સાથે આપણે કદીપણું મેળ નજ ખાય! ઈશ્વરને
અને ઉપાસકને મેળ અને એકતા એજ ઈશ્વરભકિતનું સાચું રહસ્ય છે. અગર એ સમાનતા ન આવતી હોય તે એ ઉપાસના હવાના બાચકા જેવી જ ગણાય ! અને આ મેળ ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે ઇવરને નિરાકાર નિરંજન અને જગત્ બનાવવાની કે એવી બીજી કોઈપણ ઉપાધિરહિત માનીએ ! બાકી ઈશ્વરને જગતને કર્તા માનીને પછી એની ઉપાસ કરવી એ તે સાવ નકામીજ છે! ઈશ્વરને કર્તા માને એટલે દરેક પ્રાનીની ક્રિયા ઈશ્વરની પ્રેરણાથી થાય છે એમ માનવું જોઈએ ! અને તે પછી તે જે હમેશાં લાખનું ખુન કરાવે તે હેય; કેટલાયને બેરા, આંધળા, લુલા, કે લંગડા રાખતે હોય, જે નવ મહિના ગર્ભનું દુખ આપતે હેય; માણસોના માથે અનેક આફત વરસાવતે હોય, જેના રાજ્યમાં હજારો અન વગર ટળવળતા હોય; જેની વ્યવસ્થામાં લાખો નાગા ફરતા હોય; જેના દેખવા છતાં સબળ નિર્બળ ઉપર જુલમ ગુજારતા હોય એવા પરમેશ્વરને કોણ પ્રભુ માને-પિતાને આદર્શ માને-અને એની પૂજા કરે ? મહાનુભાવો! એ કર્તા ઈશ્વરની કલપના એક લેભાગુ કહ૫ના છે. એમાં જરાય તર્ક કે વિચાર નથી. ન એ ઈશ્વર જગતનું કલ્યાણ કરે છે! ખરે ઈશ્વર તો એજ છે કે જે નિરાકાર-નિરંજન ને ન કેઇના ખેટામાં કેન કેઇના સારામાં છે ! જે સદૈવ સચ્ચિદાનંદ સ્વરૂ૫ રહે છે ! એજ ઈશ્વર આપણે આદર્શ છે, એ ઇશ્વર સાથે મળવું એ આપણું ધ્યેય છે, અને એ ધ્યેયની સાધના એજ સાચી સાધન છે ! બાકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com