________________
આનંદ-સુધાસિંધુ.
(૧૪૭)
સુધાબંદુ ૧ લું, કેવળી સમુદઘાત. મહાનુભાવો! ધર્મ શું એ તમે સમજ્યા! મિથ્યાદષ્ટિ કેણ અને
સમ્યગ્દષ્ટિ કોણ એ પણ સમજ્યા! ધર્મના વિચારમાં શાસ્ત્રકાર મહારાજ ફરમાવી ગયા કે ગમે તે સ્થિતિમાં પણ કર્મના સમૂહમાં ઘટાડો કરવાનો ઉદ્યમ કરે એજ ખરો ધર્મ છે. આ ધર્મપાલનની મર્યાદા કેવળ સામાન્ય માણસો, છો કે સાધુ મુનિરાજે પૂરતી જ નથી. પણ એનું ક્ષેત્ર તે યાવત્ ત્રિકાળના અને ત્રણે લેકના જ્ઞાતા એવા શ્રીકળી ભગવાન સુધી ફેલાયેલું છે. કર્મોને સમૂહ ઓછા કરવાનું કાર્ય છે એમને પણ કરવું પડે છે. કેવળી સમુહુઘાત એ આ વાતને મોટામાં મોટે પુરાવો છે. જ્યારે ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે-અને ત્યાર પછી કેવળી ભગવાન પિતાના પરમ જ્ઞાનથી જાણે છે કે–પિતાના આયુષ્યકર્મ કરતાં બીજા કમેને સમૂડ વધારે બાકી રહ્યો છે ત્યારે તેઓ એ વધારેના કર્મોના નાશ માટે એક પ્રકારનો ખાસ ઉદ્યમ કરે છે કે જે ઉદ્યમના પરિણામે તેઓ એ વધારેના કર્મોને, પિતાના આયુષ્યકર્મના નાશની સાથે જ નષ્ટ કરી નાખે છે, અને આવી રીતે સંપૂર્ણ કર્મશૃંખલાને એકાતિક અને આત્યંતિક ક્ષય કરીને તેઓ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થાય છે. આ ક્રિયાને આપણા શાસ્ત્રમાં કેવળી સમુદ્દઘાત તરીકે ઓળખાવવામાં આવેલ છે. હવે જરા એ સમુદ્વઘાત ઉપર વિચાર કરો–એમાં એકજ ઉદ્દેશ રહેલ છે કે કર્મની અનાદિ સંતતિમાં નવા જન્મરૂપી અંકુર ઉત્પન્ન કરવાની જે શકિત સમાયેલી છે તે શક્તિને આત્માની પરમશક્તિનો ઉપયોગ કરીને નાબુદ કરી નાખવી! કેવળી સમુદઘાતની સમગ્ર ક્રિયાને બધો વખત માત્ર આઠ “સમય” જેટલાજ ગણવામાં આવ્યું છે. એ આઠ “સમય” જેટલા વખતમાં તે આત્મા આદિથી માંડીને અંત સુધી એ ક્રિયા કરી લે છે અને પિતાની ઈષ્ટસિદ્ધિ પણ કરી લે છે. “સમય” એ કેટલી સૂક્ષ્મ વસ્તુ છે એ તમે બધાય સારી રીતે જાણે છે. પહલેમાં જે પરમાણુનું છેલ્લું સ્થાન છે, એજ વખતના માપમાં “સમય”નું છેલ્લું સ્થાન છે! એવા માત્ર આઠ સમયમાંજ આ બધી વસ્તુ પતી જાય છે. મહાનુભાવ! આ નિર્બળ દેખાતા આત્મામાં કેટલી મહાન શક્તિ સમાયેલી છે એને કેવળ સમુદઘાત એ ઉત્તમ દાખલો છે. આત્મા જ્યારે બરાબર પિતાની શકિત ફેરવે ત્યારે કર્મના મજબુતમાં મજબુત
દળીયાં પણ ધૂળને ઢેફાની માફક ક્ષણમાં ચૂરચૂર કરી નાખે છે! એક શકિત ફેરવવા તૈયાર થયેલ આત્મા શું કરી શકે છે તે કેવળી-સમુદ્રઘાતથી બરાબર સમજી શકાય તેમ છે! મહાનુભા! આત્મતત્વની દષ્ટિએ જે આત્મા એક કેવળજ્ઞાનીમાં રહેલા છે તેજ આત્મા તમારા બધાયમાં છે. જે અખૂટ અને અટૂટ શકિત કેવળીને આત્મા ફેરવે તે બધીય શકિતઓ તમારા આત્મામાં પણ વિદ્યમાન છે. અગર ચાહે તે તમે પણ તે મહાશકિતને ઉપયોગ કરીને તમારા આત્માની કર્મની બેડીઓ તોડી શકે છે. તમારે એ પણ બરાબર યાદ રાખવું કે જ્યારે કેવળી ભગવાન જેવા સમર્થ પુરુષ પણ જન્મકર્મની પરંપરાના નાશ માટેજ ઉધત રહે છે તે તમારી ધર્મકરણીનું લક્ષ્ય પણ એજ હેવું ઘટે! ગાડી, વાડી ને લાડીની મોહક ત્રિપુટીની સાધના કદીપણ સાચા ધમીને ન છાજે ! તમે કેવળી સમુદઘાતના સાચા રહસ્યને સમજે. અને એના ઉપરથી જે સાચે માર્ગ માલુમ પડે એનું અનુસરણ કરે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com