________________
આનંદ-સુધાસિંધુ.
(૧૪૦)
સુથાબિંદુ ૧ લું. સંવર અને નિર્જરા, તમે બધાય એ તે બરાબર સમજી ગયા કે-ધર્મ કોને કહેવાય, અને
ધર્મનો ઉદેશ શું? હવે જરા એ વિચારવાનું રહે છે કે એ ધર્મનું આચરણ કેવી રીતે થઈ શકે ! આપણે બધાય એ તે બહુજ સારી રીતે જાણીએ છીએ કે કેઈપણ જીવ નિકિય નથી રહી શક્ત. દરેક સમયે એ કંઈકને કંઈ ક્રિયા કરતેજ હોય છે. એટલે હવે ધર્મનું આરાધન જો નિષ્ક્રિયતાને આશ્રય લેવાથી થતું હોય તો એ ધર્મારાધન કેઈપણ જીવન માટે શક્ય ન બની શકે. આ તે પેલા “મહેસાણાના ભાટ જમે કાલ” જેવું થયું કહેવાય. ભાટને જમવાનું નોતરું ખરૂં! પણ કાલ પડે ત્યારે! કાલ કદી પડે નહિ અને ભાટ કદી જમે નહિ. એવી જ રીતે અહિં પણ ધર્મનું આરાધન થાય ખરૂં, પણ નિક્રિયતાને આશ્રય લેવામાં આવે ત્યારે. એટલે નિયિતા કદી આવે નહિ અને ધમરાન થાય નહિ! એટલે આ ઉપરથી એટલું તે જરૂર નિશ્ચિત થયું કે જે કંઈ ધર્મનું આરાધન થઈ શકે તે કિયાહારાજ થઈ શકે. અધર્મ પણ કિયાથીજ થાય છે અને ધર્મ પણ ક્રિયાથી થાય છે. માત્ર વિચારવાન એટલું જ રહે છે કે કઈ ક્રિયાથી ધર્મનું પિષણ થાય છે અને કઈ ક્રિયા કર અધર્મનું પોષણ થાય છે. આટલું જાણી લીધુ એટલે પત્યું. આ માટે ટૂંકે ને ટચ જવાબ એ છે કે–જે ક્રિયાને અંત-સંવર અને નિર્જરામાં આવતું હોય તે ધર્મારાધનની ક્રિયા અને જેનો અંત આશ્રવ અને બંધમાં આવે તે અધમની ક્રિયા! આવતા કર્મને રોકવા અને તેને નાશ કરવો એનું નામ ધર્મ અને કમેને નેતરૂં આપવું અને આત્મા ઉપર તેને
જે લાદવે એનું નામ અધર્મ ! આ પ્રમાણે સંવર અને નિર્જ રાત્મક પ્રવૃત્તિ કરવામાંજ આત્માનું સાફલ્ય છે. જે આત્મા એવો ઉદ્યમ કરે છે તેને એ આત્મા બકરીના ગળાના સ્તન જે ભાર રૂપ નથી લાગતું. મહાનુભાવો-ક્રિયાથીજ ધર્મ અને ક્રિયાથી જ અધર્મ એ વાત જરા વધુ સ્પષ્ટ રીતે સમજે! સમજે કે–એક માણસ બહુ ખાવાથી માં પડયે; હવે એને સાજો કરવાને ઉપાય ? તમે બધાય સારી રીતે જાણે છે કે એ અમર્યાદિત આહારના લીધે માંદા પડયે છે. તમે એને સારામાં સારા વૈદ્ય પાસે લઈ ગયા: એ વૈધે પણ જાણ્યું કે એ ખાવાથી માંદો પડયો છે. હવે એ વૈદ્ય શું કરવાને? શું એને કઈ પણ વસ્તુ ખાવાને સર્વથા પ્રતિબંધ કરશે? નહિ જ. ખાવાથી એ માંરે પડયો છે છતાં બીજી વસ્તુ ખવરાવીને જ એ એને સાજો કરવાનો ! કેવી વિચિત્ર! આ તે પેલા ડુબેલાને ડુબાડીને ઉગારવા જેવું બુષિ વગરનું લાગે છે. અને છતાંય એ સાવ સાચું છે. એનો કોઈનાથી પણ ઈન્કાર થઈ શકે એમ નથી. વિદ્ય એને દવા ખવરાવે છે અને એ દવાના ખાવાથીજ એ સાજે થાય છે. હવે અહિં વિચારવા જેવું શું છે. માત્ર એટલુંજ કે ખાવા ખાવામાં ફેર છે. એક વખતે એક વસ્તુ ખાધી બીજી વખત બીજી ખાધી. એકથી રોગ થ. એકથી તંદુરસ્તી મળી; એજ પ્રમાણે અહિં આત્મા માટે પણ સમજવું. અનેક પ્રકારની ક્રિયાઓ કરવાના કારણે જ આ આત્મા અનાદિ કર્મના ચક્રમાં ફસાઈને સંસારમાં ભમ્યા કરે છે. એ ભયંકર વભ્રમણને નાશ કરવાને ઉપાય પણ ક્રિયાઓદ્વારાજ થવાનો! ફરક માત્ર એટલેજ કે એક ક્રિયા એક પ્રકારની હતી બીજી બીજા પ્રકારની. એકે કર્મ પેદા કર્યા બીજી કર્મને તેડી પાડશે. મહાનુભાવે આવા પ્રકારની સંવર અને નિર્જરા સ્વરૂપ કિયાઓનું આરાધન એજ ખરૂં ધર્મનું એટલે કે આત્માનું આરાધન છેઅને એટલાજ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com