________________
આનંદ-સુધાસિંધુ.
(૧૫ર)
સુહાબંદ ૧ લું. પણ સમજવું. અગર ખેડુત બરાબર સંભાળ ન રાખે અને ખેતરમાં ગોખરૂં ઉગી નીકળે તે એમાં કેને દેશ એ તે ખેડુતેજ ધ્યાન રાખવાનું છે. એમ તમારા કુમળી વયના બચ્ચાના સંસ્કાર માટે તમારેજ સાવધાન રહેવાનું છે. નહિ તે આસપાસના ખરાબ સંસ્કારવાળા મિત્ર વિરૂદ્ધ સંસ્કારો પાડીને તમારા બાળકનું જીવન ભયંકર બનાવી નાખવાના ! અને તેમાંય વળી ધાર્મિક ભાવનાના સંસ્કારની વાત તે બહુજ મહત્વની છે. માણસને પોતાને જ ધાર્મિક વાત ઉપર મન લાગવું કઠિન છે તે પછી એના સંસ્કાર બાળકમાં નાખવાની તો વાત જ શી કરવી? તમારું નાનું બાળક પાંચ દુ બાર એમ બેલે તે તમે કેવા ચમકી ઉઠે છો ! મહાનુભાવો! એવો જ અને એના કરતાંય વધુ મોટે ચમકારે તમને તમારા બાળકને ધર્મવિરૂદ્ધની વાતેમાં પડતે જોઈને થે ઘટેઅને આમ થાય ત્યારે જ તમે તમારા બાળકને તમારા પૈસાટકાના વારસાની સાથે ધાર્મિક લાગણને પવિત્ર વાર આપી શકે ! મહાનુભા! યાદ રાખો કે સંસ્કારે એ જીવનનું ઘડતર કરવાની એરણ છે ! જેવા સંસ્કારો હશે તેવું જીવન બનવાનું ! તમને મહાસર્ભાગ્યે સુદેવ, સુગુરુ અને સુધર્મની પરમ પવિત્ર ત્રિપુટીને રોગ મો છે! એ ત્રિપુટીને જે ઉપયોગ તમે કરશો તેવું પામશે! માટે એ ત્રિપુટીની મનસા, વાચા, કર્મણા ખુબ સાધના કરી અને એના સંસ્કારો તમારા બાળકમાં ઉતાર! યાદ રાખે કે-વારંવાર સુગ નથી મળત! “રાઈના ભાવ રાતે ગયા” જેવું ન થઈ બેસે તે માટે ચેત! તમારા બાળકો પ્રત્યેની તમારી ધાર્મિક જવાબદારી બરાબર સમજે ! અને એ સુસંસ્કારોની છાપ તમારા બાળકોના નિલેપ અને કુમળા હૃદય ઉપર પાડો અને પછી જુઓ કે તમારે બાળક કે ધમી થાય છે કે સદાચારી થાય છે કે પવિત્ર થાય છે! અને તે વખતે તમને સમજાશે કે સુસંસ્કારો એટલે જ આત્મસાધના !!! અને માનવદેહની સફળતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com