________________
માન’દ–સુવાસિંધુ.
(૧૫૫)
સુધાબિંદુ ૧ લું. જિંદગી વ્હાલી લાગે છે. એજ પ્રમાણે ક્રોડપૂર્વ જેટલે કાળ આત્માએ સગાંવહાલાંનાં પ્રેમમાં અનુભવ્યેા હાય છે, તેા પણ એ પ્રીતને આત્મા મરતી વખતે પણ વાસરાવી શકતા નથી અર્થાત્ એ પ્રેમને તે વિસારી શકતા નથી.
માહના ત્યાગ શક્ય છે કે નહિ?
હવે વિચાર કરો કે આત્મા જ્યારે મરવાની અણી ઉપર હાય છે. પેાતાના કાળ આવી રહેલા છે, મરણુ
માથે ગાજી રહ્યું છે અને હવે પોતે એ ચાર કલાકનેા અતિથિ છે એવું તેને માલમ પડે છે, તે છતાં તેનાથી પેાતાના સગાંવહાલાંને વેાસરાવી શકાતાં નથી અને પૈસાટકાને પ્યાર છે।ડી શકાતા નથી, ત્યારે 'િદગીની વચમાં આત્મા કેવી રીતે મેહને છેડી શકે ? સે વર્ષના ડોસા મરણુ પથારીએ સુતી વખતે પેાતાની મિલ્કત પેાતાના છેકરાઓને આપી જાય છે, અને પેાતે પૈસા તજી જે છે; એથી તેણે પૈસાના માહ તજ્યેા છે, એમ માની લેશે। નહિ. જો તેણે પૈસાના માહ છેડીજ દીધા હાત તા તે તે તેના તે પૈસાની કશી ચિતાજ ન રાખત; પરંતુ એ પૈસા તે પેાતાની સતતિનેજ આપી જાય છે એટલે એનુજ નામ એ છે કે હજી તેના મેહ ટતે જ નથી !મરવાના સમયે માણસ જયારે આવી રીતે માહના ગુલામ રહે છે ત્યારે તે જિંદગીની અધવચ્ચે મેહને પ્રતિકાર–માહુના ત્યાગ કરી શકે છે કે કેમ, અને જો કરી શકતા હાય તા તે કેવા પ્રકારે અને કેવી રીતે કરી શકે છે તે આપણે જોવાનું છે. અપ્રશસ્ત મેહના ત્યાગ કરવાના સહેલા અને સીધે માર્ગ પ્રશસ્તમાહના ગ્રહણુમાંજ રહેલા છે.
માડને મારવા સહેલા છે.
કાઈ કહેશે કે, માહુ એ એક મેાટામાં મોટા મદારી છે,” એના નાશ થઈ જતા નથી પરંતુ તે પલટાઈ જઈને બીજા સ્વરૂપનેજ ધારણ કરી લે છે. ઉદાહરણ લેા, કે એક અઢાર વર્ષની કરી છે. માપિતાને ઘેર છે. અહીં તેના માહ તેના માતા, પિતા, ભાઇ, ભગિની વિગેરેને અંગે રહેલા હરશે. એજ છેકરી પરણીને સાસરે જશે એટલે 'એના મેહુ પિતાને ત્યાંના સગાંસંબધીઓ ઉપરથી પલટી જશે અને પતિને ત્યાંના સગાંસ’અધીગ્મા ઉપર તેના મેહ વધશે ! આ સ'ચેાગેામાં તમે એમ ન માની લેશે કે કરીના માહુ નાશ પામ્યા છે. માઢુ નાશ પામ્યા નથી, પરંતુ માહ પલટાઈ જવા પામ્યા છે. અત્યાર સુધી છેકરીના માહ પિયરના સગાંવહાલાંઓ ઉપર હતા હવે એ મેહુ ત્યાંથી આશ થાય છે અને પતિના સગાંવહાલાંએ ઉપર વધ્યા છે અર્થાત્ કે માઢમાં પલટા થવા પામ્યા છે માહુના સદંતર નાશ થવા પામ્યા નથી.” મેહ એ નાશ પામી શકે એવી ચીજ છે કે નહિ તે સ`બધીના આ એક પક્ષના મવાદ છે. માહ નાશ પામતા નથી પરંતુ તે માત્ર પલટીજ શકે એવી ચીજ છે, એવું વિધાન જૈનશાસને કદી માન્ય રાખ્યુંજ નથી. જૈનશાસન તા એમ માને છે કે મેહ એ નાશ કરી શકાય એવી ચીજ છે. માત્ર ચાગ્યવિધિપૂર્વકની ક્રિયા થવાની તેમાં જરૂર છે. જો એ રીતના પ્રયત્ન થઇ શકે તા મહુને જરૂર મારી શકાય છે એનું જૈનશાસનનુ વિધાન છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com