________________
આનંદ-સુધાસિંધુ
(૧૫૪)
સુધાર્બિ ૧ લું ખાતર એમ ઉદાહરણ લે કે એક માણસ મૃત્યુશૈયા ઉપર પડે છે. આ માણસને મરતી વખતે ભગવાન આવીને કદાચ પૂછે કે, “ભાઈ ! તારે આ જગતમાંથી કઈ કઈ ચીજ તારી સાથે લેવી છે.” તે ખાતરી રાખજે કે એક સમય સુદ્ધાં માણસ લઈ જવાની મૂકે નહિ! સો વર્ષ જીવેલાને, વિરાગીને કિંવા એવાજ બીજા દુઃખી આત્માઓને પણ જ્યારે આ સંસાર આટલો બધે પ્રિય છે, ત્યારે પછી હજી તે આશાથી જેમનું જીવન ભરેલું છે તેવાને તે આ સંસાર અને તેની સઘળી વસ્તુઓમાં રાગ હેય તેમાં આશ્ચર્ય પણ શું વારં જીવનનો અજબ મહ! તેત્રીસ સાગરોપમનું જીવન ધરાવનારે અનુત્તરવાસી દેવતા હોય
કિંવા સાતમી નારકોનો જીવ હોય, પરંતુ તે આવું લાંબુ આયુષ્ય ભોગવવા છતાં પણ સંસારથી ધરાવા તે પામતેજ નથી. આત્મા સારી રીતે જાણે છે કે પોતે દેહને આત્માને સંબંધ ગમે એટલો વધારે વખત રાખવા માગશે તે પણ તે તે પ્રમાણે રાખી શકવાનો નથી. જ્યાં કર્મોનું ફળ મળી રહે છે કે જન્મ, મરણ, સુખ, દુઃખ વગેરે એ ફળને અનુસરીને મળે જ જાય છે. મરણ આટલું બધું નિયમિત અને નિશ્ચિત છે, એવું આત્મા જાણે છે; તે છતાં પણ આત્માને મરવાનું ગમતું જ નથી ! નાટકતમાસા બે ચાર વાર જોશો કે તે પછી તમારી તેના ઉપર પ્રીતિ રહેતી નથી. કોઈ ન નાટક જોઈ આવશે અને તેના ગાયને ચાર પાંચ વાર સાંભળશો કે પછી એ ગાયનેમાં પણ તમોને કોઈ જાતની અપૂર્ણતા લાગવાની નથી, આ રીતે એકની એક ચીજનો જ્યાં બે ચાર વાર તમે આસ્વાદ લે છે કે તે પછી પુનઃ ગેજ કાર્યમાં તમને કશીજ નવીનતા કે અપૂર્વતા માલમ પડતી નથી! પરંતુ જીવન એ એક એવી વસ્તુ છે કે તમે તેત્રીસ સાગરોપમ સુધી તેને ભેગવી લે છે, તે છતાં તેના ઉપરની માયા તમે દૂર કરી શકતા નથી ! આટલું લાંબુ જીવન ભેગવનારને પણ સંસારની અપૂર્વતા તે એક સરખીજ કાયમ રહેવા પામે છે. તે પછી હવે વિચાર કરો કે સંસારની આ અપૂર્વતા એ સઘળે વખતે કાયમ શા માટે રહેવા પામે છે.
પ્રેમને છોડ મહા કઠણ છે. એક માણસ પાંચ વરસ સુધી દરરોજ નિયમિત ખાતે
પીતે રહે છે અને પછી છઠ્ઠા વર્ષમાં પ્રવેશતી સમયે તેને જેની ભૂખ લાગે છે, તેવી જ ભૂખ પાંચસો વરસ જીવનારને અને ત્યાં સુધી ખાઈપીને મઝા કરનારને પણ લાગવાની જ ! અર્થાત બંનેને લાગતી ભૂખ એક જ પ્રકારની છે. બીજું એક ઉદાહરણ છે. પાંચ વર્ષ સુધી દરરોજ બરફી ખાનાર માણસ પચીસ, પચાસ કે સોમે વરસે બરફીને ટૂકડે ખાઈ લેશે, તે પણ તેને બરફમાં તેવીજ મીઠાસ માલમ પડશે ! પાંચમું વરસે ખાધેલી બરણીની જેવી મીઠાસ હશે, તેવીજ મીઠાસ પચાસમે વર્ષે પણ કાયમ રહે છે. જેમ જીભને વરસોના વરસો પછી મિઠાઈને સ્વાદ એક સરખેજ લાગે છે તે જ પ્રમાણે આત્માને પણ તે પાંચ વર્ષ જીવતે રહે, પચાસ વર્ષ જીવતા રહે અથવા કોડપૂર્વ સુધી જીવત રહે તે પણ તેને ભવસાગરની મધુરતા એક સરખી જ પ્રિય લાગ્યા કરે છે. પાંચ વર્ષના બાળકને પણ બરફીનો ટૂકડે જે સ્વાદ આપે છે, તે જ મધુર સ્વાદ તેજ બરણીને ટૂકડો સો વર્ષને ડોસાને પણ આપે છે. તેજ પ્રમાણે પાંચ વર્ષના છોકરાને જેવી જિંદગી પ્રિય લાગે છે, તે જ પ્રમાણે સો વર્ષના ડોસાને પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com